શિયાળામાં મધનું સેવન ખુબજ ફાયદાકારક છે, જાણો તેને ખાવાના 5 ફાયદાઓ વિશે

Image Source

શરીરને ગરમ રાખવા માટે મેવા, આદુ, લસણ જેવી વસ્તુઓનો ઉપયોગની પણ સલાહ આપે છે. તેમાંથી એક છે મધ. મધ સ્વાદમાં સારું હોવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

શિયાળાની શરૂઆત સારા મૂડથી થાય છે. આ ઋતુમાં રજાઓ હોવાની સાથે ક્રિસમસ અને નવું વર્ષ જેવા તેહવાર પણ આવે છે. પરંતુ સાથેજ બીમારીઓનું જોખમ વધે છે. ખાસકરીને કોરોનાના આ સમયમાં ગળું ખરાબ થવુ અથવા તો શરદીની પણ ચિંતા ઉતપન્ન કરી દે છે. આવી સ્થિતિમાં શરદી, ઉધરસ અને તાવ જેવા ઇન્ફેક્શન જે ઋતુના બદલવા માટે સાધારણ હોય, તે હાલના દિવસમાં પરેશાન કરી શકે છે. તેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હવે વધારે જરૂરી થઈ ગયું છે.

તેથી સ્વાસ્થ્ય નિષ્ણાંત મૌસમી શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપે છે. સાથેજ શરીરને ગરમ રાખવા માટે મેવા, આદુ, લસણ જેવી વસ્તુઓના ઉપયોગની પણ સલાહ આપે છે. તેમાંથી એક મધ છે. મધ સ્વાદમાં સારું હોવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે. જો તમે મધનું દરરોજ સેવન કરો છો, તો તમારું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહેશે. ચાલો જાણીએ મધ ખાવાના ફાયદાઓ વિશે –

ડૉ. ધીરજ છાબડા જણાવે છે, ” શિયાળાની ઋતુ આપણા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને ઘણા સંક્રમિત રોગોનું કારણ બની શકે છે. તે ગમે તેટલું વ્યંગાત્મક લાગી રહ્યું હોય મારા તરફથી પરંતુ ગળામા દુખાવો થવા પર ડોકટરની પાસે જવાને બદલે, આ વખતે તમારા રસોઈની તરફ જવાનો પ્રયત્ન કરો અને મદદ માટે તમારા મધની બોટલને પકડો. શરદી સબંધિત ઘણી સમસ્યાઓ માટે મધ એક સારો ઉપાય છે. આ એક અસરકારક સારવાર છે, જે સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.”

1. મધ શરીરની પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને કોઈપણ ચેપ સામે લડે છે.

2. જો તમને શરદી જેવા ચેપ સરળતાથી થઇ જાય છે, તો તમારે મધની સાથે લીમડો, મરી અને હળદરનું પણ સેવન કરવું જોઈએ.

3. કબજિયાત, પેટ ફૂલવું અને ગેસ જેવી સમસ્યામા પણ મધ ઉપયોગી છે. મધમાં રહેલ બેક્ટેરિયા પાચનમાં મદદ કરે છે.

4. જો તમારું બ્લડપ્રેશર ઓછું રહે છે, તો તમારે નિયમિત રૂપે મધનું સેવન કરવું જોઈએ. લો બ્લડપ્રેશરમાં તમારા મગજમાં ઓક્સિજનની ઓછી માત્રા પહોંચે છે, મધનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

5. જો તમે ખાંડના બદલે રોજ મધનું સેવન કરો છો, તો ઘણી બીમારીઓથી બચી શકાય છે. સફેદ ખાંડ તમારા સ્વાસ્થ્યને ઘણા પ્રકારના નુકશાન પહોંચાડે છે. તેમાં કોઈ પ્રકારના ગુણ હોતા નથી.

આ લેખમાં જણાવેલ સલાહ અને જાણકારી ફક્ત સામાન્ય સૂચના માટે છે અને તેને વ્યવસાયિક ચિકિત્સક સલાહ રૂપે લેવી જોઈએ નહીં. કોઈપણ સવાલ અથવા સમસ્યા હોય તો હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment