ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝથી પણ વજન ઓછું નથી થતું તો અપનાવો આ 6 ખાસ અને અસરકારક ટિપ્સ 

જો તમે ડાયટ કંટ્રોલ કરો છો અને તેની સાથે જીમમાં પણ જાવ છો તો પણ તમારું વજન નિયંત્રણમાં આવતું નથી? વજનને કંટ્રોલ કરવા માટે ડાયટીંગ અને એક્સરસાઇઝ  એટલી જરૂરી નથી પરંતુ તમારે પોતાની ખાવા-પીવાની આદતો પર પણ અને તેની રીત બદલવા બાબતે પણ ખૂબ ધ્યાન આપવું જોઈએ.

વજન વધવું ખૂબ જ આસાન કામ છે પરંતુ તેને ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે.વજન કંટ્રોલ કરવા માટે લોકો ડાયટ કંટ્રોલથી લઈને જીમમાં કલાકો સુધી જઈને વર્કઆઉટ કરે છે. તોપણ આ મોટાપાથી નિજાત મળતી નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ડાયટ કંટ્રોલ કરો છો અને જીમમાં પણ જાવ છો તો પણ તમારું વજન ઓછું થતું નથી? કારણ કે વજન કંટ્રોલ કરવા માટે ડાયટીંગ અને એક્સરસાઇઝ કરવી જરૂરી નથી.પરંતુ ખાવા-પીવાની આદતો ની રીત પણ બદલવી જોઈએ.તમારી આદતનો આ નાનો બદલાવ તમારા જિદ્દી મોટાપાને દૂર કરી શકે છે.આવો જાણીયે આપણે કેવીરીતે આપણા મોટપાને કંટ્રોલ કરવામાટે આપણી આદતો અને ખાવાની રીત માં બદલાવ કરવો.

ખાતા પહેલા ફળ અને સલાડનું સેવન કરો

જો તમે મોટાપાથી છુટકારો મેળવવા માંગો છો તો જમવાના એક કલાક પહેલા ફળ અથવા તો સલાડનું સેવન કરો. જમતા પહેલા સલાડ પાણી અને ફળોનું સેવન કરો તેનાથી તમારુ ડાયટ કંટ્રોલમાં રહેશે. આમ કરવાથી તમે જમતી વખતે ભારે ખોરાક ખાવાથી બચી શકશો તદુપરાંત તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.

હેલ્ધી નાસ્તાનું કરો સેવન

જો તમે નોકરી કરો છો અને સવારથી સાંજ સુધી બહાર જ રહો છો તથા તમને નાસ્તો કરવાનો તથા જમવાનો યોગ્ય સમય મળતો નથી અને બહારનું કઈ પણ ખાવ છો તેનાથી તમારું વજન વધી શકે છે. દિવસ માટે તમારા બેગમાં હેલ્ધી નાસ્તા મૂકી રાખો અને તેનું સેવન કરો. અને ભૂખ લાગવા ઉપર આ હેલ્ધી નાસ્તા નું સેવન કરો, બહારનું ફાસ્ટફૂડ તમારો મોટાપો વધારી શકે છે.

ઓછી કેલરીવાળા ફ્રુટનું સેવન કરો

વજનને કંટ્રોલ કરવા માટે ફળ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. પરંતુ તેનું સેવન ખૂબ જ સમજદારી પૂર્વક કરવું જોઇએ ડાયેટમાં એવા ફ્રુટ નું સેવન કરવું જોઇએ જેમાં ઓછી કૅલરી હોય. કેળામાં વધુ માત્રામાં કેલરી હોય છે તેથી તેનાથી પરહેજ કરો. તમે ડાયટમાં પપૈયુ, તડબૂચ,નારંગી અને સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઈએ.

હાઈ કેલરી વાળી વસ્તુઓ ફ્રિઝમાં ન મૂકવી

તમારા ફ્રિજમાં ચોકલેટો અથવા તો ચરબી વધારતી કોઈપણ વસ્તુઓને તેમાં ન મુકો.જો તમે ફ્રિજ માં ચોકલેટ અથવા ચોકલેટ શેક મુકશો તો તમને તેને ખાવાની ઈચ્છા થશે જે તમારો મોટાપો વધારી શકે છે.

ટીવી જોતા જોતા જમવાનું ન જમો

મોબાઈલ દેખતી વખતે અથવા તો ટીવી જોતી વખતે તમે વધુ જમવાનું જમો છો. ટીવી અને મોબાઇલ જો તમારું ધ્યાન તે તરફ વધુ જાય છે અને તમે વધુ જમવાનું જમી લો છો.

નાના વાસણ માં જમવાનું જમો

નાના વાસણ પણ તમારું જમવાનું કંટ્રોલ કરી શકે છે. તમે જાણી અને વાટકીમાં સેવન કરવાના હોય તેનું માપ નાનુ રાખો.તેનાથી તમારી ભૂખ જલ્દી શાંત થાય છે તે સિવાય કાંટા ચમચી અથવા ચમચીથી ખાવાથી પેટ ભરવાનો અહેસાસ જલ્દી થાય છે.પેટ ભરવાનો અહેસાસ જલ્દી થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment