ગરમીમાં ઠંડક મેળવવા માટે જાણો એવી 10 સુપરહિટ ટિપ્સ

Image Source

ઉનાળાની ઋતુ એટલે કે પરસેવો, આળસ, દિવસ દરમિયાન સુસ્તી, ભોજનની ઈચ્છા ન થવી અને પાણી પ્રત્યે ખાસ લગાવ. જીહા, આ ઉપરાંત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ તો આ દિવસોમાં ખૂબ જ સામાન્ય છે. આ દરેકના બચાવ માટે સ્ફૂર્તિ જાળવી રાખવી અને દિનચર્યામાં કેટલાક ફેરફારો પણ જરૂરી છે. જાણો એવી કેટલીક જરૂરી ટીપ્સ, જે ઉનાળાની સમસ્યાઓથી તમને રાહત અપાવશે.

Image Source

1. તડકાથી રાહત:

ઉનાળામાં સૌથી મહત્વપૂર્ણ અને પહેલી ટિપ્સ એ છે કે તમે તડકામાં બહાર નીકળતી વખતે સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખો. સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા ન વચ્ચે તડકામાં જવાનું ટાળો. જો બહાર જવું પડે તો શરીરને સંપૂર્ણ રીતે ઢાંકીને, કાચી ડુંગળી સાથે રાખીને જ બહાર નીકળો. કેપ, સનગ્લાસ અને સનસ્ક્રીન નો ઉપયોગ જરૂર કરવો.

2. પીણાં વધારે લો:

ઉનાળાની ઋતુમાં નક્કર આહારને બદલે પ્રવાહી પદાર્થો જેવા કે ઠંડુ પાણી, લીંબુ પાણી, લીંબુ શિકંજી, શરબત, કેરીનો રસ, ફળોનો રસ, છાશ, લસ્સી વધારે પ્રમાણમાં લેવા તેનાથી શરીરમાં તાજગી જળવાઈ રહેશે અને ઉર્જાનું સ્તર પણ જળવાઈ રહેશે.

3. ઠંડી તાસીર વાળી વસ્તુઓ:

ગરમીના દુષ્પરિણામોથી બચવા માટે ઠંડી તાસીર વાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરો. વેલનું શરબત, કેરીનો રસ, આમળા, કાચી ડુંગળી નું ભોજનમાં સમાવેશ કરો. ખાદ્ય પદાર્થોને તેના ગરમ અને ઠંડાપણાના આધાર પર નહીં પરંતુ તેની તાસીર ના આધારે ઓળખો જેમકે આઇસ્ક્રીમ, કોલ્ડ્રિંક્સ અને બરફના ગોળા અડધા હોવા છતાં પણ શરીરની ગરમી વધારે છે.

Image Source

4. હળવા કપડાં:

ગરમીમાં ઠંડા રહેવા માટે હળવા રંગના કપડાનો ઉપયોગ કરો, હળવા રંગ આંખોને ઠંડક પહોંચાડે છે. આ ઋતુમાં સુતરાઉ, શિફોન, જ્યોર્જિટ, ક્રેપ જેવા પાતળા અને હળવા કપડાં પહેરો, જેમાં હવા સરળતાથી જઈ શકે.

5. તાજુ અને સુપાચ્ય ભોજન:

હળવું, તાજુ અને ઝડપથી પચી જાય તેવું ભોજન કરો. ભૂખ કરતા ઓછું ખાઓ અને પાણી વધારે પીવું. રસવાળા ફળો જેવા કે તરબૂચ, કેરી, સંતરા, દ્રાક્ષ, ટેટી વગેરેથી પેટ પણ ભરશે અને તે શરીરમાં પાણીની જરૂરિયાતને પૂર્ણ પણ કરશે.

Image Source

 6. શારીરિક શ્રમ ઓછો કરવો:*

ઉનાળામાં ખૂબ વધારે શારીરિક શ્રમથી પરસેવા રૂપે પાણી અને ખનીજ વધારે માત્રામાં ઉત્સર્જિત થાય છે. તેનાથી શરીરમાં પાણી અને ખનિજ તત્વોની ઉણપ થઈ જાય છે. આવી સ્થિતિમાં ચયાપચય દર પ્રભાવિત થાય છે.

7. સંપૂર્ણ નિંદ્રા લો:

ઉનાળામાં નિંદ્રા પર્યાપ્ત માત્રામાં અને સંપૂર્ણ થતી નથી, તેનાથી થાક અનુભવાય છે, જે અનાવશ્યક ચીડીયાપણાને જન્મ આપે છે, તેથી જ્યારે પણ આરામની જરૂરિયાત લાગે ત્યારે દરેક કામ છોડીને આરામ કરો.

Image Source

8. વ્યાયામ પર ધ્યાન કેન્દ્રિત કરો:

ગરમી અને કંટાળા માં કરેલું થોડું ઘણું વર્કઆઉટ શરીરને થકાવે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે કસરત છોડી દો. હળવો વ્યાયામ, આસન, ધ્યાન, યોગા, પ્રાણાયામને અપનાવો કે પછી સવાર-સાંજ ફરવાથી પણ વ્યાયામની પૂર્તિ કરી શકાય છે.

9. પ્રકૃતિથી ઠંડક લો:

સવારે જલ્દી ઉઠીને તેમજ સાંજે ટહેલતા તમે પ્રકૃતિને ઠંડકનો અનુભવ કરો. છોડને પાણી પાવું, લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલવું, રંગબેરંગી ફૂલોને નિહાળવા, શુદ્ધ અને ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેવા. આ ઉપરાંત ઉનાળામાં પ્રાકૃતિક સ્થળો પર ફરવા જવું.

10. જ્યારે પણ ઉનાળામાં ક્યાંય બહાર નીકળો ત્યારે ઠંડા પીણા પીને નીકળવું. ઘરે આવ્યા પછી પોતાના ચેહરાને ઠંડા પાણીથી ધોવો કે પછી ત્વચા પર બરફથી માલિશ કરો. તેનાથી તમે ખૂબ જ તાજગીનો અનુભવ કરશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *