‘હેલ્લારો Girl’ – જાણો શ્રદ્ધા ડાંગરની કેટલીક રોમાંચક વાતો

આપણે દરેક હેલ્લારો’ માં મંજરીનું પાત્ર ભજવનાર શ્રદ્ધા ડાંગરને તો ઓળખતા જ હોઈશું. શ્રદ્ધા એ ‘હેલેરો’માં મંજરીનું તરીકેની અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી હતી, શ્રદ્ધાનો જન્મ ૧૫ ઓક્ટોબર 1994 ના રોજ રાજકોટમાં થયો હતો. તેની એક ખુબ જ સારી મોડેલ અને અભિનેત્રી છે. તેણીએ ઘણી ફિલ્મો કરી છે જેમકે હેલ્લારો, તારી માટે વન્સ મોર અને પપ્પા તમને નહી સમજાય જેવી બહેતરીન ફિલ્મોમાં અભિનય કર્યો છે.

શ્રદ્ધાએ ‘પપ્પા તમને નહી સમજાય’ મુવીથી ડેબ્યુ કર્યું હતું, જેમાં ભવ્યા ગાંધી, મનોજ જોશી અને કેતકી દવેએ કામ કર્યું હતું. શ્રદ્ધા એ બીજી પણ એક કોમેડી ફિલ્મ માં કામ કર્યું હતું જેનું નામ છે તારી માટે વન્સ મોર. તેણીએ બીજી બે નોંધપાત્ર ફિલ્મોમાં પણ ભાગ ભજવ્યો હતો જેમાં મચ્છુ અને હેલ્લારો નો સમાવેશ થાય છે, મચ્છુ એ ડેમ દુર્ઘટના પર આધારિત છે જયારે હેલેરો એ સાચી ઘટનાઓ પર આધારિત. શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ હેલ્લારો કચ્છના ગ્રામીણ ગામમાં આધારિત હતી જેમાં આઝાદીના વિચારની શોધ કરી હતી. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.

તમને એ પણ જણાવી દઈએ કે શ્રદ્ધાની હેલ્લારો ફિલ્મ એ 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. અને તેણીને તેના અભિનય માટે બેસ્ટ જ્યુરી એવોર્ડ પણ મેળવ્યો છે. શ્રદ્ધા ની ફિલ્મ હેલ્લારો 8 નવેમ્બર ૨૦૧૯ ના રોજ ભારતના થીયેટર માં રજુ કરવામાં આવી હતી અને તેના આ શાનદાર અભિનયને પ્રેક્ષકો એ ખુબ જ પસંદ કરી.

આ ઉપરાંત શ્રદ્ધા કેટલીક ટીવીસી જાહેરાતો માં, કેટલીક બ્રાન્ડમાં પણ જાહેરાત કરી ચુકી છે. સિલ્વર સ્ક્રીન ઉપરાંત, શ્રદ્ધા સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. શ્રધ્ધા ત્યારબાદ ફ્રેન્ડજોન અને ગીત આ બંને વેબસીરીઝ્માં પણ લીડમાં જોવા મળી છે. આ ઉપરાંત ફિલ્મ “લવની લવ સ્ટોરી”માં પણ શ્રદ્ધા રૂપેરી પડદે જોવા મળી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment