નવું કમ્પ્યુટર ખરીદતા પહેલા આ 8 બાબતોનું ધ્યાન રાખવું

નવુ કમ્પ્યુટર ખરીદવું એ કોઈ સરળ કામ નથી,અને આજના સમયમાં તમે કોઈ એવું મશીન ખરીદવા નહીં માંગો, જે એક-બે વર્ષમાં તમારા કોઈ કામની ન રહે. કમ્પ્યુટર ખરીદતા પહેલા તમારે કેટલીક વસ્તુઓ જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ. આજે હું તમને એવી જ વસ્તુઓ બતાવવા જઈ રહી છું.

1 ડેસ્કટોપ અને લેપટોપ?

Image by tookapic from Pixabay

આ એક સાધારણ પસંદગી માંથી એક છે, અને તેનાથી તમારી કિંમત માં ઘણો ફરક પડશે. અને ખર્ચમાં પણ, જે અત્યારે તમને નહીં ખબર પડે. જો તમારા માટે ડેસ્કટોપ અને લેપટોપ બંને એક જ કામ કરે છે, તો મારા ખ્યાલથી ડેસ્કટોપ લેવું વધારે સારું છે કેમકે તે સસ્તુ છે, જોકે તે સાઇઝમાં મોટું છે, પરંતુ તેનાથી કઈ વધારે ફરક નહીં પડે. પરંતુ જો તમારે સ્મોલ હાર્ડવેર મા ઘણા બધા કમ્પ્યુટર સ્ટોર કરવાથી અને તેને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો લેપટોપ સારું છે.

2 નવા કમ્પ્યૂટર ના પ્રોસેસર વિશે જાણો:

Image by Republica from Pixabay

એક નવું કોમ્પ્યુટર લેતા પહેલા તમારે જરૂર જોઈ લેવું કે તમે કેવું પ્રોસેસર લઈ રહ્યા છો.
સરળ શબ્દોમાં કહીએ તો પ્રોસેસર કમ્પ્યુટરનું મગજ હોય છે, જો તમારે એક ફાસ્ટ કમ્પ્યુટર જોઈએ, જે પ્રોગ્રામને ખૂબ ઝડપથી લોડ કરે છે, ટાસ્ક ખૂબ ઝડપથી કરે છે, અને તમને રાહ નથી જોવડાવતું, તો તમારે સૌથી સ્ટ્રોંગેસ્ટ પ્રોસેસર લેવું જોઈએ. અને કોણ એવું નથી ઇચ્છતું, તમારે ફક્ત પ્રોસેસરની માહિતીને સારી રીતે જાણી ને પ્રોસેસર ની પસંદગી કરવી પડશે, કેટલાક સારા પ્રોસેસર્સ માંથી એક છે ઇન્ટેલ.

•dual core- જો તમે જનરલી ઘરમાં વાપરવા માટે નવું કમ્પ્યુટર લેવા ઇચ્છો છો તો આ તમારા માટે એક સારો વિકલ્પ છે.

•i3 processor- જો તમે ઘરની સાથે સાથે ઓફિસનું પણ વર્ક કરવા માંગો છો અને કેટલીક હાઈ અને મલ્ટીમીડિયા સોફ્ટવેર જેમકે photoshop, coreldraw વગેરે વાપરવા માંગો છો તો આ તમારા માટે શ્રેષ્ઠ છે.

•i5 processor – તમે ઘરે જ ગેમની મજા લેવા માંગો છો અને ઉચી ગુણવત્તા વાળી ગેમ, વિડીયો અને સોફ્ટવેર વાપરવા માંગો છો તો આ વિકલ્પ શ્રેષ્ઠ છે.

•i7 processor – પ્રોફેશનલ વર્ક માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

3 RAM ને ધ્યાન થી પસંદ કરો:

Image by Dann Aragrim from Pixabay

નવુ કોમ્પ્યુટર લેતા પહેલા આ જરૂર જાણો કે તમારે કેટલી RAM જોઈએ.
જે રીતે એક કમ્પ્યુટર ના પ્રોસેસર કોર તેની મલ્ટી ટાસ્કીંગ ની સ્પીડ અને એબિલિટી માં અસર નાખે છે, તેવી જ રીતે રેન્ડમ એક્સેસ મેમરી અને RAM ની કિંમત પણ કમ્પ્યુટરની મલ્ટી ટાસ્કીંગ કરવાની સ્પીડ અને કેપેસિટી ને અસર કરે છે. RAM સામાન્ય રીતે એક નાનુ, એક્સ્ટ્રા ફાસ્ટ ફ્રોમ ઓફ મેમરી હોય છે. તે તમારી ફાઇલ્સને ટેમ્પરરી રૂપે સંગ્રહ કરે છે.
આજના સમયમાં RAM ને ગીગા બાઈટ માં આપવામાં આવે છે વધારે RAM હોવાથી તમારું કમ્પ્યુટર વધારે ફાઈલ સંગ્રહ કરીને પણ ઝડપ જાળવી રાખશે. જોકે, RAM માં ઘણા કામ ડેટા સ્ટોર કરી શકાય છે, તે હાર્ડ ડ્રાઈવ પર પોતાના ડેટા માટે આધાર રાખે છે.

•2 GB RAM – સામાન્ય રીતે dual core માટે ઉપયોગી વગેરે.

•4 GB RAM – મીડીયમ ઉપયોગ માટે શ્રેષ્ઠ હશે, તમે i5 અને i3 સાથે ઉપયોગ કરી શકો છો.

•8 GB RAM -પ્રોફેશનલ ઉપયોગ માટે એક સારો વિકલ્પ છે.

4 હાર્ડ ડ્રાઈવ ધ્યાનથી પસંદ કરો:

Image by StockSnap from Pixabay

તમે તમારું કોમ્પ્યુટર કયા કામ માટે ઉપયોગ કરશો, તેજ તમારી હાર્ડ ડ્રાઈવ ની સાઈઝ ને ડીટરમાઈન કરી શકે છે.

દરેક કમ્પ્યુટરને ડેટા સ્ટોરેજની જરૂર હોય છે, કેમ કે RAM જે કંઈ પણ સંગ્રહ કરે છે, તે હાર્ડ ડ્રાઈવમાં જ જાય છે. જો તમે કમ્પ્યુટરમાં ઘણી બધી વસ્તુઓ સંગ્રહ કરવા માંગો છો, તો જેટલી વધુ બની શકે તેટલી વધારે ગીગાબાઈટ કે ટેરાબાઈટ ની હાર્ડ ડ્રાઈવ લો. જો તમે તમારા કમ્પ્યુટરમાં ઘણી બધી એપ્લિકેશન રાખવા માંગો છો તો ઓછી મેમરી વાળી હાર્ડ ડ્રાઈવ લો, અને પૈસા બચાવો. જો તમે એક ફાસ્ટ કમ્પ્યુટર રાખવા માંગો છો, અને તમારી પાસે પૈસા પણ છે તો વધારે મેમરી વાળી હાર્ડ ડ્રાઈવ કે ફ્લેશ હાર્ડ ડ્રાઇવ નો ઉપયોગ કરો.

5 Mac Os, Windows, or Linux!

Image by Tayeb MEZAHDIA from Pixabay

તમારા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ કાળજીપૂર્વક પસંદ કરો. મારા ખ્યાલથી તમે તે જ ઓપરેટિંગ સિસ્ટમ નો ઉપયોગ કરો જેનો ઉપયોગ કરવાની તમને આદત હોય. કેમકે નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે તાલમેલ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. જો તમને linux ઓપરેટીંગ સિસ્ટમ નો ઉપયોગ કરતા આવડતુ હોય, તો તમારી વિચારવાની જરૂર જ નથી. તમે તે જ ઉપયોગ કરો. જો તમે એક east to use system ઇચ્છો છો, તો mac ઓપરેટિંગ સિસ્ટમ ટ્રાય કરો. શું તમારે તમારા કોમ્પ્યુટર પર સારો કંટ્રોલ મેળવવો હોય તો windows તમારા માટે એક સારો વિકલ્પ છે. તમને જે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા આવડતું હોય, શ્રેષ્ઠ છે કે તમે તેનો ઉપયોગ કરો, કેમકે તમને દરેક સોફ્ટવેર દરેક ઓપરેટિંગ સિસ્ટમ માટે મળી જશે.

6 ગ્રાફિકસની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે:

Image by Dylan Garton from Pixabay

કમ્પ્યુટર બનાવવા વાળા પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર હંમેશા સ્ટીકર્સ લગાવી દે છે, કે તેઓએ કયું ગ્રાફિક્સ કાર્ડ તે કમ્પ્યુટરમાં વાપર્યું છે જેમકે AMD અને NVIDIA ગ્રાફિક્સ કાર્ડ.આપણામાંથી મોટાભાગના લોકો તેના પર ધ્યાન નથી આપતા, પરંતુ આ એક crucial વસ્તુ છે. ગેમિંગ માટે, હેવી સોફ્ટવેર માટે, ગ્રાફિક્સ કાર્ડ ની પસંદગી ધ્યાનથી કરવી જોઈએ.

જો તમે ગ્રાફિક કાર્ડ વિશે વધારે જાણવા માંગો છો તો passmark ની સાઇટ ચેક કરી શકો છો.

7 Oh, શું તમને ગેમિંગ નો પણ શોખ છે?

Image by Pexels from Pixabay

જો તમે કમ્પ્યુટર ગેમિંગ માટે વાપરવા માંગો છો તો ખૂબ જ કાળજીપૂર્વક તમારા components ની પસંદગી કરો. જો તમારે લેટેસ્ટ ગેમ્સ રમવી હોય, જે હાય ટેકનોલોજી નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, તો તમારે એક હાઇ પરફોર્મન્સ મશીન લેવી જોઈએ. મોર્ડન ગેમ્સ જગ્યા પણ ખૂબ વધારે લે છે, તો તમારી હાર્ડ ડ્રાઈવ પણ વધારે મેમરી વાળી લેવી જોઈએ. આ ગેમનો પ્રોસેસિંગ પાવર પણ હાઇ હોય છે, તેથી હેવી હીટીંગ પ્રોસેસર જરૂરી છે.

8 નવું કમ્પ્યુટર કેવી રીતે ખરીદવું?

Image by Tumisu from Pixabay

સૌથી પહેલા તો કમ્પ્યુટર ખૂબ જ કીમતી મશીન છે, તેથી તેને ખરીદવા માટે ધીરજ જરૂરી છે ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલી જાય છે. તમે આજે જે કમ્પ્યુટર ખરીદી રહ્યા છો, બની શકે કે કાલે એનાથી પણ સારું કમ્પ્યુટર એનાથી પણ ઓછી કિંમતે મળી રહે. તેથી કોમ્પ્યુટર લેતા પહેલા ખૂબ સારી રીતે સંશોધન કરવું, અને પોતાની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ કમ્પ્યુટર ની પસંદગી કરો.

જો તમે જૂની ટેકનોલોજી વાળું કમ્પ્યુટર લઇ રહ્યા છો તો તેમાં વધારેમાં વધારે ડિસ્કાઉન્ટ મેળવવાનો પ્રયત્ન કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *