TV જગતમાં રચાયો ઇતિહાસ, ફક્ત 4 એપિસોડમાં જ બધા રેકોર્ડ ભાંગીને ભુક્કો કરી નાખ્યા જાણો

રામાનંદ સાગરની રામાયણ અને બી આર ચોપરાની મહાભારતને એવર ગ્રીન હિટ સીરિયલ્સમાં સ્થાન મળેલું છે. 90ના દાયકાની આ સીરિયલોને સુવર્ણ યુગ તરીકે ગણાવવામાં આવતો હતો. જ્યારે ટેલિવિઝન પર આ શો આવતા હતા ત્યારે લોકો ઘરની અંદર ભરાઈ રહેતા હતા, શેરી ગલીઓ સૂમસામ ભાસતી હતી. દેશમાં લોકડાઉનના સમયમાં મનોરંજન માટે દુરદર્શન નેશનલ ચેનલ પર સુપ્રિસદ્ધ રામાનંદ સાગર કૃત રામાયણ સીરિયલનું પુનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. આ સીરિયમાં દરેક પાત્રો તેમજ દરેક પ્રસંગોને આબેહૂબ રીતે વણી લેવામાં આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે રામાયણે અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીનું ખતરનાક રેટિંગ તેને મળ્યું છે. રામાયણ નિહાળવા માટે નાના થી લઈ ઘરડા સુધી દરેક તેને નિહાળવા આતુર છે.

બાર્ક મુજબ ગયા અઠવાડિયે રામાયણના 4 શોને 170 મિલિયન એટલે કે 17 કરોડ વ્યૂઝ મળ્યા છે. જે અત્યાર સુધી નો ખતરનાક રેકોર્ડ રહી ચુક્યો છે. ગયા શનિવારે સવારે રામાયણના ઓપનિંગ એપિસોડને 34 મિલિયન અને જેની રેટિંગ હતી 3.4 ટકા. તે જ દિવસે રાતના શોને 45 મિલિયન વ્યૂ અને એને 5.2 ટકા રેટિંગ મળી. તો વળી શો લોન્ચિંગના બીજા દિવસે રવિવારે શોની પરફોર્મન્સ વધારે સારું થયું. સવારે 40 મિલિયન અને રાત્રે 51 મિલિયન વ્યૂ મળ્યા હતા. બીએઆરસી ઇન્ડિયાના તાજા અહેવાલ મુજબ, દૂરદર્શનના રામાયણ રિ-ટેલીકાસ્ટને હિંદી જીઇસી શો માટે 2015થી અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ મળી છે.

હાલમાં રામાનંદ સાગરના પ્રોડક્શનમાં બનેલી રામાયણ લોકડાઉનના કારણે હિન્દી એન્ટરટેન્મેન્ટમાં જનરલ કેટેગરીમાં સૌથી વધારે જોવાતો શો બની ગયો છે. બાર્કના ચીફનું કહેવું છે કે, જે રીતે રામાયણને વ્યૂઝ અને રેટિંગ મળ્યું એ ખરેખર સરપ્રાઈજિંગ છે. ફરીથી રામાયણ પ્રસારિત કરવાનો આઈડિયા શાનદાર સાબિત થયો. તો વળી સુનીલ લુલાનું કહેવું છે કે, જે પ્રમાણે શોનું પરફોર્મન્સ અને પ્રગતિ છે એ પ્રમાણે આવતા દિવસોમાં જાહેરાત માટે કંપનીઓની લાઈન લાગી શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment