આ ચાર જડીબુટ્ટીઓ જે વૃદ્ધત્વના સંકેતોને ઉલટાવી શકે છે, તો ચાલો જાણીએ આવા એન્ટી ઍજીંગ ઉપાયો વિશે

જો તમે પણ બોલિવૂડ અભિનેત્રીઓની જેમ વૃદ્ધત્વમાં યુવાન અને સુંદર દેખાવા માંગો છો, તો આ જડીબુટ્ટીઓનો તમારા આહારમાં સમાવેશ કરો.

Image Source

બોલિવૂડની અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે વધતી ઉંમરની સાથે વધારે યુવાન અને સુંદર દેખાય છે. આ અભિનેત્રીઓમાં મલાઈકા અરોરા થી લઈને શિલ્પા શેટ્ટી અને કાજલ સુધીના નામનો સમાવેશ છે. અભિનેત્રીઓને જોઈને કોઈપણ તેની સાચી ઉંમર નો અંદાજો લગાવી શકતા નથી. તેની સુંદરતાને જોઈને દરેક સ્ત્રી તેની જેમ યુવાન ત્વચા મેળવવા માંગે છે. જો તમે પણ આવી જ સ્ત્રીઓમાંથી એક છો તો આ લેખને જરૂર વાંચો. આ લેખના માધ્યમથી આયુર્વેદિક નિષ્ણાત અબરાર મુલતાનીજી આપણને કેટલી જડીબુટ્ટીઓ વિશે જણાવી રહ્યા છે. જે વધતી ઉંમરને રોકવામાં તમારી મદદ કરી શકે છે.

વધતી ઉંમરની સાથે કોઈપણના શરીરમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળે છે. ત્વચા પર કરચલીઓ અને સફેદ વાળ વધતી ઉંમરના અમુક લક્ષણો છે. જોકે કોઈ પણ આ ફેરફારો થી બચી શકતા નથી, પરંતુ સરખી ખાણી પીણી, કસરત ની સાથે જ રસોડામાં રહેલી વસ્તુઓ અને આયુર્વેદિક જડીબુટ્ટીઓના માધ્યમથી નિશ્ચિતરૂપે તેને આગળ વધતું રોકી શકાય છે. આયુર્વેદને પ્રકૃતિના નિયમો માં જીવવાની કળા રૂપે જાણવામાં આવે છે. તે હેલ્થ અને હીલિંગનું એક પ્રાચીન પ્રાકૃતિક જ્ઞાન છે. કોઈ રોગ માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ વ્યક્તિના ત્રણ દોષો એટલે કે વાયુ, કફ અને પિત્ત દોષ પર કેન્દ્રિત હોય છે અને આ ત્રણેય દોષોની વચ્ચે એકસરખું સંતુલન જાળવી રાખવામાં વિશ્વાસ કરે છે. તે તંદુરસ્ત અને યુવાન રહેવાનું રહસ્ય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સ્નાયુઓના અધોગતિ ની પ્રક્રિયાને વૃદ્ધત્વ તરીકે ઓળખવામાં આવે છે.

આયુર્વેદમાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે જે શરીરના સ્નાયુઓને પુનર્જીવિત કરીને વૃદ્ધત્વ ના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. મોટાભાગની જડીબુટ્ટીઓમાં વિભિન્ન એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે છે શરીરમાં ફ્રી રેડિકલ્સને નુકસાન પહોંચાડનારા કોષોના વિકાસને રોકે છે. ચાલો એવી જ કેટલીક ખાસ જડીબુટ્ટીઓ વિશે જાણીએ.

નિષ્ણાંત નો અભિપ્રાય:

આયુર્વેદિક નિષ્ણાત, અબરાર મુલ્તાનીજી કહે છે કે હાલના સમયમાં, સૌંદર્ય પ્રસાધનો ઉદ્યોગમાં આયુર્વેદના વૃદ્ધાવિધિ સિદ્ધાંતોનું મહત્વ પ્રાપ્ત થઈ રહ્યું છે. દોશ સંતુલન ત્વચાના સ્વાસ્થ્યમાં કેન્દ્રિય સ્થાન ધરાવે છે – કફન સંતુલન દ્વારા શ્રેષ્ઠ ભેજનું સંતુલન, પિત્ત સંતુલન દ્વારા ત્વચાની આંતરસ્ત્રાવીય પ્રતિક્રિયાઓને અટકાવવા અને વાયુ સંતુલન ત્વચામાં લોહી અને પોષક તત્વોનું કાર્યક્ષમ પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે. આયુર્વેદ વૃદ્ધત્વના સંકેતોને ઉલટાવવા અને તંદુરસ્ત અને યુવાન ત્વચાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. ”

આમળા:

Image Source

આંબળા વિટામિન સી નો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે અને તેમાં અદભુત એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી હોય છે તે વાત અમારે તમને જણાવવાની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે તેના સેવનથી તમે તમારા વૃદ્ધત્વને રોકી શકો છો. તે ફ્રી રેડિકલ્સથી થનારા નુકસાનને રોકવા અને ત્વચાની બનાવટ અને ચમકમાં સુધારો કરીને ત્વચાના વૃદ્ધત્વને રોકવામાં મદદ કરે છે.

ઉપયોગ કેવી રીતે કરવો:

આમળાના ભરપૂર ફાયદા મેળવવા માટે તેનો તમારા આહારમાં સમાવેશ કરો. જીહા ચમકદાર અને સ્વસ્થ ત્વચા અને વાળ માટે દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવો.

મોરિંગા:

Image Source

મોરિંગામાં રહેલા ડિટોક્સિફાઇંગ ગુણને કારણે તે એન્ટી એજિંગ તરીકે કામ કરે છે. સાથે જ, મોરિંગા ખીલને નિયંત્રિત કરવામાં અને દોષ અને હાયપરપીગ્મેન્ટેશન સામે લડવામાં મદદ કરે છે. જો તમે ત્વચા સંબંધિત આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો, તો પછી તેને તમારા આહારમાં શામેલ કરો. આ સિવાય તમે તેનો ઉપયોગ ફેસ પેક તરીકે પણ કરી શકો છો.

ઉપયોગ કેવી રીતે કરવો:

સૂકા મોરિંગા પાવડરથી બનેલો ફેસ પેક લગાવવાથી કરચલીઓ, બારીક રેખાઓ અને ખીલની સારવાર કરી શકાય છે.

અશ્વગંધા:

Image Source

અશ્વગંધા એક સુપર ફૂડ છે છે ઝડપથી કોષોના પુનર્જીવન અને કાયાકલ્પમાં મદદ કરે છે. તે ત્વચાની દ્રઢતા અને કોમળતાને પ્રોત્સાહન આપીને ત્વચાની અંદર કોલેજન ને વધારવામાં મદદ કરે છે.

ઉપયોગ કેવી રીતે કરવો:

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધને અશ્વગંધા, સુકામેવા અને બદામની સાથે પીવો.

લીમડો:

Image Source

લીમડામાં ઉત્કૃષ્ટ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને તે ત્વચાના સ્વાસ્થ્યના સુધારા માટે સૌથી ઉત્તમ જડીબુટ્ટીઓમાંની એક છે. લીમડો કોલેજન ને કુદરતી રીતે વધારવામાં મદદ કરે છે, કરચલીઓની સારવાર કરે છે અને ટ્રાન્સ-એપિડર્મલ પાણીના નુકસાનને અટકાવી શકે છે.

ઉપયોગ કેવી રીતે કરવો:

નારિયેળના તેલ જેવા કેરિયર તેલમાં લીમડાના તેલને ભેળવીને ત્વચા પર મસાજ કરો. તમે નીલગીરીના તેલની સાથે લીમડાના પાનની પેસ્ટ ભેળવીને પણ લગાવી શકો છો.

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને તમારા આહારમાં શામેલ કરીને તમે પણ વૃદ્ધત્વને રોકી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *