આ રીતે તૈયાર કરો ઘરે તંદુરી મસાલો, પછી જુઓ ઘરે બનાવેલ પનીર ટિક્કાનો સ્વાદ કેવો વધે છે

તંદુરી ફૂડ જ્યારે ઘરે બનાવવામાં આવે છે તો તેમાં તે સ્વાદ જ આવતો નથી જે હોટલના ફૂડમાં આવે છે. ખરેખર, ફરક ફક્ત મસાલાનો હોય છે. અહી જાણો ઘરે તંદુરી મસાલા બનાવવાની રીત.

તંદુરી ડીશનું નામ આવતાં જ આપણા મગજમાં પનીર ટિક્કા, મશરૂમ ટિક્કા અને ન જાણે કેટલીય તંદુરી ડીશનું નામ આવવા લાગે છે. આ બધી ડીશને ખાવા માટે સ્પેશિયલ આપણે બજારમાં જઈએ છીએ કેમકે બજારમાં તંદુરી ડીશ બનાવવા માટે અલગ મસાલાનો ઉપયોગ થાય છે. પરંતુ તમે પણ આ મસાલાને ઘરે બનાવી શકો છો. તો અહી જાણો તંદુરી મસાલા બનાવવાની રીત.

Image Source

તંદુરી મસાલો કેવી રીતે બનાવવો

સામગ્રી

  • 1/4 કપ લાલ મરચું પાઉડર
  • 3/4 કપ સફેદ મીઠું
  • 2 ચમચી ધાણાનો પાઉડર
  • 1/4 કપ આદુનો પાવડર
  • 2 મોટી ચમચી ચાટ મસાલો
  • 1 નાની ચમચી લાલ ફૂડ કલર
  • 1/4 કપ ગરમ મસાલો
  • 1/4 કપ લસણ પાઉડર
  • 2 મોટી ચમચી મરી
  • 1/4 કપ કાંદાનો પાઉડર
  • 1/4 કપ કસૂરી મેથી

કેવી રીતે બનાવવો

સૌથી પહેલા આદુ, લસણ અને કાંદાને થોડા દિવસ માટે તડકામાં રાખો અને જ્યારે તે સરખી રીતે સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખી પાવડર બનાવી લો. જોકે બજારમાં પણ તમને આ વસ્તુનો પાવડર મળી જશે. ઉપર જણાવેલા બધા મસાલાને એક મોટા વાસણમાં નાખીને એક દિવસ માટે તડકામાં રાખો. પછી બધા મસાલાને મિક્સરમાં પીસી લો અને અને બધા મસાલા આદુ, લસણ, કાંદા પાવડરને એક સાથે સરખી રીતે ઉમેરો. હવે તેને એક બરણીમાં સ્ટોર કરો. તંદુરી મસાલો બનીને તૈયાર છે, તમે તેને તંદુરી ડીશ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “આ રીતે તૈયાર કરો ઘરે તંદુરી મસાલો, પછી જુઓ ઘરે બનાવેલ પનીર ટિક્કાનો સ્વાદ કેવો વધે છે”

Leave a Comment