અમદાવાદની ધરોહર યાત્રા – પ્રાચીન નગર નો એક પરિચય

દિલ્હી અને હૈદરાબાદની જેમ અમદાવાદમાં પણ એક પ્રાચીન નગર વસેલું છે, જે આજે પણ પ્રાચીન કાળના તેજ સમયમાં જીવે છે. આ પ્રાચીન સ્થળો તમને પાછા જૂના સમયમાં લઈ જાય છે જ્યારે આ નગરોનું નવું નવું નિર્માણ થઇ રહ્યું હતું અને જ્યાં ધીમે-ધીમે તેઓ વિકસી રહ્યા હતા. આ ક્ષેત્રની તેમની એક વિશેષ ઓળખ છે જે ત્યાંના વાતાવરણ પરથી સ્પષ્ટ થાય છે.

Image Source

અમદાવાદની સૌથી મોટી ખાસિયત, આ પ્રાચીન નગરની આવાસીય વ્યવસ્થા છે તેને અદભુત બનાવે છે. અહીં વિવિધ સમુદાય સ્વતંત્ર રીતે રહે છે, પરંતુ તેમ છતાં તેઓ એકબીજા સાથે જોડાયેલા છે.

અમદાવાદ નગરપાલિકા નિગમ દ્વારા દરરોજ અમદાવાદની વિરાસત યાત્રાનું આયોજન કરવામાં આવે છે જે તમને આ શહેરના જુના ભાગોમાં લઈ જાય છે. વર્ષોથી આ યાત્રાનું આયોજન કરતા કરતા હવે તેઓ આ કાર્યમાં ખુબ જ કુશળ બની ગયા છે. હું લગભગ ૧૩ વર્ષ પહેલા પહેલીવાર આ પદયાત્રામાં ગઈ હતી અને પછી તેના દસ વર્ષ પછી, એટલે કે ત્રણ વર્ષ પહેલા મને ફરીથી આ યાત્રામાં જવાની તક મળી અને બંને વખતે મને આ યાત્રાઓ દરમિયાન ખૂબ જ આનંદ આવ્યો.

અમદાવાદના વારસાની યાત્રા સાથે જોડાયેલા અનુભવો:

Image Source

આ યાત્રાની શરૂઆત કાલુપુર સ્વામિનારાયણ મંદિર થી થાય છે, જે આ શહેરની એકદમ વચ્ચે આવેલું છે. જો તમે ઈચ્છો તો સવાર સવારના આઠ વાગ્યા પહેલા ત્યાં પહોંચીને મંદિરની બહાર આવેલી દુકાનોમાં મળતો તાજા અને ગરમગરમ નાસ્તાનો આનંદ લઈ શકો છો. તમારે ત્યાં મળતા ફાફડા જે પપૈયાની ચટણી સાથે પીરસવામાં આવે છે અને જલેબી જરૂર ખાવી જોઈએ.

આ પદયાત્રાની શરૂઆત કરતા પહેલા યાત્રીઓને આ મંદિરમાં અહીંના વારસા પર આધારિત એક નાનકડું ચલચિત્ર બતાવવામાં આવે છે, જેથી યાત્રા દરમિયાન તેઓને કોઈ મુશ્કેલી ન પડે.

કવિ દલપતરાયનું ઘર:

Image Source

આ યાત્રાનો સૌથી પહેલો પડાવ છે કવિ દલપતરાયનું ઘર, જ્યાં અગવાડા સિવાય બીજું કશું જ નથી, જેમાં એક ખુલ્લુ આંગણું છે જ્યાં તેની એક મોટી મૂર્તિ ઉભી છે. અમારા માર્ગદર્શકે અમને તેમના જીવન અને તેમના દાર્શનિક વિચારો વિશે વિસ્તારમાં સમજાવ્યુ અને તે પણ જણાવ્યું કે કેવી રીતે આ આંગણા દ્વારા તેમને જીવંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

પક્ષીઓનો ચબૂતરો:

Image Source

અમદાવાદની શેરીઓમાં ફરતા આપણને અનેક પ્રકારના પક્ષીઓના ચબુતરા બતાવવામાં આવ્યા હતા. આ ચબુતરા કેટલાક વૃક્ષો જેવા લાગતા હતા, જે આ અતિપ્રજનક શેરીઓમાં ક્યાંય પણ જોવા મળતા ન હતા.

અમદાવાદનું આ જૂનું શહેર આવાસીય જૂથોમાં વહેંચાયેલું છે, જ્યાં કેટલાક વિશેષ સમુદાયો રહે છે. આ સમુદાય જાતિ આધારિત બને છે, કે પછી ધર્મ કે વ્યવસાયના આધારે, કે પછી આ ત્રણેયના સંમિશ્રણના આધારે બનાવવામાં આવે છે.

અહીં કેટલાક ગુપ્ત માર્ગો છે જે આ આવાસોને કોઈ કોયડાની જેમ એકબીજા સાથે જોડે છે. કોઈપણ બહારના લોકો માટે આ રસ્તાને સમજવો અસંભવ છે, જે હુમલાની સ્થિતિમાં ખૂબ જ અનુકૂળ સાબિત થાય છે. અહીં આ પ્રકારનું નિર્માણ જોઈને મારા મનમાં એ વિચાર આવ્યો કે, શું હુમલા અને ઝઘડાઓ હંમેશા આ શહેરની સંસ્કૃતિનો એક અતૂટ ભાગ રહ્યો છે; જેના કારણે તેઓને આ પદ્ધતિનો ઉપયોગ આવાસીય ભાગોમાં પણ કરવો પડતો હતો, જે ઘણીવાર રાજસી મહેલોમાં હોય છે.

રામજી મંદિર – હવેલી મંદિર:

Image Source

અમે અમદાવાદના લગભગ ૪૫૦ વર્ષ જૂનું રામજી મંદિરના દર્શન કર્યા જેને હવેલી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના કર્તાહર્તા એટલે કે મંદિરનો વિસ્તારિત સંયુક્ત પરિવાર આજે પણ અહીં રહે છે. આ પારિવારિક મંદિર સામાન્ય લોકો માટે પણ ખુલ્લું રહે છે. અહીં લાકડાની બનેલી સંરચના જે આજે પણ આ હવેલીનું વજન ધરાવે છે, તે ખરેખર ખુબ જ વખાણ યોગ્ય છે.

 અષ્ટપદી જૈન મંદિર:

Image Source

અષ્ટપદી જૈન આ મંદિર ખૂબ જ સુંદર છે જેની લાક્ષણિક જૈન વાસ્તુકળા પ્રશંસનીય છે. આ દરમિયાન અમારા પ્રવાસના માર્ગદર્શકે અમને ત્યાંની અનોખી વર્ષા જળ સંરચના પ્રણાલી વિશે બતાવ્યું જે આખા વર્ષ માટે ઉપલબ્ધ વપરાશ યોગ્ય વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. આ સંરચનાને જોઈને તમને આશ્ચર્ય જરૂર થશે, જેની સંરચનામાં પણ ઘણી પદ્ધતિઓ છુપાયેલી છે.

અહીં ફક્ત વરસાદનું પાણી જ સંગ્રહ કરવામાં નથી આવતું પરંતુ ચુના અને તાંબાના પાઇપના ઉપયોગથી તેનો એ પ્રકારે સંગ્રહ કરવામાં આવે છે કે તેની ઉપયોગીતા બનેલી રહે છે અને તે કોઈપણ પ્રકારના જીવજંતુ કે રોગોથી મુક્ત રહે. ક્યારેક હું વિચારું છું કે આપણે આપણા પૂર્વજોની આ સામાન્યતઃ ઉપલબ્ધ બુદ્ધિમત્તાને ન જાણે કેમ અને ક્યાં ગુમાવી દીધી છે, જેની પાસે આપણી દરેક જરૂરિયાત માટેના કોઈને કોઈ સ્થાનીય અને સરળ ઉપાયો જરૂર હતા.

આ અંતિમ પડાવ સુધી પહોંચતા પહોંચતા આ પદયાત્રા બજારોમાંથી થઈને આગળ વધે છે, જ્યાં દુકાનદારો પોતાની દુકાન ખોલતા દિવસની શરૂઆત કરતાં જોવા મળે છે. ભારતના બીજા પ્રાચીન સ્થળોની જેમ આ સ્થળ સાથે પણ કેટલીક રોચક વાર્તાઓ જોડાયેલી છે, પરંતુ આ વખતે આ વાર્તાઓ તમારી સાથે શેર કરીશ નહીં, જેથી જ્યારે તમે ક્યાં જશો ત્યારે તમે તેનો આનંદ લઈ શકશો.

આ બજારમાં ફરતા અમારા માર્ગદર્શકે અમને નકશીદાર લાકડાની વિવિધ વસ્તુઓ ને ધ્યાનથી જોવાનું કહી, જેમાં ઘણી વાર્તાઓના સુત્રો કોતરવામાં આવ્યા હતા. જેમકે તમે આ વસ્તુઓ પર કોતરવામાં આવેલી વિશ્વના વિવિધ સ્થળોની અસર જોઈ શકશો. ઘણીવાર આ વસ્તુઓનો આકાર તેમની પ્રતિષ્ઠાની નિશાની હોય છે.

જામા મસ્જિદ:

Image Source

આ પદયાત્રાનો અંતિમ પડાવ છે જામા મસ્જિદ, જે તાજમહેલથી ૨૦૦ વર્ષ જૂની છે, સંભવતઃ કોઈ પ્રાચીન મંદિર ઉપર બનાવ્યું છે.

અમદાવાદ નગરપાલિકા નિગમ દ્વારા આ વાર્તાની યાત્રાના સંપૂર્ણ માર્ગ પર નાના નાના સુચના ફલક લગાવવામાં આવ્યા છે, જે અહીંના વિવિધ સ્થળો વિશે તમને વિસ્તૃત જાણકારી આપે છે. જેથી જો તમે આ યાત્રામાં જાઓ તો તમે સરળતાથી આ સ્થળ સંબંધી જાણકારી મેળવીને તેને સમજી શકો.

મારા ખ્યાલ મુજબ દરેકે અમદાવાદની આ વારસાની યાત્રામાં જરૂર જવું જોઈએ.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો ફકત ગુજરાતી સાથે.

#Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *