વધતી ઉંમર સાથે તમારે કેટલા પ્રમાણમાં ચાલવું જોઈએ ? વાંચો જાણવા જેવી માહિતી

દરેક ઉંમરના વ્યક્તિ માટે ચાલવું ખુબજ જરૂરી છે. ચાલવાથી આપણા શરીરને એક પ્રકારને કસરત પણ મળી રહે છે. સાથેજ તેની અસર દરેક ઉમરના વ્યક્તિ પર જોવા મળતી હોય છે. ચાલવાને કારણે શરીરના દરેક અંગ વ્યવસ્થિત તેમજ ઝડપથી કામ કરતા હોય છે. જો તમે નિયમીત રીતે ચાલવાના શોખીન છો તો પછી તમારે કોઈ પણ પ્રકારની કસરત કરવાની પણ જરૂર નથી.

ચાલવાથી આપણા શરીરમાં ઘણી કેલરી બર્ન થતી હોય છે. સાથેજ વજન પણ કંટ્રોલમાં રહે છે. પરંતુ સૌથી વધારે જરૂરી એ છે કે તમારે તમારી ઉંમર પ્રમાણે ચાલવું જોઈએ. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ચાલવાના કયા ક્યા ફાયદાઓ છે તેમજ હેલ્ધી રહેવા માટે તમારે શું કરવું જોઈએ. સાથેજ ઉંમર પ્રમાણે તમારે કેટલું ચાલવું જોઈએ તે પણ ઘણું જરૂરી છે.

કેટલો સમય ચાલશો

સ્વસ્થ રહેવા માટે આપણે ઓછામાં ઓછું અડધો કલાકતો ચાલવુંજ જોઈએ. દિસમાં જો તમે 6 થી  કિલોમીટર જેટલું ચાલશો તો તે તામારા શરીર માટે ઘણું ફાયદાકારક રહેશે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તમારે થોડીક ઝડપ રાખીને ચાલવું જોઈએ.

Image Source

 

વૃદ્ધોએ કેટલું ચાલવું જોઈએ ?

વૃદ્ધ માણસે તેમી સામાન્ય ચાલમાં તેટલી વાર ચાલવું જોઈએ જ્યા સુધી તેન થોડોક થાક ન લાગે. ચાલતી વખતે ઉંડા શ્વાસ લેવા જોઈએ જેથી ફેફસાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. સાથેજ શરીરમાં એન્ર્જી પણ રહેશે.

મગજ તેજ થઈ શકશે

ચાલવાને કારણે તમારું મગજ ઘણું તેજ થશે. જ્યારે તમે ચાલો છો. ત્યારે તમારા મગજમાં બદલાવ આવે છે. જેની સિધી અસર આપણા પર પર પડે છે. ચાલવાને કારણે આપણા મગજમાં રહેલા હોર્મોન્સ પણ વધે છે. જેના કારણે આપણાને તણાવ જેવી સમસ્યાથી રાહત મળે છે. સાથેજ મગજ સ્વસ્થ પણ રહેછે.

વજન પર કાબૂ મેળવી શકાશે

જો તમે વધતા વજનને કારણે હેરાન પરેશાન છો તો પછી તમારે નિયમિત રૂપે ચાલવાની આદત પાડવી જોઈએ. ઘરની બહાર નીકળતી વખતે વાહન વાપર્યા કરતા તમે ચાલતા જવાનું રાખશો તો તે તમારા માચે શારુ રહેશે. જેટલું તમે ચાલશો તેટલુંજ તમારુ શરીર સ્વસ્થ અને મજબૂત રહેશે.

ડાયાબિટીઝથી રાહત મળી શકશે

જો તમે ડાયાબિટીઝ જેવી સમસ્યાને કારણે હેરાન થઈ રહ્યા છો. તો પછી તમારે આજથીજ ચાલવાનું શરૂ કરવું જોઈએ. કારણકે તેના કારણે આપણા લોહીમાં શર્કરાનું સ્તર નિયંત્રિત રહેતું હોય છે.

પાચન તંત્ર મજબૂત રહેશે

જો તમને ભરપેટ ખાઈન આરામ કરવાની આદત છે. તો પછી તમારું પાચનતંત્ર નબળુ પડી જાય છે. તેના કારણે કબજિયાત, ગેસ જેવી સમસ્યાઓ વધી જાય છે. માટે તમારે જો પાચનતંત્ર મજબૂત કરવું હોય તો ચાલવાની આદત પાડવી જોઈએ. તેના કારણે તમારું વજન તો ઓછું થશે સાથેજ તમારું પાચનતંત્ર પણ મજબત રહેશે

ડિપ્રેશનથી રાહત મળી શકશે

ચાલવાને કારણે આપણા શરીરમાં રહેલી કોશિકાઓને ઓક્સિજન મળી રહેતો હોય છે. જેના કારણે તણાવથી રાહત મળે છે. ચાલતી વખતે આપણે જ્યારે શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા કરીએ છે ત્યારે આપણા શરીરમાંથી તણાવ દૂર થઈ જતો હોય છે. જો તમને ભૂલી જવાની બિમારી છે. તો પણ તમારે ચાલવું જોઈએ કારણકે તેના કારણે તમારી યાદશક્તિ પણ ઘણી મજબૂત થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “વધતી ઉંમર સાથે તમારે કેટલા પ્રમાણમાં ચાલવું જોઈએ ? વાંચો જાણવા જેવી માહિતી”

Leave a Comment