સ્વાસ્થ્ય ની સાથે ત્વચા માંટે પણ ખૂબ જ ઉપયોગી છે મધ, થોડાક જ અઠવાડિયા માં મળશે રિજલ્ટ

Image Source

જ્યારે પણ તમે ફિલ્મ અભિનેત્રીઓને જુઓ છો ત્યારે તમે એકવાર વિચાર્યું જ હશે કે તેમની ત્વચા અને વાળ કેવી રીતે આટલા સ્વસ્થ રહે છે. તો ચાલો આપણે તમને જણાવી દઈએ કે સુંદરતા સાથે ત્વચાની ગ્લો જાળવવા માટે, તે ઘણાં મોંઘા ઉત્પાદનો અને ટ્રીટમેન્ટ લે છે, પરંતુ તમારે આ કરવાની જરૂર નથી, કારણ કે તમારા રસોડામાં એવી કોઈ પ્રાકૃતિક વસ્તુ છે કે જે તમને નેચરલ  અને ચમકતો  ચહેરો આપી શકે છે.

હળદર અને મધ નો માસ્ક

સામગ્રી :

 • એક ચમચી મધ
 • અડધી ચમચી હળદર

રીત:

 • એક વાટકા માં હળદર અને મધને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
 • પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને 10 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
 • થોડા દિવસોમાં ત્વચા ખીલી જશે.

મધ અને કેળા નો  ફેસ માસ્ક

સામગ્રી:

 • એક કેળુ, એક ચમચી મધ
 • બે ચમચી હંગ દહીં

રીત:

 • કેળાને એક બાઉલમાં મેશ કરી લો અને ત્યારબાદ તેમાં મધ અને હંગ દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો.
 • પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને લગભગ 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

મધ -કાકડીનો  માસ્ક

સામગ્રી:

 • એક નાનો ટુકડો કાકડી
 • એક ચમચી મધ

રીત:

 • કાકડીને છોલી લો અને તેને ગ્રાઇન્ડરમાં નાખીને તેમાં મધ નાખો અને બરાબર દળી લો.
 • આ મિશ્રણને ચહેરા પર સારી રીતે લગાવો અને લગભગ 25 મિનિટ પછી ચહેરો ધોઈ લો.
 • ત્વચા થોડા દિવસોમાં ચમકતી દેખાવા લાગશે.

મધના ફાયદા

 1. મધમાં કાર્બોહાઈડ્રેટ, ફ્રુટોઝ અને ગ્લુકોઝ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી શરીર ઉર્જાવાન રહે છે.
 2. રોજ મધ ખાવાથી કબજિયાત મટે છે.
 3. મધ હૃદયને સ્વસ્થ રાખે છે. રક્તવાહિનીના રોગોનું જોખમ ઘટાડવા માટે એક ચમચી મધ દરરોજ ખાવું જોઈએ.
 4. વજન ઘટાડવામાં પણ તે મદદગાર છે. હૂંફાળા પાણીમાં લીંબુ સાથે મધ પીવાથી ચરબી ઓછી થાય છે.
 5. 5. રોજ રાત્રે દૂધમાં મધ પીવાથી સારી ઉંઘ આવે છે. શરદી અને ખાંસીની સ્થિતિમાં આદુ સાથે ખાવાથી ફાયદો થાય છે.
 6. મધ ખાવાથી સેરોટોનિનનું સ્ત્રાવ થાય છે, એક હોર્મોન જે મૂડમાં સુધારો કરે છે. તે નિરાશા અને હતાશા ણે દૂર રાખે છે.
 7. મધમાં એન્ટીબેક્ટેરિયલ અને નરમતા પૂરી પાડતા ગુણ ડાઘોને દૂર કરીને ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *