બાળકોને કોરોનાથી કેવી રીતે બચાવવા તેના માટે આ 10 સાવચેતીઓ વર્તો

Image Source

કોરોના વાયરસની બીજી લહેર સંપૂર્ણ દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે. તેની ઝપેટમાં દરેક ઉંમરના લોકો આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર હજૂ કેટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેના વિશે કંઈ કહી શકાય તેમ નથી પરંતુ બાળકોને તેનાથી સુરક્ષિત રાખવા પણ જરૂરી છે.

તો જાણીએ કે કેવી સાવચેતીઓ વર્તવી જોઈએ કે જેથી બાળકોને સંક્રમણથી બચાવી શકાય.

૧. બાળકો પર સતત નજર રાખો. તેને થોડો પણ કફ,ઉધરસ, તાવ થવા પર સાધારણ સારવાર શરૂ કરી દો. બાળકોને ઠંડી વસ્તુ ખવડાવવી નહિ. જેમકે આઇસ્ક્રીમ, ઠંડા પીણા, ચોકલેટ પણ ખવડાવવા નહિ.

૨. બાળકોને સાફ સફાઈ વિશે જણાવો. તેમને આ બિમારી વિશે જાગૃત કરીને સાવધાની ટિપ્સ આપો. તેમનો રૂમ સાફ કરવા માટે કહો અને સ્વચ્છતા વિશે પણ જણાવો.

૩. કોવીડના નવા લક્ષણોમાં પેટનો દુખાવો, ઉલ્ટી, ઝાડા જેવી સમસ્યા પણ સામે આવી રહી છે. ધ્યાન રાખો બાળકોમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડોકટર સાથે ચર્ચા જરૂર કરો. જો બાળક સુસ્ત દેખાય તો પણ તેને તેની તબિયત જરૂર પૂછો.

૪. તમારી સાથે બાળકોને પણ સૂર્ય નમસ્કાર જરૂર કરાવો. તેનાથી તેની રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે, તાકાત જળવાઈ રેહશે અને તે તંદુરસ્ત રેહશે.

૫. બાળકોના ભોજનમાં ફેરફાર જરૂર કરો. તેને સ્વસ્થ શાકભાજી અને ફળો ખવડાવતા રહો.

૬. સેનેટાઇઝરને બદલે બાળકોને સાબુથી હાથ ધોવા માટે કહો. વારંવાર મોઢા પર હાથ ફેરવતા અટકાવો. માસ્ક કેવી રીતે પહેરવું અને કેવી રીતે કાઢીને રાખવું તે પણ જરૂર જણાવો.

૭. બાળકોને માઈન્ડ ગેમ, ઓનલાઇન ડાન્સ ક્લાસ, પઝલ, સ્ટોરી વાંચવા જેવી વસ્તુઓમાં વ્યસ્ત રાખો.

૮. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ બાળકોને ખુલ્લા વાતાવરણમાં પણ જરૂર લઈ જાઓ. તેના માટે તમે ટેરેસ પર થોડીવાર ચાલી શકો છો. તે માટે સવારનો સમય વધારે ઉત્તમ રહે છે.

૯. જો પરિવાર મોટો હોય તો પ્રયત્ન કરો કે વેન્ટિલેશન, બારી ખુલ્લી રાખો. જેથી હવા અંદરની બહાર અને બહારની અંદર આવી શકે. બંધ ઓરડામાં વાયરસનું જોખમ વધારે વધી જાય છે.

૧૦. પરિવારના સભ્ય બહારથી કોઈ પણ વસ્તુ લઈને આવી રહ્યા છે તો તેને અડવા દેવું નહિ. જ્યાં સુધી તમે સેનેટાઈઝર ન કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *