ઘરના બેડરૂમ માં હોટલ જેવી વ્યવસ્થિત ચાદર પાથરવા માટે બસ આ એક ટ્રીક વાપરો..

શું તમે ક્યારેય નોટીસ કર્યું છે કે જયારે તમે કોઈ હોટેલ માં જાવ છો ત્યારે હોટલના રૂમની ચાદરો કેટલી સરસ રીતે વ્યવસ્થિત અને સજાયેલી હોય છે? સરસ એકટક રીતે પાથરેલી ચાદર બેડરૂમ માં ચાર ચાંદ લગાવી દે છે. જયારે ચાદર પાથરીએ ત્યારે થોડીવાર સરસ અને વ્યવસ્થિત રહે છે, પણ જો કોઈ બેસે-ઉઠે કે સુવે તો એકદમ ચોળવાઈ જાય છે. એટલા માટે આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા ના છીએ જેમાં ચાદર પાથર્યા બાદ એકદમ સરસ રહશે અને ચોળાશે પણ ઓછી.

વ્યવસ્થિત રીતે ચાડ પાથરવાની આ ટ્રીક ને હોસ્પિટલ કોર્નર્સ કહેવાય છે. કારણકે મોટાભાગની હોસ્પિટલો માં પણ હોટલ જેવી સરસ એકટક ચાદર પાથરવામાં આવે છે, જેમાં દર્દીઓને સરખી રીતે સુવા બેસવામાં સરળતા રહે છે. આ ટ્રીકમાં કઈ વધારે ખાસ કરવા જેવું નથી, પણ બસ આ ટ્રીક વારંવાર ચોળાય જતી બેડશીટ ને ઠીક કરવામાં મદદ કરશે.

શું છે રીત?

બેડશીટ પાથરતી વખતે એવી રીતે પથરો કે તેના ચારેય બાજુના છેડા એકસરખા બહાર નીકળે. હવે ચાદરના એક ખૂણા થી શરુ કરો જેમાં ચાદરને ગાંઠ બાંધી શકો. આવી રીતે એક પછી એક ચારેય ખૂણે ગાંઠ બાંધી દો. ત્યાર બાદ આ ચારેય ખૂણા ને અંદર ની તરફ ખોસીને ચાદર નું બહાર લટકતું કપડું પણ ગાદલા નીચે સરખી રીતે દબાવી દો.

તમે ચાદરના છેડે જે ગાંઠ બાંધો છો તે ચાદરને તેની જગ્યાએ ફિક્સ કરી દે છે અને ગાદલા પર ફસકતી અટકાવે છે. આથી આવી ગાંઠ બાંધેલી ચાદર પર તમે બેસો કે ઊંઘો તો તે વધુ ચોળાતી નથી અને પાથરવામાં પણ આસાની રહે છે. આ આસાન ટ્રિક ટ્રાય કરી જુઓ, ચાદર વ્યવસ્થિત પાથરવાની ઝંઝટમાંથી તમને કાયમ માટે છૂટકારો મળી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *