મોઢા મા વારંવાર છાલા પડવાથી પરેશાન છો. તો છાલાને દૂર કરવાના 8 ઘરેલુ ઉપચાર જાણી લો.

મો માં ચાંદી પડવાની સમસ્યા એટલી સામાન્ય છે કે આપણને બધા ને ક્યારેક તો મો માં ચાંદી જરૂર પડી હશે અને આપણે આ મુશ્કેલી નો સામનો પણ કરવો પડે છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જ્યારે મો માં કે જીભ ઉપર ચાંદી પડે ત્યારે કોઈ સાથે વાતચીત કરવામાં, ત્યાં સુધી કે ખાવા પીવા માં પણ કેટલી મુશ્કેલી પડે છે. ચાંદી ના લીધે દર્દ રહે છે તે અલગ, તેવામાં બજાર માં તો ઘણી એવી ક્રીમ મળી જાય છે જેને ચાંદી પર લગાવવાથી ચાંદી થોડા દિવસો મા સારી થઈ જાય છે.

પરંતુ ઘણી વાર ઘરમાં ક્રીમ ન હોઈ અને તેજ સમયે ચાંદી ના દુખાવા માં રાહત મેળવવી હોય, તો એવામાં તમે સરળ ઘરેલુ ઉપચાર નો ઉપયોગ કરી શકો છો, જે ચાંદી ને સારી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહી તમને કઈક એવા જ ઉપાયો બતાવીએ છીએ જેના ઉપયોગ થી તમે ચાંદી ના દુખાવાથી રાહત મેળવી શકો.

PublicDomainPictures from Pixabay

૧. ટામેટા ના રસ ને એક ગ્લાસ પાણી માં નાખી ને કોગળા કરવાથી ચાંદી મટી જાય છે

૨. સૂકા ટોપરા ને ખુબ ચાવી ચાવી ને ખાવ, ચાવ્યા પછી પેસ્ટ જેવું બનાવીને મો માં થોડી વાર માટે રાખો, પછી બધું ખાઈ જાવ. આમ દિવસ માં ત્રણ ચાર વાર કરો, ચાંદી બે દિવસ માં જ દૂર થઈ જશે.


Image by congerdesign from Pixabay

૩.મો માં પડતી ચાંદી કે જીભ પર પડતી ચાંદી માટે જવાબદાર શરીર માં વધતી ગરમી છે.  તેવા માં પ્રયત્ન કરો કે દિવસ માં થોડી થોડી વારે પાણી પીતા રહો, જેથી શરીર નું તાપમાન નિયંત્રણ માં રહે.

૪. લીમડાના પાન ને ઉકાળી લો. તેમાં લસણ ના રસ ના ચાર પાંચ ટીપા નાખી તેનાથી થોડા કોગળા કરવા.

૫. ચમેલી અને જમરૂખ ના ૫-૫ પાંદડા લઈ ને થોડી વાર સુધી મોઢા માં ચાવો. થોડી વાર પછી પાણી બહાર કાઢી નાખી. આમ કરવાથી પણ મો ની ચાંદી સારી થઈ જાય છે.

૬. મોલસરી ના ઉકાળા માં એક ચપટી ફૂલેલી ફટકડી નાખી ને ભેળવો. આ મિશ્રણ ના કોગળા કરવાથી મો માં પડેલા ચાંદા માં રાહત મળે છે.


Image by Ajale from Pixabay

૭. હળદર ને પાણી માં નાખી ને પેસ્ટ બનાવી લો અને તેને તમારી ચાંદી પર લગાવો. હળદર એન્ટી સેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો થી ભરપુર હોય છે જે ન ફક્ત ચાંદા ને સારા કરે છે પરંતુ બીજી વાર થતાં પણ અટકાવે છે.


Image by Bruno /Germany from Pixabay

૮. મીઠાને પાણી માં ભેળવી ને કોગળા કરો, જેથી મોઢું સાફ રહે અને ઠંડી વસ્તુ વધુ મા વધુ લઈ શકો. દહીં, છાશ અને ફળો નો રસ પીઓ કે પછી આઈસ્ ક્રીમ થી પણ તમને રાહત મળી શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment