સારો સમય આવતા પહેલા મળે છે આ 10 સંકેતો, આ રીતે સમજો તેના ઈશારાઓ

Image Source

દરેક લોકો તેમના જીવનમાં પોતાના સારા સમયની ખુબ જ આતુરતાથી રાહ જોવે છે. ઘણીવાર તો આપણો સારો સમય ચાલી રહ્યો હોય છે તેમ છતાં આપણે તે સમયમાં પણ ખરાબ સ્થિતિઓને જોવાના એટલા ટેવાઈ ચૂક્યા હોઈએ છીએ કે સારા સમયના સંકેતને નજર અંદાજ કરી દઈએ છીએ.

જ્યારે પણ સારો સમય આવે છે ત્યારે ભગવાન આપણને સંકેત જરૂર આપે છે, તે સંકેત કોઈ પ્રસંગ, કોઈ નિર્ણય, કોઈ મુખ્ય વ્યક્તિ હોય છે તો ચાલો આજે તમને જણાવીએ તે સકારાત્મક અથવા સારા સંકેતો વિશે જેના પર ધ્યાન કેન્દ્રિત કરી કોઈ વ્યક્તિ તેના જીવનને સુખી બનાવી શકે છે.

10 એવા સંકેતો જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે

Image Source

1. સવારે ઓફિસે જતી વખતે જો તમને કોઈપણ જગ્યાએ કરોળિયાના જાળામાં કરોળિયો જોવા મળે તો તે તમારો સારો સમય આવવાનો સંકેત છે. તે સંકેત છે કે તમારા દરેક કામ સરખી રીતે થઈ જશે.

2. ઘર પાસે કોઈ પક્ષી અચાનક આવીને બેસી જાય અને તે પાંખો હલાવ્યા વગર ત્યાં બેસી રહે તો તે સંકેત તમારી મનોકામના પૂર્ણ થવાની છે.

3. મુસાફરી કરતી વખતે તમને કોઈ વાંદરો, કૂતરો અથવા સાપ તમારી જમણી તરફ જોવા મળે તો તે તમારી પાસે ઘન આવવાનો સંકેત છે.

4. સ્વપ્નમાં લીલાછમ વૃક્ષો અથવા છોડ જોવા મળે તો પણ શુભ માનવામાં આવે છે કેમકે તે હરિયાળી જીવનમાં કંઇક શુભ થવાના સંકેત આપી રહી છે.

5. નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે રસ્તામાં ગાય અથવા નારીયલ તમારી સામે આવે તો ચોક્કસપણે તે નોકરી તમને મળવાની છે.

6. જ્યોતિષશાસ્ત્રમાં તો તે પણ લખ્યું છે કે જો સવારે નાસ્તો કરતી વખતે તમને છીંક આવી જાય તો તે જીવનમાં કંઇક શુભ થવાનું સંકેત છે.

7. પૂજા કરતી વખતે ભગવાનને અર્પણ કરવામાં આવેલ ફુલ તમારી સામે પડી જાય તો તેનાથી ભગવાન તમને તે સંકેત આપી રહ્યા છે કે તમારી મનોકામના ઝડપથી પૂર્ણ થવાની છે.

8. કોઈ મહત્વપૂર્ણ કામ માટે પ્રવાસે જતી વખતે જો તમને અચાનક તે યાદ આવે કે તમે કંઈક ભૂલી રહ્યા છો તો તમારી ઉપર આવેલા દરેક સંકટો ટળવાનો સંકેત છે.

9. જો સૂર્યાસ્ત થતા જ શંખની પાવન ધ્વનિ તમારા કાનમાં પડે તો તે જીવનમાં કંઇક સકારાત્મક ઘટના થવાનો સંકેત છે.

10. ઘરેથી નીકળતા જ કોઈ તમને સતત કેટલાક દિવસો સુધી ઝાડું કાઢતા જોવા મળે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે ઝાડું કાઢતા જોવાથી તમને ઘનની પ્રાપ્તિ ઝડપથી થવાની છે. તેની પાછળનું કારણ એ છે કે ઝાડું ને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment