એકદમ સામાન્ય પણ આ જ છે 6 બેસ્ટ હોમ કેયર ટીપ્સ જેનાથી ઘરને ‘ડસ્ટ ફ્રી’ રાખી શકાય છે…

ઘર સારું દેખાય એ માટે ગૃહિણીઓ આખો દિવસ ઘણું કામ કરતી હોય છે. અને ઘરના અંદરના લૂકને એક્સ્ટ્રા ઓર્ડીનરી બનાવવા માટે મોંઘી વસ્તુઓ પણ ખરીદી કરતી હોય છે. જેમાં બીગ બેડ, સોફા, પડદા વગેરેનો સમાવેશ થાય છે. અમુક પુરૂષો પણ એવા હોય છે જેને ઘરની અંદર બધું વ્યવસ્થિત હોય એ બહું ગમે છે. તો એ પણ ઘરને સજાવવા માટે પોતાની રીતે ડેકોરેશન માટેની વસ્તુ ઘર માટે ખરીદે છે.

ખરીદી કરવામાં કોઈ તકલીફ નથી પણ સૌથી મોટી સમસ્યા એ નડે છે કે ઘરને સાફ રાખવામાં જરા પણ બેદરકારી રાખવામાં આવે તો મોંઘામાં મોંઘી વસ્તુને પણ ખરાબ થતા કોઈ અટકાવી શકે નહીં. ખાસ કરીને ઘરના અને મોંઘી ચીજને ધૂળથી બચાવવીને રાખવામાં બહું કાળજી લેવી પડે છે. ધૂળથી સારામાં સારી આઇટેમ પણ ખરાબ થઇ શકે છે.

ઘરની અંદર જે વસ્તુઓ રાખવામાં આવે છે તેને ધૂળથી બચાવીને તો રાખવું પડે છે પણ સાથે સાથે તેને વાતાવરણથી પણ બચાવવું એટલું જ જરૂરી બને છે. જે વસ્તુનો આપણે ઉપયોગ કરતા હોય એ વસ્તુને ખરાબ કરતા ઘણા પરિબળો હોય છે. જેમ કે, ડેડ સ્કીન પાર્ટીકલ્સ, જ્મ્સ, ડસ્ટ પાર્ટીકલ્સ વગેરે…

તો આજના સ્પેશિયલ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ 6 એવી મજેદાર ટીપ્સ જેનાથી ઘરને એકદમ ‘ડસ્ટ ફ્રી’ રાખી શકાય. આ આર્ટિકલ દરેક ગૃહિણીએ છેલ્લે સુધી વાંચવો જેનાથી આખી માહિતી જાણી શકાય.

ઘરમાં ડસ્ટ ક્યાંથી આવે છે?

જુઓ, ઘરને ડસ્ટ ફ્રી રાખવા માટે સૌથી પહેલા તો એ જાણવું જોઈએ કે ડસ્ટ આવે છે ક્યાંથી અને કઈ રીતે? તો મોટાભાગના ઘરમાં ડસ્ટ દરવાજા નીચેની જગ્યામાંથી આવતી હોય છે. તો એ માટે આપણી પાસે એક બહેતર વિકલ્પ છે. બજારમાં આસાનીથી અને વ્યાજબી ભાવમાં ‘ડસ્ટ સ્ટોપર’ મળે છે. આ ડસ્ટ સ્ટોપરની બનાવટ જ એ રીતે કરવામાં આવી હોય છે કે જેમાંથી ધૂળ-માટી કે અન્ય કોઈ જીવજંતુ ઘરની અંદર આવી શકે નહીં. તો આ છે સૌથી મુખ્ય : ઘરમાં ડસ્ટ ક્યાંથી આવે છે એ જાણી લેવું અને દરવાજા નીચેથી ડસ્ટ ઘરની અંદર આવવાની સમસ્યા હોય તો ડસ્ટ સ્ટોપરની ખરીદી કરી લો.

ડોરમેટ યુઝ :

ઘરના આંગણમાં અથવા દરવાજા પાસે જ ડોરમેટ એટલે કે પગલુછનીયું રાખવામાં આવતું હોય છે. પણ આપણે એના પર ક્યાં ધ્યાન દઈએ છીએ? મોટાભાગના લોકો ડોરમેટ પર પગ લૂછ્યા વગર જ ઘરની અંદર એન્ટર થતા હોય છે એટલે બહારની ધુળ સીધી જ ઘરની અંદર પ્રવેશે છે. તો આ આદતને તાત્કાલિક સુધારી લેવી જોઈએ. બે મિનીટ સુધી ડોરમેટ પર પગને ઘસવા જોઈએ જેથી ડસ્ટને અંદર આવતી રોકી શકાય. તો હવેથી ડોરમેટ યુઝ કરવાનું ભૂલાય નહીં!

યુઝીંગ અ બ્રશ :

ઘરની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે જેને વારેવારે પાણીથી ધોઈ શકાતી નથી. જેમ કે, સોફા પિલો. તો આ સમયે એક લોંગ પોઈન્ટવાળું બ્રશ ખરીદી કરી લેવું જોઈએ અને આ બ્રશથી સોફા જેવી વસ્તુઓને જલ્દીથી સાફ કરી શકાય છે. પરિણામે ડસ્ટથી બચાવી શકાય છે. જો લાંબા સમય સુધી સોફાને સાફ કરવામાં ન આવે તો ધૂળ પિલોની અંદર સુધી પહોંચી છે અને પરિણામે સોફા પરથી ક્રશ ઉતરી જાય છે. એટલે સોફા જેવી વસ્તુને ડસ્ટ ફ્રી રાખવા માટે બેસ્ટ ઓપ્શન છે એ છે કે ‘યુઝીંગ અ બ્રશ.’

કર્ટન્સ વોસ :

ઘરમાં ઉપયોગ થતી અમુક વસ્તુને થોડા સમયના અંતરે સાફ કરવાની રહેતી હોય છે. તો આ વસ્તુઓની યાદીમાં પહેલું નામ આવે છે કર્ટન્સનું એટલે કે દરવાજા અને બારીના પડદાને દર બે મહિના પછી એકવાર ધોઈને તડકે સારી રીતે સૂકવવા જોઈએ. આવું કરવાથી બહારના વાતાવરણમાં ઉડતા જીવાણું પણ નીકળી જશે અને કર્ટન્સને ડસ્ટ ફ્રી રાખી શકાય છે.

કવર ધ ફૂલ આઈટેમ્સ :

ઘણી વાર મૌસમ અનુકુળ હોતું નથી એ દરમિયાન નકરી ધૂળ ઉડતી હોય છે અને પવન પણ વેગથી ચાલતો હોય છે. આ સમયમાં ખરેખર ઘરને સાચવવું મુશ્કેલ થઇ પડે છે. કારણ કે ગમે તેવી ઘરની સફાઈ મીનીટોની અંદર ખરાબ થઇ જાય છે. આ સમયે દરવાજા કે બારીને બંધ કરી દેવાથી માત્ર કામ પૂરું થઇ જાય એવું નથી હોતું! ઘરમાં સોફા, ટેબલ, બેડ વગેરેને આવા વાતાવરણમાં ઓછાડથી ઢાંકી દેવું જોઈએ. આવું કરવાથી ડસ્ટના માઈનોર પાર્ટીકલ્સ પણ વસ્તુને ખરાબ નહીં કરે અને ફક્ત ઓછાડને ધોઈને સમય અને વસ્તુ બંનેને બચાવી શકાય છે.

વેક્યુમ બેગ :

શિયાળાની મૌસમ પૂરી થયા પછી જેકેટ/સ્વેટર વગેરેને એકવાર ધોઈ લીધા પછી વેક્યુમ બેગમાં રાખવા જોઈએ. જેનાથી લાંબા સમય સુધી કપડાને ડસ્ટથી બચાવી શકાય છે અને સ્પેસને પણ સેવ કરી શકાય છે. તમે બ્લેન્કેટસ કે પછી મોંઘા અન્ય કપડાઓને પણ વેક્યુમ બેગમાં પેક કરીને ડસ્ટ ફ્રી રાખી શકો છો.

એર કુલર એન્ડ એસી :

આ બહું સામાન્ય વાત છે કે જે હવાને સાફ રાખવાનું કામ કરે છે એ મશીન પર જો ડસ્ટ હશે તો એ સામે પણ ડસ્ટ જ ફેંકશે. એટલે ઘરમાં એર કુલર કે એસીના વપરાશ પહેલા ડસ્ટ ફ્રી ક્રરી લેવા જોઈએ.

તો આ બધી એવી ટીપ્સ છે જેનાથી ઘરને ડસ્ટ ફ્રી રાખી શકાય છે અને ઘરના ચળકાટને બરકરાર રાખી શકાય છે. આશા છે કે આજનો આર્ટિકલ આપને પસંદ આવ્યો હશે. તો આ આર્ટિકલને મિત્રો સાથે પણ શેયર કરવાનું ભૂલશો નહીં.

આવા જ અન્ય રસપ્રદ આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ અહીં અવનવા આર્ટિકલ પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Comment