કોણી, ગોઠણ અને બગલની કાળાશથી શરમ આવે છે? તો અત્યારે જ અજમાવો આ ઘરેલુ ટિપ્સ…

Image Source

મોટાભાગના લોકોની એક સમસ્યા સામાન્ય બની ચુકી હોય છે કે ચહેરાને તો સાફ રાખવાની આદત હોય છે પણ કોણી અને ગોઠણના ભાગ પરની કાળજી લેવાની છૂટી જ જાય છે. ઠંડીની સીઝનમાં કોણી અને ગોઠણના ભાગ પરની ચામડી સુકી થઇ જાય છે. આજના આર્ટિકલમાં અમે આપને આસન ટિપ્સ જણાવી છે જેનાથી કોણી અને ગોઠણના ભાગ પરની કાળાશ દૂર કરી શકાય છે. 

ચહેરાની સંભાળ બધા લે અને સ્ક્રબ, ક્રીમ કે ફેસપેકનો ઉપયોગ પણ કરે છે. પણ ઘણીવાર ચહેરા સિવાયના અમુક અંગોની સંભાળ લેવાની છૂટી જતી હોય છે. ઘણા લોકો એ સામાન્ય સમસ્યાથી પરેશાન હોય છે, જેનાથી એ કંટાળી ચુક્યા હોય છે અથવા તો સંભાળ લેવાનું જ ભૂલી ગયા હોય છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કોણી અને ગોઠણની કાળાશ કેવી રીતે દૂર કરવી એ વિષયની… તો વધુ વાંચો આગળના પેરેગ્રાફમાં :

શરમનું કારણ બની શકે છે ત્વચાની કાળાશ :

ફેશનેબલ લોકો માટે ટૂંકા કપડા ફેશન કહેવાય છે અને ટૂંકા કપડાં પહેરતી વખતે હાથની કોણી અને પગના ગોઠણની કાળાશ શરમ અપાવે છે. આખું શરીર સુંદર અને સુડોળ લાગતું હોય પણ ગોઠણના ભાગની કાળાશ વધુ હાઈલાઈટ થતી હોય છે. ખાસ તો એટલા માટે જ કોણી અને ગોઠણના ભાગની ત્વચા નિખારવી પણ જરૂરી બને છે.

કેવી રીતે દૂર કરી શકાય છે ત્વચા પરની કાળાશ :

Image Source

લીંબુનો ઉપયોગ :

લીંબુ ચામડી પરની મેલ દૂર કરવા માટે કારગર છે. ડાર્ક એરિયા માટે લીંબુથી વિશેષ કોઈ વિકલ્પ નથી. લીંબુ ત્વચા પરની કાળાશ દૂર કરે છે અને સાથે સાથે ઉપયોગ દ્વારા ત્વચાને કોમળ પણ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કઇ રીતે લીંબુનો ઉપયોગ કરવો :

  • લીંબુને બે ભાગમાં અડધું કાપી લો. એમાંથી એક ભાગને લઈને કોણી, ગોઠણ અથવા કાળા થઇ ગયેલા શરીરના અંગ પર ૫ મિનીટ સુધી હળવે ઘસો. 
  • બીજા લીંબુના અડધા ભાગને બીજા હાથ કે પગના ભાગ પર જણાવ્યા મુજબ જ ઘસો.
  • ત્યારબાદ ૩ થી 4 કલાક સુધી એમ જ રહેવા દો. પછી એ ભાગની ત્વચા નરમ બની ચુકી હોય છે એટલે ટુવાલથી હળવે એ ભાગ પર ઘસવું. 
  • છેલ્લા, એ ભાગને સાફ કરવા માટે સહેજ ગરમ પાણીનો ઉપયોગ કરો. અને અંતમાં એ જગ્યા પર મોઇશ્ચ્યુરાઇઝર લગાડી લો.

Image Source

દહીં અને વિનેગરનો ઉપયોગ :

દહીં ચામડી અને વાળ માટે બહુ જ ફાયદાકારક હોય છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે બ્લીચિંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. આ ઉપાય અજમાવવાની રીતે આ મુજબ છે :

  • ૨ ચમચી દહીંમાં ૨ ચમચી વિનેગાર વ્યવસ્થિત રીતે ભેળવી લો.
  • હવે આ મિશ્રણને કોણી, ગોઠણ કે પછી કાળા પડેલા ભાગ પર સારી રીતે લગાવો. આ પેક લિક્વિડ બને છે એટલે ચામડી પર લગાવીને તેના પર કપડું બાંધી દો.
  • ૨૦-૩૦ મિનીટ સુધી એમ જ આ પેકને લાગેલુ રહેવા દો. બાદ સહેજ ગરમ પાણી વડે સાફ કરી લો અને અંતમાં એ ભાગ પર ક્રીમ લગાવી લો.

 

image source

સંતરાની છાલનો ઉપયોગ :

સંતરાની છાલમાં કુદરતી સ્કીન લાઈટનિંગ પ્રોપર્ટીઝ હોય છે. જેનાથી કોણી અને ગોઠણ પરની કાળાશ દૂર કરી શકાય છે.

  • સૌથી પહેલા સંતરાની સૂકાયેલ છાલને બારીક ભુક્કામાં કરી લો. ત્યારબાદ એક ચમચી દૂધમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. ઉપરથી તેમાં ૨ ચમચી સંતરાની છાલનો ભુક્કો ઉમેરો.
  • આ મિશ્રણથી ધીમે ધીમે અંડરઆર્મસમાં સ્ક્રબ કરો. 
  • ૧૫ મિનીટ સુધી સૂકવવા માટે છોડી દો. પછી ઠંડા પાણીથી સાફ કરી લો.
  • આ પ્રયોગ પછી મોઇશ્ચ્યુરાઇઝર લગાવવાનું ન ભૂલવું.

બ્યુટી ટિપ્સને લગતી અન્ય જાણકારી જાણવા માટે આ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અને અહીં અવનવી માહિતી અપલોડ કરતા રહીએ છીએ તો આપ પણ નવી નવી માહિતી વાંચો આપના મોબાઈલ પર…

#Author : Ravi Gohel

Leave a Comment