દિવસભર માં કેટલી કેલરી લો છો તમે? આ રીતે કરો ગણતરી, જેથી તમે રહી શકો છો ફિટ..

આ વાત તો બધા જ જાણે છે કે તમારે ફિટ અને સ્વસ્થ રહેવું હોય તો તમારા વજન એ મહત્વ ની ભૂમિકા ભજવે છે. દુનિયા માં મોટાપો એક મોટી સમસ્યા બની ગઈ છે. વધેલું વજન તમને રોજ બરોજ ની લાઇફ માં પણ હેરાન કરે છે સાથે જ કેટલીક ગંભીર બીમારી ઓ આપી ને સમય ની પહેલા જ મોત આપે છે. એટલે જ વજન કંટ્રોલ કરવું ખૂબ જ જરુરી છે. પણ વજન ને કંટ્રોલ કેવી રીતે કરી શકાય. જો તમારો પણ આ પ્રશ્ન છે ટો તેનો સીધો જવાબ છે કેલરી ને કંટ્રોલ કરી ને.

કેમ થઈએ છે મોટાપા નો શિકાર

ધ્યાન રાખજો તમે જે કઈ પણ ખાવ છો તેમાંથી તમને પોષક તત્વો ની સાથે સાથે ઉર્જા મળે છે. ઉર્જા ને કેલરી માં માપવામાં આવે છે. શરીર આ કેલરી નો ઉપયોગ અલગ અલગ ફંકશન જેમ કે હર્દય ના ધબકારા, લોહી ને બધા અંગ સુધી પહોંચાડવા નું કામ  ખાવું, બોલવું, સૂંઘવું, વિચારવું,સ્વાસ લેવો,ખાવાનું પચાવવા માં વગેરે માં મદદ કરે છે. આ ઉપરાંત રોજ બરોજ ના કામો, ચાલવું, બોલવું, સૂવું, બેસવું, વજન ઊઠાવું, સીઢી ચઢવી, કમ્પ્યુટર પર ટાઇપ કરવું વગેરે.  તે ઉપરાંત વિચારવા માટે પણ ઉર્જા ની જરૂર પડે છે. આ બધા માં જે ઉર્જા વધે છે તેનાથી શરીર માં ફેટ જમા થાય છે. જ્યારે શરીર માં ઉર્જા ની જરૂર હોય છે ત્યારે આ ફેટ ના ઉપયોગ થી તે ઉર્જા માં કન્વર્ટ થાય છે. જેનાથી વ્યક્તિ નું જીવન ચાલતું રહે છે. જો કોઈ વ્યક્તિ જરૂરત કરતાં વધુ કેલરી લઈ રહ્યો છે, તો આ અતિરિક્ત કેલરી ધીરે ધીરે ફેટ માં કન્વર્ટ થાય છે અને તેનાથી ચરબી જમા થાય છે અને મોટપા નું કારણ થાય છે.

મોટાપો ઓછું કરવો અને ફિટ રહેવા માટે સૌથી જરુરી વાત

ઉપર દર્શાવેલ વાત પરથી તમને ખબર પડી હશે કે જો વ્યક્તિ જરૂરત કરતાં વધુ કેલરી લે છે તો અલગ થી ફેટ જમા નથી થતી. અને તમે ફિટ રહેશો. અને સ્વસ્થ રહેશો. એટલે વજન ઘટાડવા માટે કેલોરિસ કંટ્રોલ કરવામાં માટે કારગર ઈલાજ છે. આ ઉપરાંત વજન ઘટાડવા માટે કસરત પણ ખૂબ જરુરી છે. કસરત કરવાથી જમા ફેટ ને સ્વસ્થ રીતે બર્ન કરી શકાય છે. જેનાથી ધીરે ધીરે ફેટ ખતમ થતું જશે. અને શરીર પોતાના સાચા શેપ માં આવી જશે.

એક દિવસ માં કેટલી કેલરી ની જરૂરત હોય છે.?

એક દિવસ માં તમને કેટલી કેલરી ની જરૂર હોય છે એ ઘણી બાબત પર નિર્ભર કરે છે. જેમ કે તમારી ઉમર, તમારું વજન, તમારું કામ, જીવનશૈલી અને સ્વાસ્થ્ય વગેરે. હેલ્થ લાઇન ને અનુસાર 19 થી 25 વર્ષ ના એક્ટિવ યુવા વ્યક્તિ ને એક દિવસ માં 2800 કેલરી ની જરૂરિયાત પડે છે. 26-45 વર્ષ  ના વયસ્ક પરુષ જે થોડું ઘણું એક્ટિવ કરે છે તેમને 2100 કેલરી ની જરૂરિયાત પડે છે. તેવી જ રીતે 18-25 વર્ષ ની મહિલા માટે 2200 કેલરી જરૂર પડે છે. 26-50 વર્ષ ની મહિલા માટે 2000 કેલરી ની જરૂર પડે છે.

આ જરૂરત રોજ બરોજ ના કામ કરતાં વ્યક્તિ માટે છે. જો વ્યક્તિ વધારે ઍક્ટિવ રહે છે. તો તેના શરીર ની જરૂરત પ્રમાણે તેને વધુ કેલરી ની જરૂર પડે છે. જરૂરત કરતાં ઓછી કેલરી પણ નુકશાન કારક છે.

કેલરી કંટ્રોલ કેવી રીતે કરશો?

હવે વાત આવે છે કે કેલરી ને કંટ્રોલ કેવી રીતે કરશો. સામાન્ય રીતે ફૂડ માં કેટલી કેલરી હોય છે તે આપણે નથી જાણતા. અને ન તો ખાતા સમયે આપણે આ વાત નો ખ્યાલ આવે છે. તમે બજાર માથી કોઈ પણ ખાવાનું પેકેટ લો છો તો તેની પર “ન્યુટ્રિશન વેલ્યુ” લખેલી હશે. આ ન્યુટ્રિશન વેલ્યુ વાળા બોક્સ માં કાર્બોહાયડ્રેટ, પ્રોટીન,ફેટ વગેરે વિશે લખેલું હોય છે. ઘણી એવી પ્રોડક્ટ હોય છે કે બંધ હોય છે જેમાં કેટલી કેલરી હોય છે તે આપણને ખબર નથી હોતી. એટલે તમને આજે કેલરી ગણવાનું પણ બતાવીશું.

કેવી રીતે જાણશો કે કઈ વસ્તુ માં કેટલી કેલરી છે.

સૌથી પહેલા તો એ જાણી લો કે કેલરી છે શું. કેલરી એ ઉર્જા ને માપવાનું નું માપક છે. 1 gm પાણી નું તાપમાન 1 Celsius સુધી વધારવામાં જેટલી ઉર્જા ખર્ચ થાય છે તેને આપણે એક કેલરી કહીએ છીએ. આ તો થઈ વૈજ્ઞાનિક વાત. પણ ખાવા-પીવા ની વાત માં કેલરી જોવા માટે તેની પર કાર્બોહાયડ્રેટ, પ્રોટીન,ફેટ વગેરે ની જાણકારી હોવી જોઈએ. આ જાણકારી તમને ઇન્ટરનેટ પર થી ખબર પડી જશે.તમે નીચે બતાવેલ પ્રમાણે ગણતરી કરી શકો છો.

  • 1 ગ્રામ કાર્બોહાઇડ્રેટ (કાર્બ્સ) = 4k cal
  • 1 ગ્રામ પ્રોટીન = 4 k cal
  • 1 ગ્રામ ચરબી = 9 k cal

આ આધારેતમે જાણી શકો છો કે ખોરાકમાં કેટલી કાર્બો, પ્રોટીન અને ચરબી હોય છે, તે પર થી તમને ખ્યાલ આવશે કે તેને ખાવાથી તમને કેટલી કેલરી મળશે. ચાલો આને ઉદાહરણથી સમજીએ. જેમ કે તમે વેફર નું પેકેટ લીધું છે, જેમાં 11 ગ્રામ ફેટ , 17 ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને 1 ગ્રામ પ્રોટીન હોય છે. હવે તમારે  એ જાણવું જોઈએ કે વેફર ના આ પેકેટ ખાવાથી તમને કેટલી કેલરી મળશે.

  • 11 ગ્રામ ચરબી એટલે કે 11x 9 k cal = 99 k cal
  • 17 ગ્રામ પ્રોટીન એટલે કે 17x 4 k cal  = 68 k cal
  • 1 ગ્રામ પ્રોટીન એટલે કે 1x 4 k cal  = 4 કેk cal
  • જો આપણે ત્રણેય ઉમેરીએ – 99 k cal  + 68 k cal  + 4 k cal = 171 k cal

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment