આ ચાર આયુર્વેદિક દવા મટાડી શકે છે તાવ/શરદીને ગણતરીના દિવસોમાં

Image source

તાવ – તાવને અનેક રોગની ઉત્પતિ અથવા રોગનું લક્ષણ માનવામાં આવે છે. હાલમાં કોરોના મહામારીની સ્થિતિ ચાલી રહી છે એમાં પણ ઘણા લોકોને સૌ પ્રથમ તાવ આવવાની શરૂઆત થાય છે.  એલોપેથી મુજબ સામાન્ય રીતે ૩૭ ડીગ્રીથી વધારેનું તાપમાન શરીરમાં તાવ બતાવે છે. તાવ આવવાથી શરીરની શક્તિ વ્યય થઇ ગઈ હોય એવો અનુભવ થાય છે; સાથે શરદી, કમરનો દુઃખાવો, કાનમાં ધાક પડી જવી કે પછી સખત કળતર થવી એવા લક્ષણો પણ જોવા મળે છે.

તાવમાં માત્ર શરીર ગરમ થવું એ જ થાય એવું જરૂરી નથી! તાવથી શરીરની પ્રણાલી તૂટે છે અને બીજી બીમારી લાગુ પડવાની સ્થિતિ સર્જાય છે. ઘણીવાર તાવ ઊંઘમાં આવે એવું પણ બની શકે છે. તાવને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો શરીરની પ્રતિકારક શક્તિ ઓછી થઇ હોવાનું પણ કહેવાય છે.

આજના આર્ટીકલની માહિતી હંમેશા સેવ કરીને રાખજો તમને પણ ગમે ત્યારે કામ લાગી શકે છે અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે આ માહિતીને શેયર કરવા જેવી છે. કોરોના જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવા માટે પણ આ આર્ટીકલ ઉપયોગી થશે.

સૌપ્રથમ વાત કરીએ તો તાવને દૂર કરવા માટેની ચોક્કસ આયુર્વેદ વસ્તુઓ : જેમાં ગિલોય, આંબળા, અરડૂસી, આદુ, નાગરમોથા જેવી ઔષધીનું સેવન તાવ તેમજ તાવને લગતી સમસ્યાને દૂર કરવા માટે એક સારો આયુર્વેદિક વિકલ્પ છે. આયુર્વેદના જાણકાર તાવ માટે સંજીવની વટી, મૃત્યંજય રસ, ત્રિભુવન કીર્તિ અને સિતોપલાદી ચૂર્ણની સલાહ આપે છે.

અહીં આ બધી આયુર્વેદિક દવાઓમાંથી તમને વિગતવાર એક પછી એક દવાઓનો ઉપયોગ અને તેના ફાયદાઓ વિષે જણાવેલ છે તો આ માહિતીને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

તાવ માટે આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અને જડીબુટ્ટી :

ગિલોય :

ગિલોય પાચનતંત્રને લગતી બીમારીને દૂર કરવા માટે મુખ્ય છે. સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે અને અન્ય બીમારી લાગુ પડતી બચાવે છે. લોહીના શુદ્ધિકરણ માટે ગિલોય ઉપયોગી છે.

પીપળી :

પીપળી એ પાચન, શ્વસન અને પ્રજનન પ્રણાલી પર કાર્ય કરે છે. સાથે તાવ અને તાવને લગતી બીમારીને દૂર કરવા માટે પીપળી સક્ષમ છે. પીપળીમાં કૃમિનાશક ગુણ હોય છે, જે શરીરની કાર્યપ્રણાલીને મજબૂત કરવા માટે ઉપયોગી છે.

વાસા :

પાચન પ્રણાલી અને તંત્રિકા પર કાર્ય કરતી આ ઔષધી છે. કફને દૂર કરવા માટે ખાસ ઉપયોગી છે અને એ સાથે મૂત્રવર્ધક ઔષધી હોવાને કારને મૂત્ર દ્રારા શરીરની અંદર રહેલી ગંદકીને દૂર કરે છે. વાસાનું સેવન કર્યા પછી વ્યક્તિને વારેવારે પેશાબ જવાની જરૂર પડે છે, જેથી તાવને જલ્દીથી દૂર કરી શકાય છે. ઉધરસ, અસ્થમા, કફ વિકાર, ડાયાબીટીસ વગેરે માટે વાસા બહુ ઉપયોગી છે.

આંબળા :

Image source

આંબળા પાચનશક્તિને વધારવાનું કામ કરે છે, જેથી ખોરાકનું સરખું પાચન થાય છે.  આંબળા શક્તિવર્ધક, ઉર્જાવર્ધક અને ભૂખ વધારે એવી ઔષધી છે. આંબળાથી તાવ, કમજોરી, આંખ અને ફેફસામાં સોજો, લીવરને લગતી સમસ્યામાં ફાયદો થાય છે.

આદુ :

Image source

આદુ સ્વાદેન્દ્રિય ખોલે છે અને આદુથી શરીરને અંદરથી ગરમી મળે છે, જેથી બહારથી અન્ય બીમારીના જીવાણું શરીર અંદર પ્રેવેશી શકતા નથી. સુકાયેલું આદુ પેટમાં અગ્નિ ઉત્પન્ન કરે છે અને કફમાં ફાયદો આપે છે. શરીરમાં થયેલી વાત, પિત અને કફની તકલીફ માટેનો અકસીર ઈલાજ આદુ છે.

અહીં જણાવેલ મુખ્ય ઔષધીના ઉપયોગ દ્વારા અમુક આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે, જેને આપણે બજારમાંથી ખરીદતા હોઈએ છીએ. તાવને દૂર કરવા માટે અહીં અન્ય આયુર્વેદિક દવાઓ જણાવવામાં આવી છે. આપ એ આ માહિતીને નોંધ કરીને રાખજો :

શહેરના આયુર્વેદિક સ્ટોર પરથી તમે આસાનીથી અહીં જણાવેલ આયુર્વેદિક દવાઓ ખરીદી શકો છો તેમજ લાંબા સમયની ગંભીર બીમારીમાંથી છુટકારો મેળવવા માટે આપ આ આયુર્વેદિક દવાઓનું સેવન કરી શકો છો.

મૃત્યુંજય રસ :

આમાં એક ચોક્કસ માત્રામાં શુદ્ધ હિંગુલ ચૂર્ણ, શુદ્ધ વત્સનાભ ચૂર્ણ, તીખાની ભૂકીનું ચૂર્ણ, શુદ્ધ ગંધક અને અન્ય વસ્તુથી બનાવવામાં આવે છે. મૃત્યુંજય રસ તાવની બીમારીમાં રાહત આપે છે અને બેક્ટેરિયલ ઇન્ફેકશનમાં પણ રાહત આપે છે.

સંજીવની વટી :

આમાં અલગ – અલગ પ્રકારની એક થી વધુ ઔષધી ઉમેરવામાં આવે છે. જેમ કે, ત્રિફળા, આંબળા, હરડે, સુંઠ વગેરે.  ટાઈફોઈડનો તાવ, સતત માથાનો દુઃખાવો, પેટની સમસ્યા માટે સંજીવની વટી ઉપયોગી છે.

ત્રિભુવનકીર્તિ રસ :

આ એક હર્બો-મિનરલ ઔષધી છે. આમાં તુલસી, ધતુરો, પીપળી, આદુ, સુંઠ વગેરે ઉમેરવામાં આવે છે. આ રસ શરીરમાં પરસેવો લાવીને તાવને શરીરમાંથી દૂર કરે છે. એ સિવાય આ રસથી માઈગ્રેનનો ઈલાજ પણ કરી શકાય છે. ઇનફ્લુએન્જા(સ્વર તંત્રમાં સોજો), ફેરીન્જાઈટીસ(ગળામાં સોજો), કાકડાને લગતા દર્દમાં પણ અતિઉપયોગી છે.

સિતોપલાદિ ચૂર્ણ :

આ ચૂર્ણમાં સાકર, વંશલોચન, નાની પીપળી, એલચી, તજ-લવિંગ હોય છે તથા વિશેષ ઔષધી પણ ઉમેરવામાં આવે છે. તાવ, ફ્લુ, માઈગ્રેન, શ્વસનને લગતી તકલીફમાં જલ્દીથી રાહત આપે છે. તાવને કારણે શરદી અને કફમાં રાહત આપે છે.

અહીં જણાવેલ તમામ ઔષધી આપ ઔષધી સ્ટોર પર જઈને ખરીદી શકો છો તથા આપના ગામ કે શહેરમાં આવેલ મેડીકલ સ્ટોર પરથી મેળવી શકો છો. પતંજલિ સ્ટોર પરથી આપ મોટાભાગની દવાઓની ખરીદી કરી શકો છો કારણ કે ત્યાં બધી જ આયુર્વેદિક ઔષધી મળતી હોય છે.

ખાસ નોંધમાં એ પણ જણાવી દઈએ કે વધુ ગંભીર સ્થિતિ જણાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ અથવા અહીં જણાવેલ આયુર્વેદિક ઔષધી પણ આપ ડોક્ટરની સલાહથી લઇ શકો છો.

આવી જ અન્ય વિશેષ માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ‘ફક્ત ગુજરાતી’ ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને રસપ્રદ માહિતી દરરોજ મળતી રહેશે.

#Author : Ravi Gohel

Leave a Comment