બમ બમ ભોલેના નાદ સાથે શરૂ થશે પવિત્ર અમરનાથ યાત્રા, 23 જુનથી થશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

અમરનાથ યાત્રાનો શુભારંભ 42 દિવસ સુધી ચાલશે જે 23 જૂનથી શરૂ થશે. આ યાત્રાનું સમાપન 3 ઓગસ્ટએ થશે. જમ્મુ કશ્મીરના રાજ્યપાલ અને ‘શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ’ ચેરમેન ગિરીશચંદ્ર મુર્મુએ તેની જાણકારી આપી. ગયા વર્ષે અમરનાથ યાત્રા 40 દિવસ ની હતી જેને વધારી આ વખતે 42 દિવસ ની કરી દેવામાં આવી છે. વર્ષ 2018 માં 60 દિવસ માટે કપાટ ખોલાયા હતા.

 ગયા વર્ષે 2 ઓગસ્ટના રોજ, શ્રદ્ધાળુઓને અમરનાથ યાત્રામાંથી અધવચ્ચેથી જ પાછા બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કલમ 370 દૂર કરવામાં આવી હતી.

શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બિપુલ પાઠકે જણાવ્યું હતું કે શુભ સમયને જોઈને જ અમરનાથ યાત્રાનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, 23 જૂન, 2020 ના રોજ જગન્નાથ યાત્રાથી તેની શરૂવાત થશે, જ્યારે 3 ઓગસ્ટે રક્ષાબંધન (શ્રવણ પૂર્ણિમા) યાત્રાનો અંતિમ દિવસ હશે.

આ વર્ષે યોજાવનારી અમરનાથ યાત્રામાં ગયા વર્ષની તુલનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા અધિકારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કોટા વધારવાનો નિર્યણ કર્યો છે.

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 75 વર્ષથી ઉપરના લોકોની યાત્રા માટે નોંધણી કરાશે નહીં. બોર્ડના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આરોગ્ય સેવાઓમાં વધુ સુધારણા, સ્વચ્છતા અને સંવેદનશીલ વિસ્તારોમાં રેલિંગ લગાવવાની તથા પર્યાવરણ મૈત્રી જેવા ઉપાયો પર ભાર આપશે અને આ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ રહેશે.

બોર્ડની 37 મી બેઠકમાં બાબા બર્ફાનીના દર્શનની તારીખને લઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં જમ્મુ કાશ્મીર ના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમ એ પોલીસ વિભાગની તીર્થયાત્રાને ધ્યાનમાં રાખી બોર્ડને ટેકો આપવાની પણ વાત કરી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *