ઉનાળામાં બસ આટલા ઘરેલું નુસખા અજમાવો તમને ક્યારેય લૂ નહીં લાગે…

ગરમીના દિવસો ચાલુ હોય ત્યારે બપોરના સમયના તડકામાં બહાર નીકળતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. લૂ લાગવાથી શરીરમાં ઘણી સમસ્યા સર્જાય છે અને સાથે બીમાર પડવાની સંભાવના પણ રહે છે. આજના આર્ટીકલમાં અમે અમુક નુસખા જણાવ્યા છે જે તમારે યાદ રાખવા જરૂરી છે કારણ કે અહીં જણાવેલા નુશખાથી લૂ લાગવાથી બચી શકાય છે.

ઉનાળાની અંદર તાપમાનમાં વધારો થાય છે તેની સીધી અસર આપણી ત્વચા ઉપર પડે છે. શરીરમાં બળતરા થવી અને ફોલ્લીઓ થવી એવી સમસ્યા સર્જાય શકે છે. બપોરના સમયમાં જેને બહાર ફરવાનું થતું હોય છે તેને લૂ લાગવાની સંભાવના વધુ રહે છે. હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનું મુખ્ય કારણ છે ડીહાઈડ્રેશન. શરીરમાં રહેલો પાણીનો હિસ્સો ઓછો થઇ જાય છે એટલે શરીરમાં અમુક પ્રકારની સમસ્યા ઉદ્દભવે છે.

ચાલો, જાણી લઈએ લૂ લાગવાથી બચવા માટેના ઘરેલું નુસખાઓ, જે તમે ઘર પર જાતે જ અજમાવી શકો છો.

  • છાશ/લસ્સી

ગરમીના દિવસોમાં આમ પણ વધુ પ્રમાણમાં પાણી પીવાની જરૂર પડે છે. ત્યારે ગરમીમાં જો છાશ કે લસ્સી જેવા લીક્વીડ પીવામાં આવે તો પણ લૂ લાગવાથી બચી શકાય છે. સાથે લીક્વીડથી શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય રહે છે.

  • આંબલીનો જ્યૂસ

હીટ સ્ટ્રોકથી બચવા માટે આંબલીનો જ્યૂસ ફાયદાકારક છે. સહેજ પણ લૂ લાગવાના લક્ષણો દેખાય તો આંબલીના જ્યૂસથી રાહત મળશે. સાથે બોડીમાં વોટર લેવલ પણ લેવલમાં રહેશે. ચક્કર આવવાની સ્થિતિ લૂ લાગે ત્યારે સર્જાતી હોય છે તો એ વખતે પણ આંબલીનો જ્યૂસ ફાયદો આપે છે. આ જ્યૂસને કેવી રીતે તૈયાર કરવો એ પણ તમને જણાવી દઈએ.

  • રીત :

આંબલીના ટુકડાને ગરમ પાણીમાં ઉકાળી લો. તેમાં થોડું મધ કે ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને બરાબર મિશ્રણ બનાવો. બસ આ રીતે જ તૈયાર થાય છે આંબલીનો રસ. આંબલીથી જો ડીહાઈડ્રેશન થયું હોય તો પોષક તત્વોની કમીને પૂર્ણ કરે છે.

  • મગનું પાણી

બીમારી કોઇપણ હોય પણ મગનું પાણી સૌથી સારો ઈલાજ છે. મગની પાણી પીવાથી તરત જ એનર્જી આવી જાય છે. થોડા દિવસો સુધી મગની પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. ગરમીના દિવસો ચાલે છે ત્યારે મગનું પાણી દરરોજ પીવાથી પણ ફાયદો થાય છે.

  • ડુંગળીનો રસ

લૂ લાગવાથી બચવા માટે સૌ પ્રથમ નામ આવે છે ડુંગળીનું. પગ, કાન, છાતી અને પગ પર ડુંગળીનો રસ લગાવો. આ સિવાય તમે ઈચ્છો તો ડુંગળીના રસને મધ સાથે મિશ્ર કરીને પણ ખાઈ શકો છો. સાથે ગરમીના દિવસોમાં અળાઈ નીકળે છે તેમાં પણ ફાયદો થશે. ડુંગળીથી મહદ અંશે લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે.

અહીં જણાવેલા ઘરેલું નુસખા તમને ગરમીના દિવસોમાં લૂ લાગવાથી બચાવશે અને સાથે ઉનાળામાં ફ્રેશ ફીલ પણ આપશે. જો તમને અહીં જણાવેલ વાત પસંદ આવી હોય તો આ આર્ટીકલને અન્ય સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close