સ્વસ્થ રહેવા માટે આપણે અઠવાડિયામાં કેટલા કલાક વ્યાયામ કરવો છે ખૂબ જ જરૂરી?

Image Source

આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે કસરત ખૂબ જ જરૂરી છે. તે જાણવા છતાં પણ લગભગ લોકો વર્કઆઉટ માટે સમય કાઢી શકતા નથી. કસરત ન આપણા શારીરિક પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેનું કોઈ જ વિકલ્પ હોઈ શકતો નથી તેને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નવા દિશા નિર્દેશો અનુસાર સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા માટે શારીરિક ગતિવિધિઓ ની સીમા નિર્ધારિત કરી છે.આ વ્યાયામને માધ્યમથી હૃદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસના જેવી બીમારીઓની સાથે શારીરિક નિષ્ક્રિયતા અથવા તો અપર્યાપ્ત ગતિવિધિના કારણે થતી સમસ્યાઓથી બચી શકાય છે.

25 નવેમ્બર 2020 એ WHO એ ફિઝિકલ ઍક્ટિવિટી અને સેનેટરી બિહેવ્યર ને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યો છે તેમ આ સંસ્થામાં લખેલ ગતિવિધિ અને તેની સીમા ની સલાહ આપવામાં આવી છે.

  • બાળકો અને યુવાનો : દિવસમાં 60 મિનિટ
  • દરેક ઉંમરના વ્યક્તિ માટે : અઠવાડિયામાં 150 થી 300
  • મિનિટ મધ્યમ તીવ્રતાના વ્યાયામ અથવા તો 75 થી 150 મિનિટ ના વ્યાયામ

કસરત વિરુદ્ધ શારીરિક ગતિવિધિઓ

ખાસ કરીને લોકો શારીરિક ગતિવિધિ અને કસરતમાં ફરક દેતી શકતા નથી પરંતુ બંનેને અલગ અલગ સંદર્ભમાં વરણી કરી શકાય છે.આવો બંનેનું અંતર સમજીએ.

એવું કોઈપણ કાર્ય જેમાં માંસપેશીયો નો પ્રયોગ કરવા પર કેલેરી બર્ન થાય છે તેને શારીરિક ગતિવિધિના રૂપમાં જાણી શકાય છે.અહીં સ્નાયુઓના પ્રયોગના કાર્યોથી તે સ્નાયુઓ પર આપણું નિયંત્રણ હોય છે. તે પરિભાષા અનુસાર જે વસ્તુની શારીરિક ગતિવિધિના રૂપથી માની શકાય છે તે ઘરના ઘરના કામો, ભારે વસ્તુઓ ઉપાડવી, રમવું, નૃત્ય કરવું, સફાઈ કરવી, બાગકામ કરવું, સીડી ચડવું અને ઉતરવું, સાઈકલ ચલાવવી વગેરે.

તેનાથી વિપરિત વ્યાયામ ની વ્યાખ્યા એકદમ અલગ છે તેમાં ખાસ કરીને એ જ ગતિવિધિને સામેલ કરવામાં આવે છે જેને વિશેષ રૂપથી શરીરના વિશિષ્ટ અંગોને મજબૂતી આપવા માટે રચવામાં આવી છે ડબલ્યુએચઓ અનુસાર વ્યાયામ અને શારીરિક પ્રવૃત્તિની એક પેટા શ્રેણી છે.

શારીરિક પ્રવૃત્તિના ફાયદા

ડબલ્યુએચઓ ના આંકડા જણાવે છે કે દુનિયાભરમાં દરેક ચારમાંથી એક વયસ્ક વ્યક્તિ પર્યાપ્ત રૂપથી શારીરિક પ્રવૃત્તિ કરતું નથી. વિશેષજ્ઞોનું માનવું છે કે અપર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિ ને કારણે હૃદયરોગ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને ત્યાં સુધી કે કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. WHO નું કહેવું છે કે જો લોકો શારીરિક રૂપથી સક્રિય થઈ જાય છે દુનિયાભરમાં દર સાલ માં લગભગ 50 લાખ લોકોનું મોત રોકી શકાય છે.

એવું નથી કે આ ફાયદાઓ વિશે આપણે જાણતા નથી આપણે બધાને એ વાતની જાણ હોય છે કે પ્રવૃત્તિશીલ વગરનું બેઠાંડુ જીવન અને લાંબા સમય સુધી બેસી રહેવાથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખરાબ પ્રભાવ પડી શકે છે. આ વાતોનું ધ્યાન રાખતા જ અમુક લોકો ઓફિસના કાર્યની સાથે અઠવાડિયાના વ્યાયામ માટે પણ સમય કાઢે છે.

હાલમાં જ ડબલ્યુએચઓ એ પોતાની નવી દિશા નિર્દેશ ની પ્રવૃત્તિઓ ના સ્તર અને તેના વિકલ્પો વિષે સ્પષ્ટતા કરી છે કે દિશાનિર્દેશ માં નીચે આપેલી બાબતોને લઈને સલાહ આપવામાં આવી છે.

મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિ પછી પણ શારીરિક સક્રિયતા ઉપર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ

વિકલાંગ વ્યક્તિઓએ પણ તેમના માટે યોગ્ય હોય તેવી રીતે શારીરિક પ્રવૃત્તિ જાળવવી જોઈએ.

બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક માટે શારીરિક પ્રવૃત્તિ ની યોગ્ય માત્રા ની જરૂર હોય છે આ વાતને ધ્યાનમાં રાખતા 65 વર્ષ અને તેનાથી વધુ વર્ષના લોકોની શારીરિક સંતુલન સમન્વય અને સ્નાયુઓની શક્તિ માં સુધારો કરવાની પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી વૃદ્ધને પડી જવાનું જોખમ ઓછું કરવાની સાથે જ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવવામાં મદદ મળે છે.

કસરતની તીવ્રતા નક્કી કરવી 

ડબ્લ્યુએચઓ એ દરેક વયના લોકો માટે અઠવાડિયામાં 150-300 મિનિટ મધ્યમ શારીરિક પ્રવૃત્તિ અથવા અઠવાડિયામાં 75-150 મિનિટની દિવસ તીવ્ર પ્રવૃત્તિ કરવાની સલાહ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે ચાલવા જેવી સરળ પ્રવૃત્તિને જોઈએ દૈનિક રૂપથી ચાલવાથીજ ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકો છો તે મધ્યમ અને તીવ્ર બંને પ્રકારનું હોઈ શકે છે જો તમે મધ્યમ સ્તર થી ચાલો છો તો તે માનસિક સ્તર ને આરામ આપે છે ત્યાં જ ચાલવાની ગતિને વધારો છો તો હ્રદયની ગતિ પણ વધી જાય છે.

આ પ્રકારથી યોગમાં પણ ઘણા મધ્યમ અને તીવ્ર સ્તરની પ્રવૃત્તિઓ છે ઉદાહરણ માટે મયૂરાસન માટે શરીરમાં ખૂબ જ તાકાત અને સ્થિરતાની આ જરૂરિયાતો હોય છે. ત્યાં જ અમુક એવા વ્યાયામ પણ હોય છે જેને તમે ખુબ જ આસાનીથી કરીને તમારી મધ્યમ સ્તરીય પ્રવૃત્તિની સીમા પ્રાપ્ત કરી શકો છો.

ઘરે જ સામાન્ય રૂપથી કરવામાં આવતા કાર્ય પણ મધ્યમ અને તીવ્ર સ્તરીય પ્રવૃત્તિમાં થઈ શકે છે ઉદાહરણ માટે છોડને પાણી આપવું જ્યાં મધ્યમસ્તરીય પ્રવૃત્તિ છે. ત્યાં જ ઘરમાં પોતુ મારવાથી તીવ્ર સ્તરીય પ્રવૃત્તિ માનવામાં આવે છે. લગભગ આપણે તે સમજી શકતા નથી કે આપણે જે કાર્ય કરી રહ્યા છીએ તે મધ્યમ સ્તરીય છે કે તીવ્ર સ્તરીય તેને અમેરિકા સ્થિતિ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અને સ્પષ્ટ કર્યું છે આવો જાણીએ.

મધ્યમ તીવ્રતા વાળી પ્રવૃત્તિ

જે પ્રવૃત્તિ દરમ્યાન તમે વાત તો કરી શકો છો પરંતુ ગીત ગાઈ શકતા નથી તેવી પ્રવૃત્તિ અને મધ્યમ તીવ્રતા વાળી પ્રવૃત્તિ માનવામાં આવે છે ઉદાહરણમાં ઝડપી વૉકિંગ, વોટર એરોબિક અને 16 કિ.મી પ્રતિ કલાક તેના ઓછા સમય પર સાયકલિંગ કરવું વગેરે.

તીવ્રતા વાળી પ્રવૃત્તિઓ

જે પ્રવૃત્તિ દરમ્યાન અમુક શબ્દ બોલ્યા બાદ શ્વાસ લેવાની અથવા તો બ્રેક લેવાની જરૂરિયાત હોય છે તેની તીવ્રતા વાળી પ્રવૃત્તિની શ્રેણીમાં રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે જોગિંગ, રનિંગ,એરોબિક,ડાન્સિંગ સ્કિપિંગ રોપ વગેરે 

આ ઉદાહરણના માધ્યમથી તમે તમારી ક્ષમતાને સમજતાં કે તમારી અઠવાડિયાની પ્રવૃત્તિ અથવા કસરત નો સમય કેવી રીતે વધારી શકો છો.

સારા સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રવૃત્તિ

તમે સારુ સ્વાસ્થ્ય કેવી રીતે મેળવી શકો છો તેની ઉપર ખૂબ જ શોધ કરી છે ઉદાહરણ માટે સપ્ટેમ્બર 2019 ના સંબંધી લોંગ લાસ્ટિંગ લાભ પ્રાપ્ત કરી શકાય છે.ઇન્સ્યુલિન પ્રતિરોધી જોડાયેલા મેટોબોલાઈટના સ્તરની ઓછું કરવાની સાથે લઇ લીપોલાઈસીસથી જોડાયેલા મેટોબોલાઈટ ના સ્તર વધારવામાં મદદ કરે છે.

નિયમિત રૂપથી વ્યાયામ કરવાથી વધતી ઉંમરની રફતારને ઓછું કરવા માટે અને મોટાપા,હૃદયરોગ અને ટાઈપ 2 ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓને રોકવામાં મદદ મળી શકે છે. ડબ્લ્યુએચઓ એ પોતાના નવા દિશાનિર્દેશ માં તે લોકોને પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે કોઈપણ કારણથી નિયમિત રીતે વ્યાયામ નથી કરી શકતા.  ડબલ્યુએચઓ ડાયરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રેયસસ એ નવી દિશા નિર્દેશને લોન્ચ દરમિયાન પ્રેસમાં કહ્યું છે કે ‘ શારીરિક રૂપથી સ્વસ્થ અને સક્રિય રહો દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે તમારા જીવનને લાંબુ કરવા માટે મદદરૂપ છે. આપણા દરેક પ્રયાસ ખૂબ જ મહત્વ રાખે છે દરેક દિવસે આપણે સુરક્ષિત અને રચનાત્મક રૂપથી આગળ વધવું જોઈએ અને શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.’

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment