શું તમારા હોઠ કાળા પડી ગયા છે ? ઘરેલું ઉપચારથી થઈ શકશે ગુલાબી, વાંચો સમગ્ર માહિતી

તમારા ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટે તમારા હોઠનું મહત્વનું યોગદાન છે. આજકાલ લોકો વધારે પ્રમાણમાં બહારનું જંકફુડ ખાવાનું પસંદ કરે છે. સાથેજ પોતાના હેલ્થ પ્રત્યે ધ્યાન નથી રાખતા જેના કારણે હોઠ પણ કાળા પડી જાય છે. અને ઘણા લોકોતો હોઠને ગુલાબી કરવા માટે સર્જરીનો પણ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે તેમના હોઠનો આકાર પર બદલાઈ જાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ઘરેલું ઉપચારના માધ્યમથી તમે કેવી રીતે તમારા હોઠ કાળા રાકી શકશો.

ગુલાબનો ઉપયોગ કરો

26749024 – rose flower and essential oil spa and aromatherapy

ગુલાબનો ઉપયોગ કરવાથી તમારા હોઠને તમે ગુલાબી રાખી શકો છો. કારણકે ગુલાબ તમારા હોઠ પર ઘસવાથી તમને ઠંડક મળી રહેશે. અને તેમા મોટા પ્રમાણમાં મોસ્ચરાઈઝર આવે છે. જે તમારા હોઠ માટે ખુબજ સારુ છે. તે સિવાય તમને જો ગુલાબ પસંદ ન હોય તચો ગુલાબ જળ સાથે મધ ભેગું કરીવે તમારા હોઠ પર લાગાવનું રાખું તેનાથી પણ તમને ફાયદો મળી રહેશે.

લીબું ઘસવાનું રાખો

લીંબુના ઘણા ફાયદા છે. જેમા હોઠને ગુલાબી કરવા હોય તો પણ તમે લીબુંનો ઉપયોગ કરી શકો છો. લીબુંમાં બ્લીચીંગ ગુણ રહેલા હોય છે. જેના કારણે તમારા હોઠ કાળા હોય તો તે ગુલાબી થઈ જતા હોય છે. પરંતુ મહત્વનું છે રાત્રે સુતા પહેલા તમારે લીબુંને તમારા હોઠ પર ઘસવું પડશે

ખાંડ પણ ફાયદાકારક

add sugar in hung curd - fakt gujarati

ખાંડને તમે મીક્ચરમાં પહેલા વાટી કાઢો. અને બાદમા તે ખાંડને માખણમાં ભેળવી દો. અને ત્યારબાદ ખાંડ અને માખણને તમારા હોઠ પર લાગાવાનું રાખો. સપ્તાહમાં એક વાર તમારે ખાંડ અને માખણ હોઠ પર ઘસવા પડશે. અને તેના ઉપયોગથી થોડોક સમય રહીને તમે તમારા હોઠને ફરીથી ગુલાબી જોઈ શકશો

મધનો ઉપયોગ કરો

જો તમે તમારા હોઠને ગુલાબી રાખવા માગો છો. તો તમે મધ અને લીંબુંને ભેગું કરીને તેને તમારા હોઠ પર લગાવાનું રાખો. મહત્વનું છે કે મધ અને લીંબું તામારા શરીર માટે ઘણું ફાયદા કારક હોય છે. જેથી જો તમે મધ અને લીબું નીયમીત તમારા હોઠ પર લગાવાનું રાખશો. તો ખૂબ ટૂંકા સમયમાં તમને ફરક દેખાશે. અને તમારા હોઠ ફરીથી ગુલાબી થઈ જશે.

બદામનું તેલ લગાવો

બદામનું તેલ પણ તમારા હોઠ માટે ખુબજ ફાયદાકારક છે. કારણકે બદામનું તેલ તમે તમારા હોઠ પર નિયમીત લગાવાનું રાખશો. તો તમારા હોઠ પહેલા કરતા નરમ થઈ જશે. અને બાદમાં થોડાકજ સમયમાં તે ગુલાબી થવા લાગશે. જેથી તમને ઘણો ફાયદો મળી રહેશે.

આ સિવાય મહત્વનું છે કે જો તમે ઘરની બહાર નીકળો છો. ત્યારે હેલ્મેટ પહેરાવનું રાખો જેથી તમારા હોઠ ઢંકાઈ રહેશે અને જલ્દી ગુલાબી થઈ જશે. અને જો તમને ધુમ્રપાન કરવાની આદત છે. તો આજેજ તમારી તે આદતને છોડી દો, કારણકે જો તમે ધુમ્રપાન કરતા હશો. તો ગમે તેટલા પ્રયત્ન કરવા છતા પણ તમને પાયદો નહી થાય અને તામારા હોઠ કાળાને કાળાજ રહેશે.

જો તમને હેલ્મેટ પહેરવું નથી ગમતું તો તમે માસ્ક પહેરવાનું રાખો. આવું કરવાથી તમને કોરોના સામે પણ રક્ષણ મળી રહેશે. સાથેજ તમારા હોઠ પણ સુરક્ષીત રહેશે. જેથી તમને ઘણો ફાયદો મળશે

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *