આ પ્રેમકહાની વાંચીને કઠોર દિલના વ્યક્તિ પણ રડવા લાગશે..

બસ, અમનનો પણ વારો આવ્યો – લગ્નનો પણ એથી વિશેષ તેની લાઈફના પ્રસંગો ખાસ જાણવા જેવા હતા. આ છોકરાએ અંત સુધી જીદ પકડી હતી કે હું લગ્ન કરીશ તો માત્ર એક જ છોકરી સાથે જે મારી પ્રેમિકા છે. પણ બન્યું એવું કે જેનો વિચાર પણ સપનામાં પણ આવે એમ ન હતો.

અમનનું દસમું ધોરણ પછી અગિયારમુ. એમ, સમય પસાર થતો જતો હતો. પ્રેમ શું હોય? એ ખબર પડી ગઈ પંદર-સોળ વર્ષની ઉંમરમાં જ. કાચી ઉંમરમાં પ્રેમનો સ્વાદ જાણવા લાગ્યો. એ સ્વાદે તેના જીવનમાં એવી જમાવટ કરી કે જાણે બત્રીસ જાતના ભોજનમાંથી એક જ વાનગી જમવી ગમતી હોય. એક છોકરી સાથે તેને પ્રેમ થયો. સ્કુલમાં ભણતા આ બે વિદ્યાર્થી પ્રણયના ફાગ ખેલવા લાગ્યા અને બધા કરે એ રીતે સ્કુલને ક્યારેક છોડવા લાગ્યા. અહીંથી બંનેની જીવનગાડી બદલી ગઈ. છોકરી સાચા મનથી અમનને પ્રેમ કરવા લાગી. એ પ્રેમને કારણે તો બંને કલાકો સુધી હાથમાં હાથ નાખી બગીચામાં બેસી રહેતા.

જિંદગીમાં સપના બધા જોતા હોય છે એ રીતે આ પ્રેમીયુગલે પણ એક થવાના સપના જોઈ રાખ્યા હતા. પણ શું ખબર તેને કે હજુ આગળ કસોટી કપરી થવાની છે. જેમ સમય વીત્યો દસમાં ધોરણમાંથી શરૂ થયેલ પ્રેમ બારમાં ધોરણ સુધી આગળ વધ્યો. ત્યાં સુધીમાં બંનેએ અનેકવાર શરીર સંબંધ પણ બાંધી લીધો હતો. બંનેને એકબીજા વગર પલભર પણ ચૈન પડતું નથી. રજાના દિવસો આવે કે તકલીફ થવા લાગે છે. વેકેશન તો માંડમાંડ પસાર થાય.  એન્ડ ધ લાસ્ટ બારમાં ધોરણ પછી કોલેજ આવે એ પહેલા જીવન આંખના આંસુમાં ગરકાવ થઇ ગયું.

ન કોલ, ન મેસેજ, ન મળવાનું એમ એકબીજાનું મોઢું જોયું તેના પૂરા ૧૮ દિવસ થઇ ગયા હતા. અમનની ગર્લફ્રેન્ડ દિવ્યા પ્રેમી અમનની તલાશમાં આમતેમ ભટકે છે. ક્લાસમેટ તરીકેની ઓળખ લઈને ઘરે પહોંચેલી દિવ્યા બધે અમનને ગોતી રહી છે. ખબર નહીં અમન ક્યાં ગાયબ થઇ ગયો છે. અમન ગાયબ છે તેનું ટેન્શન તો છે પણ એથી વધારે ગંભીર પરિસ્થિતિ તો દિવ્યાની છે. એકબાજુ અમનના માં-બાપની ચિંતા, પોલીસ ફરિયાદ અને દિવ્યાને તેની ખુદની તકલીફ તો ખરી જ. દિવ્યાને તકલીફમાં સાથ આપી શકે એવી એક જ વ્યક્તિ હતી અને એ “અમન” જ ગાયબ છે. શું કરવું? ક્યાં જવું? કોને કહેવું?

ટ્રીન… ટ્રીન…

ટ્રીન… આ અવાજ છે પોલીસસ્ટેશનેથી આવેલા ફોનનો. અમનના પપ્પાનો અવાજ ખરડાઈ ગયેલ હતો અને ત્યાં જ પોલીસ સ્ટેશનેથી આવું સાંભળવા મળ્યું, “સાહેબ, અમનની ડેડ બોડી મળી છે. અમને સ્યુસાઈડ કરેલ છે.” અમનના માં-બાપના પગ નીચેથી જમીન ખસી ગઈ. એવો ઝટકો લાગ્યો કે જેની પાસે વીજળી પણ કમ પડે. પ્રેમીયુગલમાંથી એકના જીવનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હવે તો ખરેખરની કસોટી ચાલુ થઇ છે જેની દિવ્યાને તો અણસાર પહેલેથી આવી ગઈ હતી. પણ અમનના સ્યુસાઇડે તેને પણ વિચારના ચકડોળે ચડાવી હતી.

દિવ્યાને અચાનક ચક્કર આવવા લાગ્યા અને દવાખાને જતા બધાને ખબર પડી કે દિવ્યા ઇસ પ્રેગ્નેટ. ત્રીજો મહિનો ચાલુ છે તેની પ્રેગનેન્સીનો. અત્યાર સુધી દિવ્યા જ જાણતી હતી એ વાત હવે બધાને ખબર પડી ગઈ હતી. પોલીસે સ્યુસાઇડ કેસની તપાસમાં વેગ આપ્યો હતો.

તપાસમાં અંતે બહાર આવ્યું કે દિવ્યા પ્રેગ્નેટ છે એવી જાણ જયારે અમનને થઇ ત્યારે એ નાસીપાસ થઇ ગયો હતો. સમાજ, ઘર અને પરિસ્થિતિથી ડરીને તેને અંતિમ પગલું મોતનું ભર્યું હતું. જેની અસર દિવ્યાને ગંભીર રીતે થઇ હતી. છેલ્લે એક જીવ, એક માં નો દીકરો, એક બાપના લાડલા પ્યારનો જીવ યમરાજ લઇ ગયા હતા. પણ બીજા કોઈની દીકરીનો શ્વાસ રૂંધાય જાય એ પહેલા દિવ્યાને સપોર્ટ આપ્યો અમનના માં અને પિતાએ. જે માં-બાપે તેનો દીકરો ગુમાવ્યો હોય અને જે વ્યક્તિએ પ્રેમી –  તેને દુઃખની સીમા પૂછવા ન જવાની હોય!!

અમનના માં-બાપે દિવ્યાને સ્વીકારીને ઘરની વ્યક્તિ માફક સાચવી. દિવ્યાએ જે બાળકને જન્મ આપ્યો એ બાળકને પણ હસતા મોઢે સ્વીકાર કર્યો. પછી દિવ્યા અને અમનનો પરિવાર અને અમનનો નાનો દીકરો સાથે જ રહેતા થયા. દિવ્યાના ખુદના માં-બાપે તો નકારી પણ અમનના માતા-પિતા છત આપી તેના રૂણી બન્યા.

અમન વગર લગ્નવિધિએ બાપ બન્યો હતો અને દિવ્યા વગર લગ્નએ બાળકની માં. પરિસ્થિતિ તકલીફથી ભરપૂર હતી પણ સંઘર્ષ કરીને હિંમત સાબિત કરી બતાવી. પોલીસની તપાસ દરમિયાન અમનના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, “વગર લગ્નએ મને કોઈ પૂછે કે પત્ની કેવી હોવી જોઈએ તો હું આકાશમાંથી કહીશ, પત્ની દિવ્યા જેવી હોવી જોઈએ..”

અમારા ફેસબુક પેઇઝને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં અમે જબરદસ્ત વાંચવા જેવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ. –“ફક્ત ગુજરાતી”

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *