પોતાની અદાઓ થી ઘાયલ કરવા આવી ગઈ “કોમોલિકા” કસોટી ઝીંદગી કી માં થઇ હિના ની એન્ટ્રી😍

સ્ટાર પલ્સ નો સૌથી પોપ્યુલર શો કસોટી ઝીંદગી કી 2 માં એક પછી એક ખુબજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ સીઝનમાં એકતાએ પાર્થ સમથાન ને અનુરાગ તો એરિકા ને પ્રેરણા નો રોલ આપવામાં આવ્યો છે. પણ હજી સુધી શો ની સુંદરી જોવા મળી નથી જેને જોવા માટે ઘણા સમય થી રાહ જોવાઈ રહી છે. હા, અમે વાત કરી રહ્યા છીએ કોમોલિકા ની. આ શો ના પાછલા સીઝન માં જ્યાં ઉર્વશી ઢોલકિયા એ પોતાની ઇમેજ કોમોલિક નું નામ અને ફેશન ની પ્રખ્યાત કરી હતી. તો હવે બીજા સીઝનમાં કોમોલિક ના રોલ માં જલ્દી જોવા મળશે હિના ખાન.

છેલ્લા ઘણા દિવસો થી હિના ખાને શો ની શૂટિંગ શરૂ કરી દીધી છે. થોડીવાર પહેલાજ અમે તમને હિના ખાન ની કોમોલિક વાળા લૂક ની એક પિક્ચર રજૂ કરી હતી. હવે આખરે એકતાએ આ શો નું પ્રોમો રિલીઝ કરી દીધું છે. હાલમાંજ શો નું પ્રોમો રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં કોમોલિકા ની સ્ટાઈલિશ અદાઓ જોવા મળી રહી છે.

https://www.youtube.com/watch?v=tLt687Y3XqA

જેમાં હિના ખાન ની ઝલક નજર આવે છે. હિના શો માં કોમોલિકા ના રોલ માં નજર આવશે। બેકલેસ ચોળી અને ઘાઘરા સાથે હિના નો સ્ટાઈલિશ અવતાર જોવા મળશે। હિના ના લૂક ની વાત કરીએ તો આ શો માં સાચેજ હિના ખુબજ કાતિલ વિલન તરીકે જોવા મળશે.

હિના નો આ લૂક અલગ અને ક્લાસી છે. પોતાના આ લૂક માં હિના કાળા અને સફેદ રંગ ના લહેંગા અને ચોળી માં દેખાઈ રહી છે. આ લૂકને હીનાએ ઓકસીફાઇડ જવેલરી સાથે ટિમ અપ કર્યું છે. હીનાની નથ ના કારણે તેનો લૂક વધારે સ્ટાઈલિશ લાગી રહ્યો છે.

પ્રોમો માં કોમોલિકા બની હિના ની અદાઓ પર બધાય લટ્ટુ થતા નજર આવી રહ્યા છે. સાથેજ અનુરાગ અને પ્રેરણા પણ આ પ્રોમો માં નજર આવી રહ્યા છે.  તો દોસ્તો, ટીવી પર આગ લગાડવા પરત ફરી રહી છે કોમોલિકા….

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment