80 ની દશકના ડ્રેસિંગસ્ટાઇલ ને આસાનીથી આ રીતે કરો રીક્રિયેટ 

80 ના દર્શકની ડ્રેસિંગ સ્ટાઇલને આજે પણ લોકો ખૂબ જ યાદ કરે છે તે સમયે બ્રાઈટ રંગ ખૂબ જ ટ્રેન્ડમાં હતો તે સમયે લેગ વોર્મર્સ, શોલ્ડર પેડ સાથે ડ્રેસ અને એસિડ વોશ ટાઈટ જીન્સ અને નિયોન ડ્રેસને કોણ ભૂલી શકે જો તમે 80 ના દશકની ડ્રેસિંગ સ્ટાઇલને ક્રિએટ કરવા માંગો છો અને તેને કેવી રીતે કરવું જોઈએ તેની જાણકારી ન હોય તો તમે અમે જણાવેલ આ ઉપાય દ્વારા દશકના ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવી શકો છો.

શોલ્ડર પેડ વાળા ડ્રેસ ની પસંદગી કરો

જો તમે 80ના દશકના સમયના ફેશનની ગાયને અપનાવવા માંગો છો તો શોલ્ડર પેડ વાળા કપડા પહેરવા જોઈએ ૮૦ના દશકમાં જેકેટ બ્લાઉઝ અને ડ્રેસ શોલ્ડર પેડ વગર આવતા ન હતા તે સમયમાં સોલ્ડરપેડ વાડી મહિલાને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી. તમે ઈચ્છો તો કોઈપણ ડ્રેસમાં સોલ્ડર પેડ અથવા પ્લેયર લગાવી શકો છો શોલ્ડર પેડમાં તમારા ખભા સીધા અને ટટ્ટાર દેખાશે, જો તમે કોઈપણ પાર્ટીમાં જવા માંગો છો તો આ સોલ્ડર પેડ વાળા ડ્રેસ તમને 80 ના દશક નો લુક આપશે.

ઓવર સાઈઝ ટોપની ખરીદી કરો

જો તમે ૮૦ના દશક નો લુક અપનાવવા માંગો છો તો મોટા અને લૂઝ ટ શર્ટ પહેરવા જોઈએ, 80 ના દશકમાં તે ખૂબ જ ટ્રેન્ડમાં હતા. તમે મોટા અને લૂઝ ટી શર્ટ અને લેગીન્સ સાથે પહેરી શકો છો તમે ઈચ્છો તો ઓવર સાઈઝ ની જગ્યાએ બ્રાઇટ રંગના લોંગ સ્વેટર પણ પહેરી શકો છો. જો તમે સ્વેટર પહેરવા માંગો છો તો પોતાના લુકને ફિનિશિંગ ટચ આપવા માટે બેલ્ટ જરૂરથી પહેરો, આ લુક 80 ના દશક નો સૌથી ફેમસ લુક હતો. તમે ખુબ જ આસાનીથી માર્કેટમાં ઓવર સાઈઝ ટોપ ને ખરીદી શકો છો, તમે  મેન કલેક્શનમાંથી પણ ઓવર સાઈઝ શર્ટ ખરીદી શકો છો.

સ્ટીરઅપ પેન્ટ પહેરો

સ્ટીરઅપ પેન્ટ 80 ના દશકનો સૌથી ખરાબ ડ્રેસિંગ સ્ટાઇલ માંથી એક હતો આ પેન્ટ ખાસ કરીને સ્ટ્રેચેબલ ફેવરિટ થી બનેલ હોય છે અને આ પેન્ટમાં પંજા ની જગ્યાએ ઇલાસ્ટિક લાગેલું હતું જેનાથી આ પેન્ટ નીચેની તરફ ખેંચાતું હતું અને ટ્રાયેંગલ શેપ બનતું હતું પરંતુ તે સૌથી બેકાર પેંટ સ્ટાઇલ માંથી એક માનવામાં આવતી હતી, પરંતુ તમે 80ના દશકના ડ્રેસિંગ સ્ટાઇલને પહેરવા માંગો છો તો આ પ્રકારના પેન્ટને પહેરી શકો છો આ પેન્ટ તમને દરેક રંગમાં મળશે.

મીની સ્કર્ટ પહેરો

મીની સ્કર્ટ ની ફેશન 80 ના દશક થી જ શરૂ થઈ હતી અને ત્યારથી લઈને આજ સુધી આ ફેશન ખૂબ જ ટ્રેન્ડમાં છે. 80ના દશકના ડ્રેસિંગ સ્ટાઇલને રીક્રિએટ કરવા માટે તમે સ્કિન ટાઇટ સ્કર્ટ ની પસંદગી કરી શકો છો. તમે ઈચ્છો તો ડેનિમ અથવા કોટન સ્કર્ટ પહેરી શકો છો અને સાથે એક ઓવર સાઈઝ ટોપ લો જેને તમે સ્કર્ટ માં ઇન કરીને પહેરી શકો છો અથવા તો તમે ઓફ શોલ્ડર ટોપ પહેરો. તેનાથી તમારો લૂક કમ્પ્લિટ થઈ જશે. પરંતુ નીચે લેગ વોમર્સ પહેરવાનો બિલકુલ ન ભૂલો.

જેલી સેન્ડલ પહેરો

ફુટવેર તમારા લુકને અલગ જ ફિનિશિંગ જ આપે છે, તેથી સારા અને ટ્રેન્ડી ફૂટવેર પહેરવા ખૂબ જ જરૂરી હોય છે. અને 80 ના દશકમાં સૌથી ફેમસ ફૂટવેર માં સામેલ હતા. તે એ સમયના સૌથી ટ્રેન્ડિંગ ફૂટવેર હતા જે ઘણા બધા કલર અને અલગ અલગ ટાઈપ ના આવે છે. અમુક જેલી સેન્ટરમાં ગ્લીટર પણ લાગેલી હોય છે. 80 ના દશક ની ડ્રેસિંગ સ્ટાઇલ સાથે આ ફૂટવેર એકદમ મેચ થાય છે. આ ફૂટવેર ખૂબ જ સુંદર અને સસ્તા આવતા હતા. આ સમયમાં પણ તમે આસાનીથી આ ફૂટવેર મળી જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 Image Credit: freepik.com, cdn.lifestyleasia.com,bravotv.com & hobbs.com

Leave a Comment