હિડિંબા દેવીનું મંદિર જે મનાલીના ડુંગરી વન વિહારમાં આવેલુ અધિષ્ઠાત્રી દેવીનું મંદિર છે

મનાલી, ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના પહાડોનું એક મહત્વપૂર્ણ પર્વતીય સ્થળ, ઘણા દેવી દેવતાઓ અને ઋષિઓની ભુમી છે. હિડિંબા દેવી મનાલીની અધિષ્ઠાત્રી દેવી છે. મનાલીના ડુંગરી વન વિહારમા આવેલુ મંદિર તેમની મોટી છતની રચના અને ધાતુની છત હોવા છતાં, તેમના પરી દ્રશ્યો માંથી ઉભરી આવે છે. હિડિંબા દેવીના મંદિર તરફ જતા સાંકડા માર્ગ ઊંચા ઊંચા દેવદારના ઝાડથી ઘેરાયેલા ખુબજ મોહક લાગી રહ્યું છે.

Image Source

હિડિંબા દેવી સંબંધિત રસપ્રદ દંતકથાઓ:

Image Source

હિડિંબી તેના ભાઈ હિડીંબ સાથે હિમાલયની તળેટીમાં આવેલા જંગલોમાં રહેતી હતી. તે વિસ્તારને હવે આપણે મનાલીના નામે ઓળખીએ છીએ. હિડિંબી અને હિડિંબ, બંને ભાઈ-બહેન રાક્ષસ કુળના હતા. હિડિંબી એ વચન લીધું હતું કે તે તેની સાથે લગ્ન કરશે જે તેના ભાઈ હિડિંબ ને હરાવી શકશે. તેનો અર્થ એવો થાય કે હિડિંબા ખૂબ શકિતશાળી વર સાથે જ લગ્ન કરવા ઈચ્છતી હતી.

પાંડવ તેમના વનવાસ વખતે જ્યારે ભારતના આ ભાગમાં આવ્યા હતા, ત્યારે ભીમે હિડિંબને એક ભીષણ યુદ્ધમાં હરાવ્યો હતો. ત્યારબાદ ભીમે હિડિંબી સાથે લગ્ન કર્યા જેનાથી હિડિંબી કુંતીની પેહલી કુળવધુ બની. પરંતુ સમુદાયના નિયમો અને તેની પોતાની ઈચ્છાને કારણે તેણે તેના જંગલમાં જ રેહવાનો નિર્ણય કર્યો. તે પાંડવો સાથે ન ગઈ. હિડિંબીએ ભીમના પુત્ર ઘટોત્કચને જન્મ આપ્યો જે પાછળથી તે જંગલ વિસ્તારનો રાજા બન્યો. ઘટોત્કચએ મહાભારત યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને અર્જુનના જીવનની રક્ષા કરી હતી.

ઘટોત્કચના પુત્ર બર્બરીક મહાભારતના યુદ્ધનો એકમાત્ર સાક્ષી છે. કૃષ્ણને મળેલા વરદાનના કારણે ‘ ખાટુના બાબા શ્યામ ‘ ના નામથી તેની પૂજા કરવામાં આવે છે.

નરેન્દ્ર કોહલી દ્વારા રચેલી હિડિંબા. તે પાંડવો અને હિડિંબાની વચ્ચે થયેલ સંવાદો પર આધારિત છે જેને એક સભ્ય વિશ્વ અને આદિવાસી સંસ્કૃતિની વચ્ચે સંવાદ રૂપે રજૂ કરવામાં આવ્યું છે.

મનાલીમાં હિડિંબાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. ભક્તો દૂર દૂરથી માતાના દર્શન કરવા આવે છે અને તેમની વેદના તેને કહે છે. તેના ભક્તોને તેના પર અપાર વિશ્વાસ છે કે તેના બધા કષ્ટો અને દુઃખોને દુર કરશે.

હિડિંબા મંદિરનો ઇતિહાસ:

Image Source

કોઈ સમયે હિડિંબા મંદિર પણ એક ગુફા મંદિર રહ્યું હશે, જેમકે પહાડો પર આવેલુ મોટાભાગે દેવી મંદિર છે. હાલમાં આ હિડિંબા મંદિર એક ગુફાની ચારે બાજુ બનાવેલું છે. મુખ્ય દેવીની તસ્વીર હકીકતમાં ધરતીમાંથી નીકળતો એક પથ્થર છે.

મંદિરના પ્રવેશદ્વાર પાસે લાગેલી લાકડીની પટ્ટીઓ પર લખેલા અભિલેખ મુજબ હાલના મંદિરનું નિર્માણ ઈ.સ.૧૪૪૩માં રાજા બહાદુરસિંહે કરાવ્યું હતું. તેની રચના વાસ્તુકળાની લાક્ષણિક શૈલીમાં કરવામાં આવી જે પહાડી વિસ્તારોની પ્રચલિત શૈલી છે. મંદિરનું નિર્માણ કરવા માટે ક્રમશઃ ખડક અને લાકડાની પટ્ટીઓને બદલીને લગાવવામાં આવી છે. મંદિરની છત ત્રણ પડની છે અને તેની ટોચ પર પીતળની ધાતુનું બનાવેલું સુંદર શિખર છે.

હિડિંબા દેવીનું મંદિર ડુંગરી ગામમાં આવેલુ છે. આ કારણે હિડિંબા દેવીને ડુંગળી દેવી પણ કહેવામાં આવે છે.

હિડિંબા દેવી મંદિરના દર્શન:

Image Source

હું હિમાચલ પ્રદેશમાં ૧૫ દિવસોથી એક માર્ગની ભ્રમણ કરી રહી હતી જે અંતર્ગત હું માર્ગ દ્વારા હિમાચલની પર્વતમાળાઓ માં ભ્રમણ કરી રહી હતી. આ ધરતી ના કેટલાક સર્વાધિક જોખમ ભરેલા માર્ગોમાં ૧૫ દિવસ ભ્રમણ કર્યા પછી હું મનાલી પહોંચી. ઘણા દિવસો સુધી હિમાલયની ઉજ્જડ શ્રેણીઓના નિર્જનતાનું નિરીક્ષણ કર્યા પછી, અંતે મેં મનાલીમાં લીલીછમ લીલોતરી જોઈ. એવું લાગે છે કે જાણે હું ફરીથી મારી જાણીતી સંસ્કૃતિમા પાછી ફરી છું. જીવનની આ અનોખી જોખમી યાત્રા પૂર્ણ થયા પછી અંતે મને શાંતિ થઈ. તેથી જ્યારે હું તેમને જોવા માટે હિડિમ્બા દેવીના મંદિરે પહોંચી ત્યારે એવું લાગ્યું કે જાણે હું તેમનો આભાર માનવા આવી છું.

જ્યારે હું ઊંચા ઊંચા વૃક્ષોની વચ્ચેથી પસાર થઇ રહી હતી, ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો. પ્રકૃતિ સામે આપણા જેવા મનુષ્યનું સામર્થ્ય કેટલું સૂક્ષ્મ છે. તેમની સામે આપણે કેટલા અસહાય તેમજ શક્તિહીન છીએ. ત્યાં સુધી કે આપણું અસ્તિત્વ પણ પ્રકૃતિ પર આધારીત છે.

આ પહેલા મેં ઘણા પથ્થરો તેમજ લાકડા દ્વારા બનેલા અનેક નાના મોટા મંદિરોના દર્શન કર્યા છે. આ મંદિર તે પ્રકારના મોટા મંદિરોમાંથી એક માનવામાં આવશે. મોટા મોટા વૃક્ષોની વચ્ચે આ મંદિર ગર્વથી ઊભું હોય તેવું લાગે છે.

લાકડાની કોતરણીના દરવાજા:

Image Source

મંદિરની નજીક પહોંચ્યા પછી સૌથી પહેલા મારી આંખને જેણે આકર્ષિત કર્યું તે હતો સુંદર લાકડાનો દ્વાર. આ દ્વાર પર દેવીના અલગ અલગ સ્વરૂપને કોતરવામાં આવ્યા છે. તેના પર ઘણા પવિત્ર ચિહ્નો પણ બનાવવામાં આવ્યા હતા. તેમાં મુખ્ય પૂર્ણ કુંભ, પર્ણસમૂહ, પશુમૂર્તીઓ વગેરેની છબીઓ છે. મહિષાસુરમર્દિની, ગરુડ પર સવાર વિષ્ણુ અને નંદી પર બેઠા શિવ અને પાર્વતી સહિત અનેક દેવી-દેવતાઓની છબીઓ પણ કોતરવામાં આવી છે. મારૂ ધ્યાન હાથ જોડીને ઉભેલા એક ભક્તની છબી પર પણ પડ્યું. દ્વારના ચોકઠ ઉપર ગણેશ અને નવગ્રહ કોતરવામાં આવ્યા છે.

મંદિરની અંદર તમને એક વિશાળ શિલાખંડ દેખાશે જે મુખ્ય દેવીનું પ્રતિક છે. આ શીલાખંડની પાસે ધાતુની એક નાની મૂર્તિ છે. એક અન્ય શીલાખંડની ઉપર દેવીના પગથીયા છે. તેનો અર્થ છે કે દેવી અહીંયા ત્રણ રૂપે ઉપસ્થિત છે.

શીલા, મૂર્તિ અને ચરણપાદુકા:

ગર્ભગૃહની અંદર એક દોરડું લટકાવવામાં આવ્યું છે, જેની એક રસપ્રદ કથા છે. પ્રચલિત કથા મુજબ પ્રાચીનકાળમાં અપરાધીઓને આ દોરડા પર લટકાવવામાં આવતા હતા અને તેનું માથું આ શીલા પર તેમનું માથું લટકાવવામાં આવતું હતું. તેમના વિસ્તારના ગુનેગારોને દંડ આપીને ન્યાયની ખાતરી કરવામાં આ મંદિરની ભૂમિકા મહત્વપૂર્ણ હતી.

મંદિરની બહાર આવીને આપણે સ્વાભાવિક રૂપે મંદિરની પરિક્રમા કરવા લાગીએ. ત્યારે મારી નજર મંદિરની ભીંતો પર લટકેલા અસંખ્ય શિંગડા પર પડી. પ્રથમ દૃષ્ટિએ તે મનમાં ભય ઉત્પન્ન કરી દે છે. થોડા સમય પછી મને સમજાયું કે તે મંદિરનો જ ભાગ છે. ભૂતકાળમાં આપવામાં આવેલા પ્રાણીઓના બલિદાનના અવશેષો છે.

શિંગડાની સંખ્યા એટલી વધારે હતી કે તેના પરથી નજર હટાવવામાં મને થોડો સમય લાગ્યો. ત્યારબાદ જ મારી નજર મંદિરની સમૃદ્ધ રૂપે કોતરણીવાળી બારીઓ પર પડી.

ઘટોત્કચ મંદિર:

Image Source

હિડિંબા મંદિરની પાસે તેના પુત્ર ઘટોત્કચને સમર્પિત એક નાનું મંદિર છે.

ત્યાં એક માહિતી બોર્ડ પણ જણાવી રહ્યું હતું કે નજીકમાં ક્યાંક બાર્બરિકને સમર્પિત એક મંદિર છે. પરંતુ નિયતિએ તેની સાથે મારી મુલાકાત અહીં અને હમણાં લખી નહોતી. પરંતુ થોડા વર્ષો પછી હું ખાટુ શ્યામ મંદિરમાં બાર્બરિકને મળવા જઇ રહી હતી.

હિડિંબા દેવી મંદિરનો ઉત્સવ:

નવરાત્રી ઉત્સવ:

દેવી મંદિર હોવાને કારણે સ્વાભાવિક જ છે કે આ મંદિરનો મુખ્ય ઉત્સવ નવરાત્રી છે. મને જણાવવામાં આવ્યું કે દેવીના આ નવ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તજનો મંદિરની ચારેબાજુ લાઈનમાં ઉભા રહે છે. નવરાત્રિના નવ દિવસ અહીં મેળા જેવું વાતાવરણ થઈ જાય છે.

ડુંગરી ઉત્સવ:

ડુંગરી ઉત્સવ વસંત પંચમીના દિવસે ઉજવવામાં આવે છે જેને હિડિંબાની જન્મતિથિ માનવામાં આવે છે. આ દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે જ્યારે ચારે બાજુ વિવિધ પ્રકારના ફૂલો લેહરાય રહ્યા છે. આ તહેવાર જેઠ મહિનામાં પહેલા દિવસથી મનાવવમાં આવે છે, જે અંગ્રેજી પંચાંગના મે મહિનામાં આવે છે.

ત્રણ દિવસના મેળામાં આ તહેવાર ઉજવવા માટે આજુબાજુના ગામના રહેવાસી તેમના દેવી દેવતાઓને શણગારેલી પાલખીમાં બેસાડીને અહીં લાવે છે. ગીત સંગીતના તાલે દેવી-દેવતાઓની શોભાયાત્રા કાઢીને તેને ડુંગરી લાવવામાં આવે છે. આ દેવી-દેવતાઓમાં મુખ્યત્વે સિમસાના કાર્તિક સ્વામી, પારશા ના ચાંડાલ ઋષિ,અલેઉના સૃષ્ટિ નારાયણ, જગતસુખના શ્રિગણ, સજલા ના વિષ્ણુ, સિયાલ ના માલાદેવી, નાસોગીના શંખ નારાયણ વગેરે નો સમાવેશ છે.ઉત્સવના ચોથા દિવસે મેળો મનાલી ગામમાં આવેલ મનુના મંદિરમાં સ્થળાંતર થઇ જાય છે. મેળામાં પતંગ ઉડાડવામાં આવે છે, જુદી જુદી રમત રમવામાં આવે છે અને દેવીની પ્રાર્થના કરવામાં આવે છે.

આ ઉત્સવને હિડિંબા દેવી મેળો પણ કહે છે. ઇન્ટરનેટ દ્વારા મને જાણકારી પ્રાપ્ત થઇ કે આ મેળાનું સંપૂર્ણ આયોજન અને સંયોજન સ્થાનિક સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

સરુહની યાત્રા:

સરુહની યાત્રા અથવા બહાદુરસિંહની જાત્રા શ્રાવણ મહિનાના પહેલા દિવસે મનાવવામાં આવે છે જે વર્ષા ઋતુમાં આવે છે. આ તહેવાર વાસ્તવમાં અનાજની સફળ વાવણી માટે ઉજવવામાં આવે છે.

શરદ નવરાત્રિના છેલ્લે ઉજવવામાં આવતા કુલ્લુ દશેરામાં પણ દેવી ભાગ લે છે. એટલું જ નહિ, દશેરા તહેવારની શરૂઆત અને અંત દેવીની હાજરીમાં કરવામાં આવે છે. દેવી તહેવારના ઘોડાને આશીર્વાદ આપે છે કુલ્લું રાજ પરિવાર હિડિંબા દેવીને તેમની દાદી માને છે. ભાવિ રાજાના રાજતિલકથી પહેલા રાજ પરિવાર દેવીના દર્શન કરવા અને તેના આશીર્વાદ લેવા અહીં જરૂર આવે છે.

મંદિરમાં પ્રવાસીઓની પ્રવૃત્તિઓ:

Image Source

આ મંદિર યાત્રીઓમાં ખૂબ લોકપ્રિય છે. જે પણ મનાલી ફરવા આવે છે તેઓએ હિડિંબા દેવીના દર્શન કરવા જરૂર જવું જોઈએ. મંદિરની આજુબાજુના ક્ષેત્રને ડુંગરી વનવિહાર કેહવાય છે. અહી ઘણા યાક છે જે તમને તેમની પીઠ પર બેસાડીને સવારી કરાવે છે.

અહી ઘણા ફોટોગ્રાફરો ફરતા હોય છે જે તમને હિમાચલ પ્રદેશના સ્થાનિક પોશાકમાં જોવા મળે છે અને તમારા ફોટા લે છે. તે મનાલીની અપ્રતિમ સ્મૃતિ હોય શકે છે. અહી કેટલાય નવા યુગલો ફરવા આવે છે અને હિમાચલી વેશભૂષામાં તેમના ચિત્ર બનાવે છે જેથી તમારી આવનારી પેઢીને બતાવી શકે. એકંદરે, અહીં ખૂબ આનંદ ભરેલું વાતાવરણ રહે છે.

આ મંદિરને ‘ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ‘ જાહેર કરાયું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

ખાસ નોંધ : અમે ઉપરોક્ત દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો “ફક્તગુજરાતી” અને “ફક્તફૂડ” આની  પુષ્ટિ નથી કરતી. 

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *