(પતિ અને પત્ની) પતિ ને છોડી જતી પત્ની ની હૃદય વ્યથા..!😢😢😢

એક શહેરમાં પત્ની અચાનક રાતના સમયે મૃત્યુ પામે છે.ઘરમાં રોકકળ થાય છે. પત્નીના અંતિમ સંસ્કાર ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિને જે કાંઈ કહે છે તેનું આ વર્ણન છે.

“ચાલો હું જાઉં છું હવે ફરી કદી યે મળાશે નહીં. લખેલા લેખ વિધિએ એ ટાળ્યા તો ટળાશે નહીં. ચાલો હું જાઉં છું…

ટેક : ચોરીમાં ચાર ફેરા જે ‘દિ આપણે સાથે ફરેલા,

જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા. અચાનક જાવું પડશેએકલા મુજને ખબર નહીં.

ચાલો હું જાઉં છું..૧

મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું, ઘણું દુઃખ થાય છે પણ હું થઈ મજબૂર જાઉં છું,

નથી મન માનતુ જતાં છતાં કંઈ ચાલશે નહીં.

ચાલો હું જાઉં છું…૨

અતિ કલ્પાંત કરે છે જુઓને છોકરો ને વહૂ,

નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું. એમને શાંત પાડજો ,જરા યે ઢીલા પડશો નહી.

ચાલો હું જાઉં છું …૩

સવારે સાસરેથી જુઓ દિકરીઓ આવશે જ્યારે,

જોઇને દેહ મારો ભારે રુદન કરશે એ ત્યારે. એમને શાંત પાડજો, જરાયે તમે રોતા નહીં .

ચાલો હું જાઉં છું… ૪

જેનું નામ તેનો નાશ ,નિયંતાએ નકકી કર્યુ છે,

જગતમાં જે કોઈ આવ્યુ છે તે અહીંથી સિધાવ્યુ છે. ધીરે ધીરે ભૂલી જજો,મને બહું યાદ કરતા નહીં ચાલો હું જાઉં છું….૫


નથી મારુ કહ્યુ માન્યું તમે કદી યે આ જીવનમાં,

છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનજો વર્તનમાં. મૂકીને એકલા જાતાં મને ચિંતા થતી ઘણી.

ચાલો હું જાઉં છું….૬

તમોને બીપી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી,

ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર તકલીફ થશે ભારી.

સવારે ઊઠીને જો જો દવા લેવાનુ ભૂલતા નહીં ચાલો હું જાઉં છું….૭

કરે છોરો ને વહૂ છણકો તો જો જો બોલતા ના કાંઈ,

ચૂપચાપ સાંભળી લેજો

જરાયે ગુસ્સો કરતા નહીં.

સદા હસતા તમે રહેજો

જરાયે ઉદાસ થાશો નહીં

ચાલો હું જાઉં છું ..૮

છોરાના છોરાને લઈને

તેની સંગાથે રમજો,

તમારી હેડીના સાથે બેસીને

સમય વ્યતીત કરજો.

આવુ હું યાદ તો પણ મનથી જરાયે ઢીલા પડશો નહીં

ચાલો હું જાઉં છું. .૯

સવાર-બપોર ને સાંજે તમે નિયમિત જમી લેજો,

અગર વહૂ ભૂલી જાય તો સામેથી યાદ કરી દેજો.

વર્તાશે ગેરહાજરી મારી

છતાંયે મૂંઝાશો નહી.

ચાલો હું જાઉં છું…૧૦


ઘડપણમાં લેવાનુ લાકડી

જો જો ભૂલતા નહીં,

ધીરે ધીરે ડગ માંડવાનુ

જો જો ચૂકતા નહીં.

પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે નહીં.

ચાલો હું જાઉં છું… ૧૧

સાંજે સૂતા પહેલા પાણીનો

લોટો માગી લેજો,

તરસ લાગે ત્યારે તમે પાણી પી લેજો.

રાત્રે ઉઠવું પડે તો જો જો અંધારે અથડાતા નહીં.

ચાલો હું જાઉં છે. ..૧૨

પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા,

બનાવી લીલી વાડી જે તેમાં

ફૂલડા ખીલી રહ્યા.

ઇ ફૂલડાની ફોરમ હવે મુજથી લેવાશે નહીં.

ચાલો હું જાઉં છું…૧૩

“ઊઠો હવે સવાર થઈ “-એવું કોઈ કહેશે નહીં,

જાતે ઊઠી જજો કોઈની

કોઈની રાહ જોશો નહીં…

પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં.

ચાલો હું જાઉં છું… ..૧૪

હવે ફરી

કદી યે મળાશે નહીં…😢

લખેલા લેખ વિધિએ એ ટાળયા તો ટળાશે નહીં..

“ચાલો હું જાવ છું…

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Fakt Gujarati. If you are new here, welcome to Fakt Gujarati!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!