છૂટાછેડા થયા પછી પુરૂષની હાલત કંઈક આવી થાય છે, પાંચ મિનીટમાં અગાઉથી જ જાણી લેજો

‘યાદશક્તિનો આધાર મેરેજ લાઈફ પર રહેલો છે.’ આ વાક્ય વાંચીને કદાચ ખોટું લાગતું હશે પણ આ એકદમ સો ટકા સત્ય વાત છે. કારણ કે, યાદશક્તિની પરખ કરવા માટે સંશોધકોએ પ્રયોગ કર્યા અને તેની ઉપરથી તારણ લઈને માહિતી જણાવી કે યાદશક્તિનો આધાર ‘મેરેજ લાઈફ’ ઉપર રહેલો છે. એટલે જ સંશોધકોએ જણાવ્યું કે પુરૂષના છૂટાછેડા થઇ જાય પછી યાદશક્તિ સાથે કંઈક આવું થાય છે. પણ કંઈક એટલે શું? શું  પુરૂષ મેન્ટલ થઇ જાય છે? આ જાણકારી જાણવા માટે આ લેખને વાંચવાનું ભૂલશો નહીં.

મિશિગન યુનિવર્સિટીના વૌજ્ઞાનિકોએ ૧૫,૩૭૯ લોકો પર રિસર્ચ કર્યું હતું. જેમાં કુંવારા અને વિવાહિત બંને પુરૂષો પર પ્રયોગ કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રયોગના અંત સાબિત થયું હતું કે, છૂટાછેડા લેવાથી પુરૂષના દિમાગને એક પ્રકારની બીમારી લાગે છે.

પુરૂષના જીવનમાં તેના પાર્ટનરનું ઘણું મહત્વ હોય છે. પાર્ટનર લાઈફને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે. સાથે એ જીવન જીવવાનો એક આધાર છે અને એ આધાર થકી પુરૂષ તેના જીવનને સારી રીતે વિતાવી શકે છે. પણ જયારે પુરૂષના જીવનમાં છૂટાછેડાનો કિસ્સો બને ત્યારે પુરૂષ માનસિક ભાંગી પડે છે અને તેની યાદશક્તિ પણ કમજોર થવા લાગે છે.

છૂટાછેડા બાદ ૧૪ વર્ષની અંદર પુરુષ ‘મેમરી રોબિંગ ડિસઓર્ડર’થી પીડાય છે. જે પુરૂષની યાદશક્તિ એકદમ મજબૂત હોય તે છૂટાછેડાના દૌરમાંથી પસાર થાય ત્યારે તે મેન્ટલી મેમરી રોબિંગ ડિસઓર્ડરથી પીડાય છે અને દિવસે દિવસે પાર્ટનરના વિચારમાં ડૂબતો રહે છે; પરિણામે અન્ય કોઈ કામમાં ધ્યાન આપી શકતો નથી. જેને લીધે યાદશક્તિ નબળી પડે છે.

વિવાહિત જીવનમાં અથવા પ્રેમી સાથેના જીવનમાં આવી કોઈ તકલીફ જોવા મળતી નથી. વિવાહિત લોકોના સ્વાસ્થ્ય પણ મોટાભાગના કેસમાં સ્વસ્થ હોય છે. જયારે એકલતાથી પીડિત લોકો પણ યાદશક્તિની બીમારીથી પીડાતા હોય છે અને વારેવારે ભૂલી જવાની સમસ્યામાંથી પસાર થાય છે. યાદશક્તિને લઈને આ પ્રયોગ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૪ સુધી ૧૫,૩૭૯ થી વધુ લોકોમાં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તારણ નીકળ્યું હતું.

પુરૂષો છૂટાછેડા બાદ યાદશક્તિની તકલીફથી પીડાય છે એ માત્ર ભારતમાં જ છે આવું નથી!! પણ એ સિવાય બ્રિટનમાં ૮.૫૦ લાખ લોકો અને અમેરિકામાં ૫૭ લાખ લોકો ડિમેન્શિયાથી પીડિત છે. આ આંકડો કહે છે કે, પ્રેમ અને પ્રેમીની જિંદગીમાં કેટલું મોટું મહત્વ છે…

નવી માહિતીના અપડેટ મોબાઈલમાં સૌથી પહેલા મેળવવા માટે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close