ચણા અને મધના સેવનથી મળે છે અણધાર્યા ફાયદા, જાણો કયા કયા?

તમારા ઘરમાં દેશી ચણા અને મધતો તમે રાખતાજ હશો. આપને જણાવી દઈએ કે ચણા અને મધના સેવનથી તમારા શરીરમાં ખુબ પ્રોટીન મળી રહે છે. અને આયુર્વેદમાં પણ ચણાને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ચણામાંથી તમને પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ આર્યન અને વિટામીન મળી રહે છે. જેના કારણે તમારું શરીર મજબૂત બને છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ચણા અને મધના સેવનથી ખાસ કયા કયા પ્રકારની ફાયદા આપણા શરીર મળે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે

જો તમને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે. અને તમારું કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં નથી રહેતું તો રોજ સવારે ખાલી પેટ તમે એક મુઠ્ઠી ચણાને મધમાં ભીના કરીને ખાવાનું રાખો. જેથી તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે. અને સાથેજ તમને ર્હદયને લગતા રોગોથી પણ છૂટકારો મળશે

લોહીનો અભાવ નહી સર્જાય

આપણા દેશમાં ઘણા લોકો એનીમિયા જેવી બિમારીથી પીડાઈ રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે કે શરીરમાં આર્યનનું પ્રમાણ ઓછું હોય છે. જેના કારણે લોહીની અછત સર્જાય છે. પરંતું જો તમે નીયમીત રીતે ચણા અને મધનું સેવન કરશો. તો તમને ભરપૂર માત્રામાં આર્યન મળી રહેશે. સાથેજ તમારા શરીરમાં ક્યારેય લોહીનો અભાવ પણ નહી સર્જાય

કબજિયાતથી છૂટકારો

ચણા અને મધના સેવનથી ક્યારેય કબજિયાત જેવી સમસ્યા નથી થતી. જેથી જો તમને કબજિયાતની સમસ્યા છે. તો તમે રાતે ચણાને પલાળીને રાખો અને બાદમાં સવારે તમે તે ચણાને મધ સાથે ભેળવીને ખાવાનું રાખો. જેથી તમને કબજિયાત જેવી સમસ્યાનો સામનો નહી કરવો પડે.

દાંત અને હાડકા માટે ફાયદાકારક

તમારા શરીરને જ્યારે મિનરલ નથી મળી રહેતું. તે સમયે તમારા હાડકા નાજુક થવા લાગે છે. અને જો તમે એવું ઈચ્છો છો. કે તમારા હાડકા હંમેશા માટે મજબૂત રહે તો તમારે ચણા અને મધ ખાવાના શરૂ કરી દેવા જોઈએ. મહત્વનું છે કે હાડકાની સાથે સાથે તમારા દાંત પણ ચણા અને મધનું સેવન કરવાથી મજબૂત રહેશે

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક

આપણા દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધતી જતી જોવા મળી રહી છે. પરંતુ જો તમે ચાણા અને મધનું સેવન કરશો. તો તમે ક્યારેય ડાયાબિટીસનો ભોગ નહગી બનો અને તમારું બ્લડ સુગર લેવલ હંમેશા કંટ્રોલમાં રહેશે.

 

ઉલ્લેખનિય છે કે આપણા દેશમાં આયુર્વેદના ઉપચારથી દરેક પ્રકારના રોગનું નિદાન સંભવ છે. પરંતુ લોકો રોગ થયા બાદ દવા કરાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ તેઓ ક્યારેય પણ કોઈ પણ આયુર્વેદિક ઉપચાર નતી કરતા. જેથી આપને વિનંતી છે. કે બને તેટલા આયુર્વેદિક ઉપચાર તમે તમારા શરીર માટે કરો. જેથી કરીને તમને ભવિષ્યમાં કોઈ ગંભીર બિમારી નહી સર્જાય અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment