અંતે, ઇંગ્લેન્ડ કઈ રીતે પહોંચ્યો ભારતનો કીમતી હીરો કોહિનૂર??જાણો આગળ

Image Source

ભારતની શાન કોહિનૂર હીરાની શોધ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ગુંટુર જિલ્લામાં આવેલ ગોલકુંડાની ખાણમાં થઈ હતી. જ્યાંથી દરિયાઈ નુર અને નુર ઉન ઈન જેવા વિશ્વ પ્રસિદ્ધ હીરા પણ નીકળ્યા હતા, પરંતુ આ કોહિનૂર હીરો ખોદકામ વખતે ક્યારે બહાર આવ્યો તેની ઇતિહાસમાં કોઈ જાણકારી નથી. એવી માન્યતાઓ છે કે આ હીરો શાપિત છે પરંતુ તે 13 મી સદીનો છે. આ હીરાનું વર્ણન પવિત્ર નામમાં જોવા મળે છે જેના પ્રમાણે 1294 ની આસપાસ આ હીરો ગ્વાલિયરના કોઈ રાજાની પાસે હતો. આ હીરાની ઓળખ 1306 માં મળી, જ્યારે તેને પહેરનાર વ્યક્તિએ લખ્યું કે જે પણ વ્યક્તિ આ હીરાને પહેરશે તે સંપૂર્ણ દુનિયા પર રાજ કરશે. પરંતુ તેની સાથે તેના દુર્ભાગ્ય પણ શરૂ થઈ જશે અને જો આપણે ત્યારથી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો કહી શકીએ છીએ કે તેની વાત અમુક હદ સુધી ઘણી સાચી પણ હતી.

14 મી સદીની શરૂઆતમાં કાક્તીય વંશની પાસે આવ્યો અને તેની સાથે 1083 ઇસ્વી થી શાસન કરી રહેલ કાક્તીય વંશના ખરાબ દિવસો શરુ થઈ ગયા અને 1323 માં તુગલક શાહ સાથે પેહલી લડાઈમાં હાર સાથે કાકતીય વંશ સમાપ્ત થઈ ગયો. કાકતીય સામ્રાજયના પતન પછી આ હીરો 325 થી 1351 ઇ.સ. સુધી મોહમ્મદ બિન તુગલકની પાસે રહ્યો અને 16 મી સદીના મધ્ય સુધી તે અલગ અલગ મુગલ બાદશાહની પાસે રહ્યો અને પછી બધાનો અંત એટલો ખરાબ થયો જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. શાહજહાં એ આ કોહિનૂર હીરાને તેના મયુર સિહાસનમાં ચડાવ્યો પરંતુ તેનો આલીશાન અને ખૂબ ચર્ચામાં રહેલ શાસન તેના પુત્ર ઔરંગઝેબના હાથમાં જતું રહ્યું. તેની પત્ની મુમતાઝનું અવસાન થઈ ગયું અને પછી તેના દીકરાએ તેનાજ મહેલમાં તેને નજર કેદ કરી દીધા.

Image Source

17 થી 39 માં ફારસી શાસક નાદિર શાહ ભારત આવ્યો અને તેણે મુગલ સલ્તનત પર આક્રમણ કર્યું. આ રીતે મુગલ સલ્તનતનું પતન થઈ ગયું અને નાદિર શાહ તેની સાથે તખતે તાઉ અને કોહિનૂર હીરાને પર્શિયા લઈ ગયો અને તેણે તે હીરાનું નામ કોહિનૂર રાખ્યું. 1747 ઈ.સ. માં નાદિર શાહનું મૃત્યુ થયુ અને કોહિનૂર હીરો અફઘાનિસ્તાન શહેનશાહ અહમદ શાહ દુરાની પાસે પહોંચી ગયો અને પછી તેના મૃત્યુ પછી તેના વંશજ શાહ સુજા દુરાની પાસે પહોંચ્યો. પરંતુ થોડા સમય પછી મોહમ્મદ શાહ એ શાહ સુજાને પદભ્રષ્ટ કરી દીધો. 1813ની ઈ.સ. માં અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ શાસક કોહિનૂર હીરાની સાથે લાહોર પહોંચ્યો, તેણે કોહિનૂર હીરાને પંજાબના રાજા રણજીત સિંહને આપ્યો અને તેના બદલે રાજા રણજીતે શાહ સુજાને અફઘાનિસ્તાનનું રાજસિંહાસન પાછુ અપાવ્યું. તો આ રીતે કોહિનૂર હીરો ભારત પાછો આવ્યો.

કોહિનૂર હીરો આવ્યાના થોડા વર્ષો પછી મહારાજા રણજીત સિંહનું મૃત્યુ થયું અને અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને તેના તાબે કરી લીધું અને તેની સાથે તે હીરો બ્રિટિશ સરકારનો ભાગ બની ગયો. મહારાણી વિક્ટોરિયાને હીરો શાપિત થવાની વાત જણાવી અને તેણે 1852 માં હીરાને તેના તાજમાં જડાવી લીધો અને તે તાજને પહેરવા લાગી અને તેણીએ વસિયતનામું પણ કર્યું કે આ તાજને હંમેશા સ્ત્રી જ પહેરી શકે છે. જો કોઈ પુરુષ અંગ્રેજોનો રાજા બને છે તો તે તાજ તેના બદલે તેની પત્ની પહેરશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment