શિશુ માટે કેટલું જરૂરી છે માં નું દૂધ? નજીક નહી આવે આ બીમારીઓ

શિશુ માટે માતા નું દૂધ ઘણું ફાયદા કારક હોય છે. એક માતા માટે પોતાના બાળક ને પહેલી વાર સ્તનપાન કરવું એ એક અવિસ્મરણીય અને મમતા થી ભરેલો અહેસાસ છે. માતા એ પ્રથમ વાર કરાવેલું સ્તનપાન સમયનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. જે તેને ઘણી બીમારીઓ થી લડવાની શક્તિ આપે છે.  શિશુના સર્વાંગી વિકાસમાં માતાનું દૂધ અત્યંત આવશ્યક પરિબળ છે. વર્તમાન સમયમાં ઘણાં કારણો અને ગેરસમજને કારણે મહિલાઓ પોતાના નવજાત શિશુને પૂરતું સ્તનપાન કરાવતી નથી. પોષણની દ્રષ્ટીએ માતાનું દૂધ બાળક માટે સંતુલિત અને સંપૂર્ણ ખોરાકની ગરજ સારે છે.

image source

સમય પહેલા જન્મેલા શિશુઓમાં સ્તનપાન દિલથી જોડાયેલી દરેક બીમારીઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમયથી પહેલા જન્મ લેતા નવજાત શિશુઓમાં દિલથી જોડાયેલા વિશેષ લક્ષણ જોવા મળે છે. જેમાં નાના હાર્ટ ચેમ્બર, અપેક્ષાકૃત ઉચ્ચ રક્તચાપ અને દિલની માંસપેશીયો માં અસમાન વૃદ્ધી નો સમાવેશ થાય છે.

image source

ડબલિન આયરલેંડના ધ રોતુંડા હોસ્પિટલના પ્રોફેસર અને શોધકર્તા અફીફ અલ- ખુફ્ફ્શએ કહ્યું, ‘વર્તમાન સાક્ષ્ય અધ્યયનોથી આવ્યા છે અને આ શરુવાતી સ્તનપાનથી લાંબા સમય સુધી દિલના સ્વાસ્થ્યમાં સુધાર બની રહેવાની વાતને ઉજાગર કરે છે .’

image source

શોધમાં સમય પહેલા જન્મ લેતા 30 બાળકોનું અધ્યયન કરવામાં આવ્યું છે, જેમણે સ્તનપાન કર્યું હતું અને 16 સમયથી પહેલા જન્મેલા વયસ્કો જેને જન્મ દરમ્યાન ફોર્મ્યુલા બેઝ ડાઇટ આપવામાં આવી, જેનું અધ્યયન કરવામાં આવ્યું. જેનું વિસ્તૃત દિલ સંબંધી મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેની ઉંમર 23 થી 28 વર્ષની વચ્ચે હતી. જેમાં દિલના એમઆરઆઈ નો પણ સમાવેશ હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment