લવિંગ કેવી રીતે અને કેટલું ખાવું જોઈએ, એક દીવસમાં કેટલું લવિંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Image Source

ખાસ કરીને લવિંગને ભારતીય મસાલા માં ઉપયોગમાં લેવામાં આવે છે.જે માત્ર ખાવાના સ્વાદને વધારતું નથી પરંતુ તેમાં ઉપસ્થિત ઔષધીય ગુણ પોષણના મૂલ્યને પણ વધારે છે.લવિંગ નું વૈજ્ઞાનિક નામ સિજિજીનિયમ અરોમૈટીકમ છે.આયુર્વેદમાં સદીઓથી લવિંગનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે. લવિંગ શરીરના સફેદ લોહીની કોશિકાઓ જે શરીરમાં બીમારીઓ સામે લડવા માટે જવાબદાર હોય છે.તે નિર્માણ કરવામાં સહાયક બને છે.

લવિંગની અંદર યુજેનોલ નામનું એક એલિમેન્ટ જોવા મળે છે.જે તણાવ અને પેટની સમસ્યાઓને દૂર કરવા માટે સહાયક થાય છે. લવિંગ પારકીસન જેવી ગંભીર બીમારીઓને લડવાની પણ ક્ષમતા રાખે છે. તેમાં વિટામિન ઈ, વિટામિન સી,વિટામિન એ, વિટામિન ડી, ફોલેટ,વિટામિન બી2, વિટામિન બી1, ઓમેગા 3 ફેટી એસિડની સાથે સાથે ઘણા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ જેવા આવશ્યક તત્વ પણ ઉપસ્થિત હોય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે લવિંગનું સેવન કેવી રીતે કરવાનું છે.અને કેટલું કરવું જોઈએ.

લવિંગનું સેવન કેવી રીતે કરવું

લવિંગનું સેવન કરવાની ઘણી બધી રીત છે. વધારે લોકો લવિંગનો સેવન મસાલાના રૂપમાં કરે છે.તેને આખું પણ ખાઈ શકાય છે.તથા લવિંગનું સેવન પાવડરના રૂપમાં પણ કરી શકાય છે. ત્યારે અમુક લોકો લવિંગનું તેલ બનાવીને પણ તેનો ઉપયોગ કરે છે.દરેક તકલીફ અને સમસ્યા અનુસાર અલગ અલગ રીતે લવિંગ નું સેવન કરી શકાય છે.

લવિંગ કેવી રીતે અને કેટલું ખાવું

લવિંગનું સેવન અલગ અલગ રીતે અને અલગ-અલગ માત્રામાં કરી શકાય છે.જેમકે,

लौंग के फायदे और नुकसान - Cloves Benefits and Side Effects in Hindi

દરરોજ ઉપયોગ

દરરોજ રાત્રે બે લવિંગ ચાવ્યા બાદ એક ગ્લાસ સામાન્ય ગરમ પાણી પીવાથી ઘણી તકલીફ ને તમે દૂર કરી શકો છો જેમ કે કબજિયાત, ઝાડા,એસીડીટી, ખાંસી, શરદી, વાઇરલ ઇન્ફેક્શન, બ્રોન્કાઇટીસ અને અસ્થમા.

ઈમ્યુનિટી બૂસ્ટર

લવિંગ ની અંદર વિટામીન સી એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.જે શરીરના સફેદ લોહી કોશિકાઓને વધારે છે.આ કોશિકાઓ શરીરની બીમારીઓને સામે લડવા માટે કામ કરે છે.તેથી દરરોજ સવારે બે લવિંગ નો સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે.

ગેસની સમસ્યા

જો તમને ગેસની સમસ્યા છે.તો એક કપ ઉકળતા પાણીમાં બે લવિંગ ને પીસીને નાખો અને જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને પીવો આમ કરવાથી ગેસની સમસ્યા ની સાથે સાથે બીજી પેટની સમસ્યાઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે.

દાંત નો દુખાવો

જો તમને દાંત ના દુખાવા નો અનુભવ થઈ રહ્યો છે.તો લવિંગ ને તમારા દાંતની વચ્ચે મૂકો. આમ કરવા માટે કોઇપણ પ્રતિબંધિત સમય નથી જ્યારે પણ તમને દુખાવાનો અનુભવ થાય ત્યારે તમે આ કરી શકો છો તેનાથી તમને આરામ મળી શકે છે.

દુર્ગંધ

લગભગ લોકોને સવારના સમયમાં મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા હોય છે.એવામાં બે લવિંગ અને ઈલાયચી ને ચાવો અમુક સમય સુધી આમ કરવાથી મોઢાની દુર્ગંધ થી છુટકારો મળી શકે છે.

પેટના કીડા

લવિંગ પેટના કીડા ને સમાપ્ત કરવા માટે સહાયક છે.પેટના કીડા ની સમસ્યા થવા પર અમુક દિવસ સુધી દરરોજ બે લવિંગને પીસી ને એક ચમચી મધની સાથે તેનું સેવન કરો આમ કરવાથી તમે પેટના કીડા ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

ગળામાં સંક્રમણ અને સોજો

જ્યારે પણ તમને ગળામાં ઇન્ફેક્શન અને સોજો આવી ગયો હોય ત્યારે તમે એક ગ્લાસ ગરમ પાણીની સાથે એક નાની ચમચી લવિંગનો પાવડર ઉમેરી ને તે પાણીથી કોગળા કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

હાડકા અને સાંધા નો દુખાવો

લવિંગ ની અંદર યુજેનોલ એલિમેન્ટ જોવા મળે છે.જે હાડકાને મજબૂત બનાવે છે.તેની માટે દરરોજ સવારે બે લવિંગ ખાવાથી હાડકા મજબુત થાય છે.અને સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.લવિંગમાં ઉપસ્થિત યુજેનોલ લિવરની કાર્યક્ષમતા ને અને પાચનક્રિયાને સુધારવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે.

એક દિવસમાં કેટલું લવિંગ ખાવું જોઈએ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર એક દિવસમાં દૈનિક ખોરાક શરીરના વજનના હિસાબમાં નિર્ધારિત હોય છે.પ્રતિ કિલો ઉપર પાંચ ગ્રામ લવિંગનું તેલ જણાવવામાં આવ્યું છે.ત્યાં નો પાવડર ૧ થી ૨ ગ્રામ કરવામાં આવો જોઈએ દરરોજ લવિંગનું તેલ ૧થી ૨ ટીપાં લઈ શકાય છે.તેનાથી વધુ લવિંગનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે..

લવિંગનું તેલ અથવા કોઈપણ એસેન્સિયલ તેલનું સેવન કોઈ વેજીટેબલ કેપ્સુલ અથવા જીલેટીન કેપ્સ્યુલમાં ડોક્ટરની દેખરેખમાં જ કરવું જોઈએ. અને ત્યાં જ બાળકોએ લવિંગના તેલનું સેવન કરવું જોઇએ નહીં તેની સાથે જ રક્તસ્ત્રાવ વિકારો અને ભવિષ્યમાં સર્જરી કરાવવા વાળા વ્યક્તિએ  લવિંગના તેલનો સેવન કોઈપણ રૂપમાં કરવું જોઈએ નહીં. ઔષધીય જડીબુટ્ટીઓ અને એસેન્સિયલ ઓઇલનું તમારી દિનચર્યામાં સામેલ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

લગભગ લોકો લવિંગને પોતાના ખોરાકમાં ઉપયોગમાં લે છે.જેને ખાધા જેનાથી ખાવાનો સ્વાદ વધે છે.જો તમે ખાવામાં લવિંગનો ઉપયોગ પહેલેથી જ કરી રહ્યા છો તો તમને કોઈ અન્ય સમસ્યા માટે લવિંગનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. તેની સાથે જો તમારે લવિંગથી કોઈ એલર્જી છે.તો તમે કોઈ પણ ગંભીર સમસ્યાથી પીડિત છો તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ લવિંગને પોતાના ડાયટમાં સામેલ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment