અનાનસ જ્યુસ પીવાથી – વજન ઘટાડવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા સહિત 5 અન્ય ફાયદાઓ

Image Source

અનાનસ એક એવું ફળ છે જે તેની સુગંધ અને ખાટા મીઠા સ્વાદ માટે ઓળખવામાં આવે છે. અનાનસમાં એન્ટી ઓક્સિડન્ટની સારી માત્રા જોવા મળે છે. અનાનસના જ્યુસને સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. અનાનસને પાઈનેપલના નામે પણ ઓળખવામાં આવે છે. આ એક એવું ફળ છે, જે બહારથી જોવામાં સામાન્ય રીતે લીલા રંગનું કાંટા વાળું હોય છે અને અંદરથી પીળા રંગનું થોડું કડક હોય છે. અનાનસ બ્રોમોલિસીયા પ્રજાતિનું મુખ્ય ફળ છે, જે ફિલીપાઈન્સ, થાઇલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, કેન્યા, ભારત અને ચીન સાથે ઘણા ઉષ્ણકટિબંધીય દેશોમાં ઉગાડવામાં આવે છે. બ્રોમેલેન એક પ્રકારનું પાચક એન્ઝાઇમ્ છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરી શકે છે. અનાનસમાં ઘણા બધા પોષક તત્વ જોવા મળે છે જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. અનાનસનું જ્યુસ પેટના ગેસ, દુખાવા, એસિડિટી અને શારીરિક નબળાઈને દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. અનાનસના જ્યુસમાં કેલ્સિયમ, મિનરલ, મેંગેનીજ, એન્ટી ઇફ્લેમેટરી, ફાઇબર અને વિટામિન સી જેવા ગુણ જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, તો ચાલો આજે અમે તમને અનાનસ જ્યુસ પીવાના ફાયદાઓ વિશે જણાવીએ.

અનાનસના જ્યુસ પીવાના ફાયદાઓ:

૧. વજન ઘટાડે:

અનાનસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેટલું જ નહીં તેમાં એન્ટી ઓબેસિટી ગુણ પણ જોવા મળે છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો અનાનસનું જ્યુસ તમારા માટે ફાયદાકારક બની શકે છે.

૨. રોગ પ્રતિકારક શક્તિ:

કોરોના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે. મજબૂત રોગ પ્રતિકારક શક્તિ શરીરને ઘણા વાઇરલ ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરી શકે છે. ઇમ્યુનીટીને રોગ પ્રતિરોધક શકિત પણ કેહવામાં આવે છે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે અનાનાસના જ્યુસનું સેવન કરી શકો છો.

૩. આંખો:

અનાનસના જયુસનું સેવન કરવાથી આંખોને સ્વસ્થ રાખી શકાય છે, અનાનસમાં વિટામિન એ જોવા મળે છે, જે આંખ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન એની ઉણપને કારણે આંખોનું તેજ નબળું થઈ શકે છે.

Image Source

૪. શરદી ઉધરસ:

અનાનસમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે શરદી ઉધરસની સમસ્યાથી છુટકારો આપી શકે છે. શરદી ઉધરસની સમસ્યાથી પરેશાન છો તો અનાનસના જયુસનું સેવન કરો, તે હળવા બંધ નાકમા પણ રાહત પહોચાડવાનું કામ કરી શકે છે.

૫. ઉબકા:

આ સમયે ભયંકર ગરમી ચાલી રહી છે આવી ઋતુમાં ઘણા લોકોને ઉબકાની સમસ્યા રહે છે. જે લોકોને આ સમસ્યા છે તેને અનાનસના જ્યુસનું સેવન કરવુ જોઇએ. આ જ્યુસ આ સમસ્યામાં રાહત આપવામાં મદદ કરી શકે છે.

અસ્વીકરણ:
સલાહ સહિતા સામગ્રી ફક્ત સામાન્ય જાણકારી પૂરી પાડે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી મંતવ્યનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ લો. ફક્ત ગુજરાતી આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતી નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *