આ મુસ્લિમ દેશની કરન્સી નોટ પર છાપવામાં આવતી હિંદુ ભગવાન ગણપતિ મહારાજની તસવીર..

હિંદુ અને મુસ્લિમ ધર્મને લઈને ભારતમાં ઘણા જાતિવાદના મુદ્દાઓ ઉભા થતા હોય છે અને ભૂતકાળમાં થાય પણ હતા. અમે તો કહીએ છીએ રામ કે રહીમ કંઈપણ કહો બંને એક જ છે. ભગવાન વિશ્વમાં એક જ છે, માણસોએ પોતાની સગવડતા મુજબ ધર્મના ભાગલાઓ કરી નાખ્યા છે. આ વાતનું સચોટ ઉદારહણ જાણીએ આજના આર્ટીકલમાં.

મુસ્લિમ દેશની કરન્સી નોટ પર છે ગણપતિની તસ્વીર. માત્ર ગણપતિ જ નહીં પરંતુ હનુમાન પણ છે. અહીંના એક ફેમસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન પર અર્જુન અને શ્રીકૃષ્ણનું મૂર્તિ પણ લાગેલી છે. વધુમાં આ મુસ્લિમ દેશ છે. એક એવો મુસ્લિમ દેશ છે, જ્યાં હિંદુઓના રીત-રીવાજો માનવામાં આવે છે. એટલું જ નહીં હિંદુ સંસ્કૃતિના ભગવાન ગણપતિ મહારાજની તસવીર કરન્સી નોટ પર છાપેલ છે.

ઇન્ડોનેશિયા મુસ્લિમની મોટી જન સંખ્યા હોય તેવો આબાદીવાળો દેશ છે. અહીં ૮૭% મુસલમાન, ૯.૮૭% ક્રિશ્ચિયન, ૧.૬૯% હિંદુ અને ૦.૭૨% બૌદ્ધ ધર્મને માનવાવાળા લોકો વસવાટ કરે છે. આ આંકડા ૨૦૧૦ના વર્ષ મુજબ છે. અહીંની કરન્સી નોટ પર ગણપતિની તસવીર છે. પણ એવું શા માટે? ચાલો એ પણ જાણીએ..

ઇન્ડોનેશિયાની કરન્સીને રૂપિયા કહેવામાં આવે છે. અહીં ૨૦ હજારની નોટ પર ભગવાન ગણેશની તસવીર છે. ગણેશને ઇન્ડોનેશિયામાં બહું જ લોકો વિશ્વાસથી પૂજે છે. અહીં ગણેશને શિક્ષા, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ નોટ પર બંને બાજુએ અલગ-અલગ તસવીરો છાપવામાં આવે છે.

કરન્સી નોટની એકબાજુ ભગવાન ગણેશની તસવીર અને બીજી બાજુ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણતા હોય એવી તસવીર પ્રિન્ટ કરવામાં આવે છે. સાથે ઇન્ડોનેશિયાના પહેલા શિક્ષામંત્રી “હજર દેવાન્ત્રા”ની પણ તસવીર છે. દેવાન્ત્રા ઇન્ડોનેશિયાની આઝાદી માટે મહત્વના વ્યક્તિ છે.

કહેવામાં આવે છે કે, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા ખરાબ થઇ હતી ત્યારે સરકારે ૨૦ હજારની નવી નોટ પ્રિન્ટ કરી હતી, જેમાં ભગવાન ગણેશની તસવીર પણ પ્રિન્ટ કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાના શબ્દનું મૂળ તપાસવા જઈએ તો તેનો અર્થ ઇન્ડિયન આર્યલેન્ડ એવો થાય છે. આ શબ્દ આર્યલેન્ડ નીકળે છે. આ શબ્દ લેટીન indusમાંથી લેવામાં આવ્યો છે. જેનો અર્થ એવો થાય છે કે, ગ્રીક nesosનો મતલબ આર્યલેન્ડ થાય છે. એટલે નામ પરથી જ જાહેર થાય છે કે અહીં ભારત સાથે સંસ્કૃતિ ઘણી મળતી આવે છે.

મુસ્લિમની વસ્તી ધરવત આ દેશમાં પણ હિંદુ ભગવાનને મહત્વ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હિંદુ અને મુસ્લિમ બંને એક જ છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *