શિયાળામાં ત્વચાની સારસંભાળ કઈ રીતે કરવી તેના વિશે કેટલાક ઉપાયો જાણીએ

Image source

પાણી પીવું:

ઘણી વાર પૂરતી ઉંઘ લીધા પછી પણ તમારો ચહેરો થાકેલો અને ઊતરેલો દેખાઈ છે. તેથી તમે સવાર થી સાંજ સુધી તમારા ચહેરા પર કુદરતી ચમક જોવા માંગો છો, તો તમારે રાત્રે એક નાનકડી ટ્રિક ને અજમાવી પડશે. રાત્રે અડધો કલક સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવું. આ ઉપરાંત ઉપર બતાવ્યા મુજબ હોઠ ને મુલાયમ બનાવવાની ટ્રીક અજમાવો.

Image source

ગાજરનો ભોજન માં સમાવેશ કરો. તેમાં વિટામિન કે,સી, ઈ, એ અને બી હોય છે, જેની મદદથી ત્વચા પર આવતા મૃત કોષો નો નાશ કરી શકાય છે.

Image source

ઘણા લોકોના ચહેરા પર ખીલ, દાગ ધબ્બા હોય છે. ચહેરા પર દૂધ અને મધની બનાવેલ પેસ્ટ લગાવવાથી ખીલની સમસ્યા બિલકુલ ગાયબ થઇ જશે.

Image source

ઊંઘ પૂરતી લેવી. તે પણ ત્વચા પર ચમક લાવવામાં મુખ્ય ભાગ ભજવે છે.

Image source

દૂધ આપણા શરીરને પોષક તત્વો તો આપે જ છે સાથે તેમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને સ્વસ્થ બનાવવામાં ફાયદાકારક હોય છે. તેનો ઉપયોગ તમે એક ફેસપેક તરીકે કરી શકો છો. તેના માટે કાચા દૂધનો ઉપયોગ કરવો તેમાં મધને ભેળવવું અને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચહેરા પર લગાવીને છોડી દો.

રાત્રે હોઠ પર એવું તે શું લગાવવું કે હોઠ સુંદર અને મુલાયમ બની જાય. આ તમારા માટે કોઈ સપના જેવું બની શકે છે. જો તમે ઈચ્છો છો કે સવારે તમારા હોઠ ગુલાબી, મુલાયમ અને સુંદર દેખાઈ, તો અમે તમને રાત્રે કરવામાં આવતા એક ઉપાય વિશે જણાવી રહ્યા છીએ. તેના માટે રાત્રે સૂતા પહેલા કોઈ ટુથબ્રશ થી તમારા હોઠના મૃત કોષોને ઘસીને સાફ કરો. ત્યારબાદ તેના પર બદામનું તેલ અને મધ લગાવીને સુઈ જાઓ.

એવોકાડો ત્વચા માટે સૌથી ઉત્તમ ખાદ્ય પદાર્થો માનું એક છે, કેમકે તેનાથી ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખવામાં મદદ મળે છે. ખરેખર, એવોકાડો માં એવા ન્યુટરીઅન્ટ રહેલા હોય છે, જે એન્ટી એંજીગ ની પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થાય છે. જણાવી દઈએ કે એવોકાડો ના આ પ્રકારના કુદરતી ફેસપેક અને માસ્ક બનાવી શકાય છે. એટલું જ નહિ તમે તેને તમારા ભોજન માં પણ સમાવેશ કરી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment