તમે જેને પ્રેમ કરો છો જો એને Sorry કહેવાનું આવે તો આ રહી 7 Cute અને સૌથી સરળ રીતો

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારનું મહત્વ હોય છે. તે માણસનો સ્વભાવ છે. સ્વાતિની ટેવ છે કોઈ સાથે પણ લડી લેવાનું, પછી માફી માંગવાની કોશિશ ન કરવી. નાની નાની વાતો પર ખૂબ જલ્દી ગુસ્સે થવું અને તેનો ઊલટો જવાબ આપવો એ તેની ટેવ પડી ગઈ છે. આ કારણે તેને કોઈ સાથે બનતું નથી. તેના મિત્રોની સંખ્યા પણ ઓછી થઇ રહી છે. આ ભીડમાં એકલી એક સ્વાતિ જ નથી. એવા ઘણા લોકો છે, જે તેમના અહમને કારણે તેમના કિંમતી સંબંધોને ગુમાવે છે. કોઈપણ બાબતમાં મતભેદ હોવું સામાન્ય વાત છે, પરંતુ તેને ક્યારેય પણ હદય ઉપરના ઝઘડાનું રૂપ ન લેવું. આ દુનિયામાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના લોકો હોય છે. મતભેદ અને લડાઈ દરેક જગ્યાએ થાય છે પરંતુ એક નાનો શબ્દ ‘સોરી’ બોલીને દરેક ઝઘડાને પૂરો કરી શકાય છે અને સબંધમાં આવેલ કડવાશ દૂર પણ કરી શકાય છે.

Image Source

‘સોરી’ હકીકતમાં ખૂબ પ્રેમ ભરેલો શબ્દ છે. કોઈપણ મતભેદ હોય અથવા લડાઈ ઝગડો, સોરી બોલીને બધી કડવાશને દૂર કરી શકાય છે. સોરી બોલવામાં આપણે ઘણીવાર અસ્વસ્થતા અનુભવીએ છીએ, પરંતુ સોરી બોલવાથી આત્મા તો પવિત્ર થાય જ છે, સાથેજ મનની પીડા પણ દૂર થઈ જાય છે. સોરી બોલવાની સારી રીત તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓને દૂર કરી શકે છે…

કેવી રીતે કરવી પહેલ?

Image Source

જો તમે તમારા સૌથી સારા મિત્રને કઈક એવું કહી દીધું છે, જેનાથી તેની લાગણીઓને ઠેસ પહોંચી છે, તો તરત તેની પાસે માફી માંગી લો જેમકે….

  • જો તમને તમારી ભૂલની ખબર પડે,તો જાતે પહેલ કરો.
  • તમારા અહમને બાજુમાં રાખીને તમે ફોન કરો. ક્યારેય એવું ન વિચારવું કે તમારો મિત્ર જ તમને ફોન કરશે.
  • પત્ર લખો. હવે તમે વિચારશો કે આ જૂની રીત છે. નહિ આ જૂની નથી, પરંતુ આજે પણ તેટલી જ પ્રચલિત છે. તેના માધ્યમથી તમે વિસ્તારપૂર્વક તમારી વાત તમારા મિત્ર સાથે શેર કરી શકશો.

Image Source

  • આજકાલ ઈ- મેઈલ અને વોટ્સઅપ પણ ઘણું પ્રસિદ્ધ છે. તેનો ઉપયોગ પણ કરી શકાય છે. સોરીનો એસએમએસ કરો, તે પણ એક અસરકારક રીત છે.
  • તમારા મિત્રને મનાવવા માટે કોઈ ફૂલ પણ આપી શકાય છે, જેને જોઈને તેનો ગુસ્સો સ્મિતમાં બદલી શકે છે.

  • વાત કરતી વખતે તમારી ભૂલને સ્વીકારો. ક્યારેય રક્ષણાત્મક ન બનો. દરેક પ્રકારના જવાબો માટે તૈયાર રહો. જરૂરી નથી કે તમારી માફી માંગવાથી બધું સારું થઈ જશે. તેથી માફી માંગતી વખતે નકારાત્મક પરિણામો માટે પણ પોતાને તૈયાર રાખો.
  • સકારાત્મક વિચાર રાખો. મનમાં નકારાત્મક લાગણી રાખીને માફી ન માંગો. જો વારંવાર માફી માંગવા છતાં તમને સફળતા ન મળે , તો નિરાશ અથવા પરેશાન ન થાવ. કોઈક દિવસે તમારો મિત્ર તમારી લાગણીને જરૂર સમજશે. આ રીતે તમે વાતોને અપનાવીને કોઈનું હદય જીતી શકો છો.

આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવી અન્ય જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *