નાના બાળકો માટે કેટલું જરૂરી છે આયર્ન? નિષ્ણાતો પાસેથી જાણો આયર્ન ઉણપથી થતી મુશ્કેલીઓ અને જરૂરી વાતો

આયર્ન શરીર માટે એક જરૂરી પોષકતત્વ છે. નવજાત બાળક થી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાએ સ્વસ્થ રહેવા માટે એક નિશ્ચિત માત્રામાં દરરોજ આયર્ન ની જરૂર હોય છે. આ જરૂરી આયર્ન ખાવાપીવાની વસ્તુઓ માંથી મળે છે. ભારતીય સ્ત્રીઓમાં આયર્ન ની ખુબ વધારે ઉણપ જોવા મળે છે. જેમકે ગર્ભમાં વિકસી રહેલા બાળકની બધી જરૂરિયાતો તેની માતા દ્વારા પૂરી કરવામાં આવે છે, તેથી ઘણીવાર નવજાત બાળકોમાં આયર્ન ની ઉણપ જોવા મળે છે. બાળકો માટે આયર્ન કેટલું જરૂરી છે અને બાળકોમાં તેની ઉણપ કેવી રીતે પૂરી કરી શકાય છે, આ વિશે ઓનલી માય હેલ્થ ને બાતારા હોસ્પિટલ દિલ્હી ના બાળરોગ વિભાગ ની સનિયર સલાહકાર ડો. શાલિની પાંડે સાથે વાતચીત કરી છે. ચાલો તેની પાસેથી જાણીએ કે કેટલું જરૂરી છે આયર્ન.

બાળકો માટે આયર્ન કેમ જરૂરી છે?

ડો. શાલિની જણાવે છે કે આયર્ન લોહી હિમોગ્લોબિન નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આયર્ન ની મદદથી જ શરીર ના બધા ભાગો સુધી ઓકિસજન પહોંચે છે. આયર્ન બાળકોના મગજ અને આઈક્યુ ના વિકાસ માટે પણ જરૂરી છે. સામાન્ય રીતે ૬ થી ૮ મહિના ની ઉંમર સુધી બાળકને જેટલા આયર્ન ની જરૂર હોય છે, તે તેના શરીરમાં પહેલેથી જ સ્ટોર હોય છે. માન્યું કે બ્રેસ્ટ દુધમાં આયર્ન ની સારી માત્રા હોય છે, પરંતુ જો બાળકમાં તેની ઉણપ હોય, તો ફર્મુલા દૂધથી પણ તેની ઉણપ દૂર કરી શકાય છે. પરંતુ ૬ થી ૮ મહિનાની ઉમર સુધી બાળકને અલગ થી આયર્ન વાળા ખોરાકની જરૂર નથી હોતી. તેથી બાળક માટે માં નું દૂધ જ પર્યાપ્ત છે.

બાળકોને અલગથી આયર્ન ની જરૂર ક્યારથી પડે છે?

બાળકને અલગથી આયર્ન વાળો ખોરાક ખવડાવવાની જરૂર સામાન્ય રીતે ૬ થી ૮ મહિનાની ઉમર પછી પડે છે. આ સમયે બાળકની આયર્ન ની ઉણપ દૂર કરવા માટે આયર્નથી ભરપુર ફળ, શાકભાજી અને સુકામેવા ખવડાવી શકો છો અને આયર્ન ફોર્ટિફાઇડ ખોરાક પણ ખવડાવી શકો છો.

બાળકોમાં આયર્ન ની ઉણપથી કઈ મુશ્કેલીઓ થઈ શકે છે?


બાળકોમાં આયર્ન ની ઉણપથી તેને એનિમિયા થઈ શકે છે એટલે કે લોહીની ઉણપ થઈ શકે છે. આ ઉપરાંત તેને ન્યુરો કોગનેટિવ ઉત્પાદનમાં બાધા આવી શકે છે, જેનાથી તેને શીખવાની, સમજવાની અને વિચારવાની ક્ષમતા પર અસર પડી શકે છે. તેથી મગજરૂપી તેજ બાળકના વિકાસ માટે જરૂરી છે કે તેને પર્યાપ્ત આયર્ન મળી રહે, ખાસ કરીને મગજ ના વિકાસ દરમિયાન.

શું વધારે આયર્ન નું સેવન પણ નુકશાનકારક છે?

કોઈપણ વસ્તુનું જરૂરત થી વધારે સેવન કરવું નુકશાનકારક હોય છે તેથી વધારે આયર્ન થી પણ ખરબ અસર પડે છે. જેમકે આયર્ન વધારે હોવાથી બાળકની પેટની તકલીફો થઈ શકે છે. બાળકના મળ નું કાળા કે ઘાટા રંગનું હોવું આ વાતનું સંકેત હોઈ શકે છે કે તેને જરૂરતથી વધારે આયર્ન આપવામાં આવ્યું છે.

બજારમાં બાળકો માટે મળતા આયર્ન સપ્લીમેન્ટ્સ તેને આપી શકીએ?


બજારમાં બાળકો માટે આયર્ન ફોર્ટિફાઇડ ખોરાક, ટીપા, સીરપ, ટેબલેટ, કેપસ્યુલ,પાઉડર વગેરે ઉપલબ્ધ છે. પરંતુ તેને માત્ર અને માત્ર ડોક્ટર ની સલાહ લઈને બાળકને આપી શકાય છે. અલગ અલગ આયર્ન ના સ્ત્રોતની અલગ અલગ જૈવઉપલબ્ધતા હોય છે. તેથી બાળકને આયર્ન ની ઉણપ દૂર કરવા માટે શું ખવડાવવું છે, તે ડોક્ટર જ નક્કી કરી શકે છે. આ ઉપરાંત જુદી જુદી વસ્તુઓ ના સેવન સાથે જોડાયેલી કેટલીક સાવચેતી ઓ પણ છે, જે ડોક્ટર જ સ્પષ્ટ કરી શકશે.

આ લેખ બાતરા હોસ્પિટલ દિલ્લી ના બાળરોગ વિભાગની સિનિયર સલાહકાર ડો. શાલિની પાંડે સાથે ની વાતચીત પર આધારિત છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment