ગળાની ખરાશ અને દુખાવાથી રાહત મેળવવા માટે અપનાવો આ આયુર્વેદિક આસાન ઘરેલું ઉપાયો

વાતાવરણ બદલવાથી લગભગ જોવામાં આવે છે કે ઘણા બધા લોકોને ગળામાં ખરાશની સમસ્યા થઈ જાય છે. આમ તો ઘણા બધા લોકો ઘણા બધા કારણોથી તકલીફમાં મુકાઈ શકે છે. જેમ કે વારંવાર વધુ ઠંડી વસ્તુઓ ખાવાથી અથવા તો રાત્રે ઠંડા પાણીનો ઉપયોગ કરવો કે પછી આઇસ્ક્રીમ ખાવાથી પણ ગળામાં ખરાશ થઈ શકે છે.

ખાસ કરીને બે ત્રણ દિવસમાં તે પોતાની જાતે જ ઠીક થઈ જાય છે. પરંતુ જો તે વધુ દિવસ સુધી સારુ થતું નથી તો તેનો ઇલાજ કરવો ખૂબ જ જરૂરી છે. ગળામાં ખરાશ અથવા તો સંક્રમણ થવાથી ભોજન ગળવામાં અથવા તો પાણી પીવા માં પણ ખૂબ જ તકલીફ થઈ જાય છે અને થોડો થોડો દુખાવો થાય છે.

ગળાની ખરાશ અને સંક્રમણ દૂર કરવા માટે તમે ઘણા બધા પ્રકારના ઘરેલુ ઉપાયો અપનાવી શકો છો. આ લેખમાં અમે તમને ગળાની ખરાશના લક્ષણ કારણો અને તેને દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો વિશે વિસ્તારથી જણાવીશું.

ગળાની ખરાશના લક્ષણો

ગળામાં ખરાશની સમસ્યા તેના લક્ષણોથી જાણી શકાય છે, ખાસ કરીને કયા કારણે ગળામાં ખરાશ થઇ છે તે હિસાબથી લક્ષણો દેખાય છે અને અમુક પ્રમુખ લક્ષણો નીચે મુજબ છે.

  • ગળામાં ખીચખીચ જેવો અનુભવ થવો
  • ભોજન ગળવામાં અથવા પાણી પીવામાં તકલીફ
  • ગળામાં સોજો અથવા દુખાવો
  • વાત કરતી વખતે ગળામાં સામાન્ય દુખાવો
  • અવાજ ભારે થવો અથવા ગળું બેસી જવું

ગળામાં ખરાશ થવાના કારણો

જેમ કે તમને ઉપર જણાવ્યું કે ગળામાં ખરાશ થવાનો સૌથી સામાન્ય કારણ છે દિવસમાં ઘણી બધી વખત ઠંડી વસ્તુઓનું સેવન કરવું અથવા ઠંડું પાણી પીવું, પરંતુ તે સિવાય પણ ઘણા બધા કારણો છે, જેના કારણે ગળામાં ખરાશ અથવા તો સંક્રમણ હોઈ શકે છે.

એલર્જી ના કારણે

એલર્જીના કારણે પણ ઘણી વખત લોકોને ગળામાં ખરાશ અથવા તો સંક્રમણની સમસ્યા ઊભી થાય છે. આપણી આસપાસની હવામાં ઘણા બધા હાનીકારક કેમિકલ ઉપસ્થિત હોય છે. અને તેમાંથી શ્વાસના માધ્યમથી ગળામાં જઈને તે સંક્રમણ ઊભું કરે છે. આ જ રીતે ગળામાં ખરાશ થઈ શકે છે અને તેનાથી દૂર રહેવા માટે ધૂળ અથવા તો પ્રદૂષિત જગ્યા ઉપર જવા થી દુર રહો અને એલર્જીથી થતાં સંક્રમણ જલ્દી ઠીક થતાં નથી તેથી જ તેની તપાસ ડોક્ટર પાસે કરાવો.

વધુ ઠંડી વસ્તુઓનું સેવન

ગળામાં ખરાશ થવાનું સૌથી સામાન્ય કારણ આપણી ખાણી-પીણીની છે. જો આપણે તીવ્ર તાપમાંથી આવીને તૈયારીમાં જ ઠંડું પાણી પીએ છીએ અથવા કોઈ ગરમ વસ્તુ ને ખાધા બાદ ઠંડું જ્યૂસ પીએ છીએ ત્યારે ગળામાં ખરાશ અથવા દુખાવાની સમસ્યા ઊભી થઈ જાય છે. વધુ રાત્રે આઇસ્ક્રીમ ખાવો અથવા તો ગરમ ભોજનની સાથે કોલ્ડ ડ્રિન્ક પીવા જેવી આદતોના કારણે પણ આ પ્રકારની સમસ્યા થાય છે.

બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો ટોન્સિલ્સ

ટોન્સિલ ગળાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અને તે શરીરમાં બેક્ટેરિયાને અંદર આવતા રોકે છે. ઘણી બધી વખત તેમાં ઇન્ફેક્શન થઈ જવાના કારણે ગળામાં સોજો અને દુખાવો થવા લાગે છે, તેની સાથે જ ગાળામાં ખરાશ થઈ જાય છે. આમ થવાથી તમારી નજીકના ડોક્ટર પાસે જઈને ગળાની તપાસ કરાવવી જોઇએ.

ગળાની ખરાશ દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો

ગળામાં ખરાશ થવાથી તૈયારીમાં જ કોઈ એલોપેથીક દવા અથવા તો ડોક્ટર પાસે જવાની જરૂર નથી, ઘણા બધા ઘરેલુ ઉપાયોની મદદથી તમે આસાનીથી આ સમસ્યામાં તેની જાણકારી મેળવી શકો છો. આયુર્વેદમાં પણ ગળાના દુખાવાને દૂર કરવા માટે ઘણા બધા ઉપાયો બતાવવામાં આવ્યા છે આવો જાણીએ તેના પ્રમુખ ઉપાયો વિશે.

મીઠાવાળા પાણીના કોગળા

તે ગળાની ખરાશ દૂર કરવાનો સૌથી આસાન ઉપાય છે. તેની માટે સૌથી પહેલાં પાણીમાં એક બે ચમચી મીઠું નાખો ત્યારબાદ પાણીને સામાન્ય ગરમ કરો અને એક ગ્લાસ ગરમ પાણીમાં લગભગ પાંચ મિનિટ સુધી કોગળા કરો. તે ગળાની ખરાશને દૂર કરે છે અને ગળાના દુખાવામાં પણ આરામ આપે છે.

Image Sourec

મુલેઠી નું સેવન કરો

આયુર્વેદિક વિશેષજ્ઞ જણાવે છે કે મુલેઠી ગળા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ગળામાં ખરાશ થવાથી મુલેઠીનો નાનો ટુકડો મોંમાં નાખી ને ધીમે ધીમે તેને ચૂસતા રહેવું જોઈએ. આમ કરવાથી ગળામાં થતા દુખાવામાં રાહત મળે છે, અને તે સિવાય તમે તેના ચૂર્ણનો ઉપયોગ પણ કરી શકો છો.

ગાજરનું સેવન કરો

ગળામાં ખરાશની સમસ્યા આમ તો કોઈ પણ ઋતુમાં હોઈ શકે છે. પરંતુ શિયાળામાં તેના થવાની સંભાવના વધી જાય છે. ગળામાં ખરાશ થાય અથવા તો દુખાવો થાય ત્યારે ગાજરનું સેવન કરી શકો છો. ગાજરમાં ઉપસ્થિત પૌષ્ટિક તત્વો ગળાની ખરાશને ખુબ જ જલ્દી ઠીક કરે છે. અને તેની માટે દરરોજ એક અથવા બે ગાજર ખાવા જોઈએ અથવા તો તેનું જ્યૂસ બનાવીને પીવું જોઈએ.

કાળા મરીની સાથે મિશ્રીનું સેવન

આયુર્વેદિક ના વિશેષજ્ઞો અનુસાર કાળા મરી ગળાની ખરાશ ખાંસી વગેરે દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તેનું સેવન મિશ્રી સાથે કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. કાળા મરી પાવડરમાં મિશ્રીની બરાબર માત્રા લો, અને તેને ઉમેરીને એક બંધ ડબ્બામાં મૂકો. ગળામાં ખરાશ થાય ત્યારે તેની થોડી માત્રા નું સેવન દિવસમાં બેથી ત્રણ વખત કરવું જોઈએ. તેનું સેવન કર્યા બાદ અડધા કલાક સુધી પાણી પીવું જોઈએ નહીં તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ જ જલ્દી આરામ મળે છે.

મધથી દૂર કરો ગળાની ખરાશ

જેમ કે આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે મધ ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે. અને ગળાની ખરાશ દૂર કરવા માટેનો આ ખૂબ જ સારો ઉપાય છે. દિવસમાં બે વખત એક એક ચમચી મધનું સેવન કરો અને તેની સાથે જ સામાન્ય ગરમ પાણી પીવો આમ કરવાથી ગળા ના દુખાવા માટે ખૂબ જ જલ્દી આરામ મળે છે. અને ખાસ કરીને જુકામની સમસ્યામાં હોય તો મધનું સેવન વધુ ઉપયોગી છે.

આદુના કાઢાનું સેવન કરો

આદુના અમુક ટુકડાની છાલ ઉતારો અને ત્યારબાદ તેને પાણીમાં નાખીને તે થોડા સમય સુધી ઉકળવા દો, જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે સમજો કે તમારો કાઢો બની ગયો છે. ગળાની ખરાશ અથવા તો ગળાના દુખાવા પર આ કાઢાનું સેવન કરો. દિવસમાં બેથી ત્રણ વખત તેને પીવાથી ગળામાં ખૂબ જ આરામ મળે છે.

નાગરવેલના પાન થી દૂર કરો સમસ્યા

જો તમને ગળામાં ખરાશ છે અને બોલવામાં પણ તકલીફ થઈ રહી છે એવામાં નાગરવેલના પાન થી તમને ખૂબ જ રાહત મળી શકે છે. આયુર્વેદિક વિશેષજ્ઞોના અનુસાર પાનમાં મિશ્રી ઉમેરીને ચાવવાથી બેસી ગયેલું ગળું અથવા તો અવાજ ન નીકળવાની સમસ્યામાં આરામ મળે છે. અને તેની સાથે જ ગળાની ખરાશ પણ દૂર થાય છે.

અમને આશા છે કે ઉપર જણાવેલા ઉપચારો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબીત થશે જો તમને આ ઉપાય અજમાવ્યા બાદ પણ ઘણા બધા દિવસ સુધી ગળાની ખરાશને આરામ ન મળે તો નજીકના ડોક્ટરનો સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment