તમારે મફતમાં અવકાશમાંથી ભારત કેવું દેખાય છે? એ જોવું હોય તો આ રહી માહિતી…

અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટરો આવ્યા. જેમાં બ્રમ્હાંડ વિશેની ઘણી માહિતી હતી. ગ્રહો, ઉપગ્રહો, તારા, ઉલ્કા, આકાશગંગા વગેરે..વગેરે. થોડું ઘણું જાણ્યું પણ એ જ વિષયમાં જો વધુ માહિતી લેતા રહીએ તો વાંચતા જ રહીએ એવું મન થાય. એકદમ રસપ્રદ વાતો હોય છે બ્રમ્હાંડને લગતી. ટેકનોલોજીની મદદથી ચાલતા સેટેલાઈટ પણ હાલ ઉપલબ્ધ છે. એ કેવી રીતે કામ કરતાં હશે? આવા તો ઘણાં મનમાં પ્રશ્નો છે. એ બધામાં એક પ્રશ્ન તો મનમાં જરૂર ઉઠે કે, આકાશમાંથી ભારત કેવું દેખાતું હશે?

Image Source : Media Store House

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમેને પણ આજ પ્રશ્ન મનમાં આવ્યો અને તમારી સમક્ષ આ આર્ટીકલને રજુ કર્યો. તો આગળનું વાંચન ખૂબ રસપ્રદ માહિતીથી ભરપુર છે અને વળી એ તો ખરૂ જ કે, આપણા મનમાં આવેલ પ્રશ્નનાં જવાબ માટે તમે રેડ્ડી છો….

આ આર્ટીકલ સાથે તમારે થોડું કાલ્પનિક વિચારવું પડશે. કેમ કે, તો જ દિમાગમાં ચિત્ર તૈયાર થશે. જેથી ખૂબ સારી રીતે આ માહિતીને સમજી શકાય.

આપણે અત્યારે છીએ પૃથ્વીથી દુર. એ પણ આવકાશમાં અને જે સમુદ્ર સપાટીથી ૪૦૮ કિલોમીટર દુર છે. જેમ સમુદ્ર તળથી દુનિયાની સૌથી ઊંચું બિલ્ડીંગ બુર્જ ખલીફા ૮૨૮ મી. ઉંચી છે. દુનિયાનું સૌથી ઊંચું ઉંચાઈવાળું એવરેસ્ટ પર્વત ૮૮૪૮મી. ઊંચું છે. પેસેન્જર હવાઈ જહાજ ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ મી. ઉંચાઈ સુધી ઉડી શકે છે.

તેનાથી વધુ પૃથ્વીથી દુર જતા ઓઝોન સ્તર શરૂ થઇ જાય છે. પૃથ્વીની ધરતીથી ૫૦,૦૦૦મી. એ સ્તર શરૂ થઇ જાય છે. એવી રીતે પૃથ્વીથી ૧૦૦ કિમી દુર ૯૫% વાતાવરણ ખતમ થઇ જાય છે અને અહીંથી થાય છે સ્પેસની શરૂઆત.

એ પૃથ્વીથી લગભગ ૪૦૮ કિમી દુર ઇન્ટરનેશનલ પ્લેય સ્ટેશન ફરતું હોય છે. હે બધા પ્રકારના વાતાવરણથી વિખૂટું હોય છે.

તો રોમાંચક વાતોની સફર હવે શરૂ થશે. મતલબ કે એ પ્લેય સ્ટેશનથી આપણું ભારત કેવું દેખાતું હશે? એ પ્રશ્નનો જવાદ મજેદાર છે હો…

Image Source : Twitter

અવકાશમાંથી હિંન્દ મહાસાગરનો ભાગ દેખાય છે. તેથી આગળ જોઈએ તો ઉતરપૂર્વ ભારત. જ્યાંથી હિમાલય પર્વતમાળા દેખાય છે. ઉતરપ્રદેશ, બિહાર, રાજસ્થાનનો પણ અમૂક હદનો ભાગ દેખાય છે. પશ્ચિમ સાઈડનો પણ મહદઅંશ દેખાય છે. અને ખાસ ગુજરાતનો સહેજ ભાગ જ દેખાય છે.

Image Source : WikiMedia

અવકાશમાંથી જયારે ભારતને જોવામાં આવે ત્યારે હિમાલયની પર્વતમાળા દેખાય છે. એ પણ સાવ સાફ. જે ભારતનાં ૩૫ ટકા હિસ્સો કવર કરે છે. ત્યાંથી તસ્વીર લેવામાં આવે તો દેખાય કે, અહીંથી હિમાલયે ભારતને બરફથી ઢાંકીને રાખ્યું હોય.

ખાસ વાત કરીએ તો રાત્રીનાં સમયમાં સ્પેસ એટલે કે અવકાશમાંથી લીધેલ તસ્વીરને જોઈએ તો નક્કી કરવું મુશ્કેલ થઇ જાય છે. પણ ફિલ્મ નગરી મુંબઈની વાત કંઈક અલગ છે. અવકાશમાંથી મુંબઈને જોતા રાત્રીનાં સમયની લાઈટોથી ચમકીલો વિસ્તાર દેખાય છે. એ જ રીતે બીજા ત્રણ શહેરો બેંગલોર, હૈદરાબાદ અને ચેન્નાઈ પણ લાઈટોની રોશનીથી ચમકતું દેખાય છે.

Image Source : NASA

દિલ્હી શહેરની વાત કરીએ તો એક મોટો એવો વીજળીનો બલ્બ હોય તેવો ભાસ થાય છે. એમ ગુજરાતમાં આવેલ અમદાવાદ પણ ખુબ સુંદર ચમકતું દેખાય છે. નાસાએ એક વિડીયો બનાવ્યો છે જેમાં ચોમાસા દરમિયાન જે વીજળી થાય છે તે સાફ અવકાશમાંથી દેખાય છે. એટલે કે, અવકાશમાંથી હીરા જેવી ચમક લપકારા કરતુ હોય એવું દ્રશ્ય દેખાય છે.

વધુ થોડું વિસ્તરણ કરતાં જોઈએ તો ઉપરથી ધરતી પરનું ભારત જોતા એક મોટી જગમગતી લાઈન દેખાય છે. જે લાઈનની જમણી બાજુ રાજસ્થાન છે અને ડાબી બાજુ પાકિસ્તાનનો વિસ્તાર આવેલ છે.

અમે આ આર્ટીકલમાં શક્ય તેટલું સમજાવવાની કોશિષ કરી છે. નાસાની ટેકનોલોજીની મદદથી જે રીપોર્ટ તૈયાર થયા છે, તે માહિતીનું વર્ણન કરે છે.

તો છે ને મજેદાર..!! એકવાર તો એવું મન થઇ જ જાય કે, અવકાશમાંથી ભારતને નિહાળવું. પણ શું કરીએ બધા માટે આ શક્ય નથી બની શકતું. તો હાલ આપણે આ આર્ટીકલની માહિતીથી સંતુષ્ટ થવું પડે એમ છે અને આવી જ નવી માહિતીનો ભંડાર અમે ફરી લાવતા રહીશું. તો “ફક્ત ગુજરાતી” ના આ પેઇઝને અત્યારે જ લાઇક કરો. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *