ઘરે જ બનાવો લીંબુનું ખાટુ મીઠુ અથાણું

વિટામિન C થી ભરપૂર લીંબુનુ ખાટુ-મીઠુ અથાણું બનાવો. રોજ જમવા સાથે ખાઈને સ્વાસ્થ્ય અને સ્વાદ વધારો.

સામગ્રી

  • 500 ગ્રામ લીંબુ,
  • 500 ગ્રામ ખાંડ,
  • 1થી2 ચમચી સંચળ,
  • એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાવડર,
  • 6 થી 8 કાળા મરીનો પાવડર,
  • અડધી ચમચી લાલ મરચુ, 4થી 5 ચમચી મીઠુ.

બનાવવાની રીત –

એક એક લીંબૂને 4 ટુકડામાં કાપીને મીઠુ નાખીને નરમ થવા માટે 20થી25 દિવસ માટે એક કાચની બોટલમાં મુકી રાખો. વચ્ચે વચ્ચે હલાવીને જોતા રહો.

જ્યારે લીંબૂ નરમ થઈ જાય તો લીંબૂમાં ખાંડ, કાળા મરીનો પાવડર, સંચળ, લાલ મરચુ અને મોટી ઈલાયચીનો પાવડર મિક્સ કરીને 3-4 દિવસ માટે તાપમાં મુકી રાખો.

રોજ સ્વચ્છ કોરી ચમચીથી અથાણાને એકવાર જરૂર હલાવો.

એક અઠવાડિયામાં લીંબુનુ ખાટુ મીઠુ અથાણુ સારી રીતે બનીને તૈયાર થઈ જશે.

ધ્યાન રાખો કે અથાણુ કાયમ સ્વચ્છ અને સૂકી ચમચીથી જ લો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *