જાણો કોરોના વાયરસ કેટલા દિવસ સુધી રહી શકે છે જીવિત

કોરોના વાઇરસનો ચેપ ભારત સહિત સંક્રમણ 100થી વધારે દેશોમાં ફેલાઈ ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી ઘોષિત કરી છે. ભારતમાં કોરોના વાઈરસના કારણે કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ ભારતનો પહેલો કિસ્સો છે. આ વાયરસ ખુબ જ ઝડપી રીતે અને માણસથી પશુ-પ્રાણીઓમાં અને તેવી જ રીતે પશુ-પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. આ વાઈરસ હવાથી અને સરફેસથી પણ લોકો સુધી પહોંચી રહ્યો છે.

જેના કારણે લોકો જાહેર જગ્યાઓએ કઈ પણ વસ્તુને અડતા પહેલાં પણ સો વાર વિચાર કરી રહ્યા છે. જર્નલ ઓફ હોસ્પિટલમાં ગયા સપ્તાહે પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં કોરોના વાઈરસ સાથે સંકળાયેલી  જોડાયેલી ખાસ અને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વાઈરસ કયા સરફેસ પર કેટલા સમય સુધી જીવતો રહી શકે છે તેની સચોટ માહિતી આપવામાં આવી છે.

મેગેઝીનના અહેવાલ પ્રમાણે, કઈ વસ્તુના સરફેસ પર કોરોના વાઈરસ કેટલીવાર સુધી ટકશે તે તેના તાપમાન પર આધારિત હોય છે. તો જાણો કે, કોઈ જગ્યાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય તો કોરોના વાઈરસ અલગ અલગ સરફેસ પર કેટલીવાર સુધી જીવતો રહી શકે છે.

સ્ટીલ સરફેસ પર કોરાના વાઈરસ બે દિવસ સુધી રહી શકે છે. બસ અથવા મેટ્રોમાં પેસેન્જર સપોર્ટ માટે સ્ટીલના પૉલ બનાવવામાં આવ્યા હોય છે. હાલના સમયે આવી જગ્યાઓ ઈન્ફેક્ટેડ હોઈ શકે છે. તેથી જાહેર જગ્યાઓ પર આવી કોઈ પણ વસ્તુઓને ન અડવાની સલાહ આપવામાં આવે છે.

કાચ અથવા લાકડાની સરફેસ પર કોરોના વાઈરસ ચાર દિવસ સુધી એક્ટિવ રહી શકે છે. એટલે કે જો તમે ચાર દિવસ પછી પણ તે કાચ અથવા લાકડાથી કોરોના વાઈરસના સંપર્કમાં આવશો તો તમને ઈન્ફેક્શન થઈ શકે છે.

મજબૂત પ્લાસ્ટિક અથવા માટીના વાસણોની સરફેસ પર કોરોના વાઈરસ 5 દિવસ સુધી જીવતો રહી શકે છે. SARS ફેમિલીના વાઈરસ એલ્યુમીનિયમ પર 2-8 કલાક સુધી જીવીત રહી શકે છે. આ સિવાય રબડ અથવા રબડથી બનેલી કોઈ વસ્તુ પર કોરોના વાઈરસ ઓછામાં ઓછા 8 કલાક સુધી જીવતો રહી શકે છે.

એક અન્ય રિપોર્ટ પ્રમાણે કોરોના વાઈરસની ઝપટમાં આવ્યા પછી વ્યક્તિનું 37 દિવસમાં મૃત્યુ થઈ શકે છે. તાવ અને ગળામાં સોજાથી શરૂ થતો આ વાઈરસ ખૂબ ઝડપથી વ્યક્તિના ફેફસાને ખરાબ કરી દે છે અને તેને મૃત્યુ તરફ લઈ જાય છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસનો શિકાર થતા પીડિત વ્યક્તિને ઓછામાં ઓછા 14 દિવસ આઈસોલેશનમાં રાખવો જરૂરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *