છોકરીઓ પોતાના જીવનમાં મજબૂત કઈ રીતે બની શકે છે? જાણો તેની આ 6 રીતો

Image Source

મિત્રો આ લેખમાં સ્પષ્ટ કરવામાં આવશે કે છોકરીઓ સ્વાવલંબી તેમજ આત્મવિશ્વાસી જીવન કેવી રીતે જીવી શકશે, કેવી રીતે તે પુરૂષ પ્રધાન સમાજમાં તેના પર આધાર રાખ્યા વગર પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે, કેવી રીતે અબળા માંથી સબળા બની શકે છે.

Image Source

૧. પોતાની સુરક્ષા પોતાના હાથમાં:

  • મરચા સ્પ્રે, છુપાયેલા બ્લેડ અથવા નોઝલ ચાવીનો ગુચ્છો અને સિમ્પલ ફીચર ફોન જેમાં સ્થાનિક પોલીસ, પડોશીઓ અને મકાનમાલિક સહિતના પરિવારજનોના મોબાઇલ નંબરો એવી રીતે ગ્રુપમાં હોય કે એક એસ.એમ.એસ મોકલતા બધાને ગ્રુપ એસ.એમ.એસ રૂપે એક વારમાં મળી જાય.
  • અજાણ્યા લોકો સાથે બિન જરૂરી સંપર્કો વધારવા નહીં, પરિચિત પુરુષો સાથે પણ વ્યક્તિગત સંપર્કો રાખવા નહીં. ઉંમર ગમે તેટલી હોય દરેક ને સંબોધન ભાઈ, કાકા, મામા વગેરે કહીને બોલાવવા. કપડા તેમજ વ્યવહાર પણ યોગ્ય હોવા જોઈએ. તમને સાયકલ તેમજ સ્કુટી બંને ચલાવતા આવડવું જોઈએ.
  • અઠવાડિયામાં એક વાર બંને ચલાવવું જેથી અભ્યાસ થતો રહે. ક્યારે, કઈ સમસ્યા કયા રૂપે આવે તે કોઈ જણાવી શકતું નથી. ત્યારે રસ્તામાં ઉભેલી કે ખૂણામાં પડેલી ધૂળ ચડેલી સાયકલ પણ મુશ્કેલીના સમયમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Image Source

૨. તમારી કુશળતા નિખારો:

  • એક તો બેરોજગારી હંમેશા રહેતી સમસ્યા છે, આ ઉપરાંત પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓનું સામાજિક જીવન એટલું આરામદાયક નથી રહેતું. તેમજ આ સિવાય મહિલાઓની શારીરિક સંરચના તેમજ દિનચર્યા પણ એવી હોય છે કે સામાન્ય નોકરી સંબંધિત કામકાજમાં પણ ઘણીવાર અવરોધો આવવાની સંભાવના થોડી તો રહે જ છે.
  • આ દરેક સમસ્યાઓનો સસ્તો- સુંદર – ટકાઉ ઉપાય એ છે કે તમારામાં રહેલી જન્મ જાત ક્ષમતાઓમાં સુધારો કરો. જેમ કે બાળપણમાં ચિત્રકળા, શિલ્પકળા કે કંઈક બીજું ગમતું હોય તો હવે તેને વ્યાવસાયિક કારકિર્દી આપવામાં આવી શકે, જો જરૂરી હોય તો સંબંધિત કારીગરો તેમજ નિષ્ણાંતો પાસેથી અમુક દિવસો કે કલાકોની ઔપચારિક અનૌપચારિક કુશળતા પણ મેળવી શકાય છે.
  • ગ્રાહકોને સૂચિબદ્ધ કરીને તમારી સંભવિતતા વિશે જાગૃત કરી શકાય છે, સ્થળે સ્થળે અને સમયે સમયે પ્રદર્શનો યોજી શકાય છે. નિર્માણ કાર્યો વગેરે માટે ઓર્ડર લઈ શકાય છે, તમે તમારૂ વિઝિટિંગ કાર્ડ્સ બનાવી શકો છો.
  • કપડા સીવવાથી માંડીને નાના બાળકોને ભણાવવા સુધી એવું ઘણું બધું છે જે સરળતાથી થઈ શકે છે અને આ ક્ષેત્રોમાં વધુ ગ્રાહકો શોધવાની જરૂર પણ નથી પડતી,આમ પણ કોરોનાને કારણે કારીગરોની ખૂબ જ અછત જોવા મળે છે. જેમ કે ઘણી દુકાનોમાં અને કારખાનાઓમાં કારીગરો મળતા નથી. તો ત્યાંના માલિકોનો સંપર્ક કરીને પ્રસ્તાવ રજૂ કરી શકાય છે કે તમે તમારા પોતાના ઘરેથી માલ તૈયાર કરીને તેમને આપી શકો છો.
  • નવીનતાના દ્વાર ખોલી શકો છો, જેમ કે રંગબેરંગી અથવા પતંગિયાઓ અથવા પાન જેવા ફેસ માસ્ક, નારિયેળ, ફળ ફૂલની આકૃતિ વાળા ડિઝાઇનર પર્યાવરણ અનુકૂળ થેલા તેમજ સિલાઈ દ્વારા ફૂલ પાનના ભરતકામ કરેલા રૂમાલ તૈયાર કરી શકો છો, છોડની હોમ ડિલિવરી કરાવી શકો છો, જેનાથી નવા ગ્રાહકો આકર્ષાયને તમારી કમાણી વધારી શકે છે.

૩. જો લગ્ન કરો તો જીવનસાથી તેમજ કુટુંબની પસંદગી નિશ્ચિત માપદંડમાં કરો:

  • આ વિષયમાં, તમારે ‘પૂર્વ-લગ્ન પરામર્શના લાભો’ નામનો લેખ જરૂર વાંચો. જીવન તમારું છે, તેનો સામનો તમારે કરવો છે, તેથી સમગ્ર તપાસ પણ તમારા સ્તર પર કરો. શક્ય હોય તો વરરાજાના 6-મહિનાનું બેંક-નિવેદન, મોબાઇલ-મેસેંજર, ઇમેઇલ્સ વગેરે જુઓ (જો તેને તેમાં વાંધો હોય, તો તમારે શા માટે તેની સાથે લગ્ન કરવા પડે).
  • પૈસા અને પ્રતિષ્ઠાથી ઉપર વિચારો. છોકરાના અંગત ભૂતકાળને પ્રામાણિક રીતે શોધો. તેની પાસે પ્રતિજ્ઞા લેવડાવો. ભવિષ્યમાં તેની ભટકવાની સંભાવના ઉપર ધ્યાન આપો. તેની માનસિકતા લગ્ન પહેલા તમે સારી રીતે જાણી લો.

Image Source

૪. કેટલું સહન કરવું:

  • સ્ત્રી હોય અથવા પુરુષ સહનશીલ તો હોવું જ જોઈએ, પરંતુ કેટલું અને શું શું સહન કરવું તેનું ધ્યાન રાખવું. તમારા દેખાવ વગેરે પર કોઈ ટીકા ટિપ્પણી કરે તો તે હજી પણ સહન કરી શકાય છે, મૂર્ખતાને અવગણી શકાય છે, પ્રતિક્રિયા આપીને વાતો શા માટે વધારવી, સામેવાળા પોતાની જાતે ચૂપ થઈ જશે. દેખાવ જેવી બાબતો આમ પણ મહત્વપૂર્ણ હોતી નથી, મુખ્ય તો મન છે.
  • તમારે ખરાબ લગાવવાની કોઈ જરૂર નથી પરંતુ જો કોઈ તમારો પીછો કરે અથવા તમારો ફોન નંબર અથવા તમારો ફોટો મેળવવા ઇચ્છે તો સ્પષ્ટ ના કહેવી. જરૂર પડે તો પોલીસ ફરિયાદને ટાળવી નહીં.
  • દરેકને મોબાઇલ નંબર ન આપો, મોબાઈલ મેસેજિંગ દ્વારા વારંવાર પુરુષ સંપર્કો વધારતા અને પછી ગુનાહીત ઘટનાઓ કરતા હોવાનું જોવા મળે છે. શરૂઆતમાં તો દરેક ‘સીધા’ દેખાય છે. ખાસ કરીને ઇન્ટરનેટની સુલભતાને કારણે પુરુષોની માનસિકતા વધારે ખરાબ થઈ ચૂકી છે જેને તેઓ સુધારવા પણ માગતા નથી.

૫. તમારા જીવનમાં ઉપયોગમાં આવતા નિષ્ણાંતોને સંપર્ક સૂચિમાં રાખો:

  • સ્ત્રીરોગચિકિત્સક, એમપી ઓનલાઇન કિઓસ્ક અથવા ઇન્ટરનેટ બાબતોના નિષ્ણાત કે જે ફક્ત તમારા કહેવા પર તાત્કાલિક રિઝર્વેશન વગેરે કરી શકે છે , જો તમે કોઈ પણ સમયે બહાર જવા માંગતા ન હોય કે બહાર જવા ન ઈચ્છતા હોય તો, ત્યારે કરિયાણા અને અન્ય સામગ્રી ઘરે પહોંચાડી શકે.
  • આવા લોકોના ટેલીફોન નંબર, વિવિધ વિશેષજ્ઞીય સેવાઓના ટોલ ફ્રી નંબર, 2-3 ઓટો વાળા, નજીકના બસ સ્ટેશન, અન્ય સ્થાનીય લોકોની સંપર્ક વિગતો જેથી જરૂરીયાત અને કટોકટીના સમયે સંપર્કો શોધવા માટે રખડવું ન પડે. તેને મોબાઈલમાં રાખવાની સાથે એક કાગળમાં પણ રાખો.

૬. સ્ત્રીઓ પ્રત્યે તમારા વલણમાં પણ સુધારો કરો:

  • તમે ‘પુત્રી હોવાના ફાયદા’ એ લેખ વાંચી શકો છો. પોતાને અસમર્થ ન સમજો. અન્ય સ્ત્રીઓને નબળી માનવાની ભૂલ ન કરો. સ્ત્રીભૃણ હત્યાનું મૌન સમર્થન ન કરવું અથવા છોકરીને ઓછી આંકવાની ભૂલ ન કરવી. મહિલા સુરક્ષા જરૂરી છે પરંતુ આ જરૂરિયાતના પ્રયત્નમા સ્ત્રીઓને વિકાસ કરતા અટકાવશો નહીં.

૭. અહંકારી બનવું નહીં:

  • જો ખરેખર મદદની જરૂરત અનુભવો તો સામે વાળો પુરુષ હોય કે સ્ત્રી તેને આગ્રહ જરૂર કરો.”હું એકલી બધું સંભાળી લઈશ” નો અહંકાર દૂર કરો. જો બીજાની જરૂરતનો અનુભવ ન હોય તો પણ ટેલિફોન દ્વારા બીજાના સંપર્કમાં રહેવું જરૂરી બની શકે છે.
  • જેમ કે બીજા મહોલ્લાની આન્ટી, દૂધવાળા, કોલોની, ગામ, ગામના વડા, સરપંચ તેમજ અન્ય સક્ષમ વ્યક્તિ પણજેથી એવું ન બને કે સામાન્ય અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ તમારે તમારી ઓળખ સાબિત કરવી પડે, વર્ષો રહ્યા પછી પણ તમને વધારે લોકો જાણતા ન હોય.
  • જેમકે, આજકાલ શહેરોમાં જોવા મળે છે કે પાડોશીઓએ એક બીજાનો ચહેરો જોયો હોય છે પરંતુ બીજી કોઇ જાણકારી હોતી નથી. ક્યારેક જરૂરત પડવા પર મદદ માંગવી હોય અથવા મદદ કરવી હોય તો સામાન્ય ઓળખ નો અભાવ એક અવરોધ બની જાય છે.

તો મિત્રો, આ લેખ હતો તમારી છોકરીઓ પોતાના જીવનમાં મજબૂત કઈ રીતે બને. જો તમને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરો. તમારા મિત્રો અને સાથીદારો સાથે પણ શેર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment