10 વર્ષથી મારો દિકરો ઇલાજ માટે તલસે છે. તનતોડ મહેનત કરવા છતાં હું ઓપરેશનના પૈસા નથી ભેગાં કરી શક્યો,પ્લીઝ હવે મદદ કરો! એક બાપની હાથજોડ વિનંતી

વાત છે મુંબઇમાં રહેતા એક કુટુંબની. મુંબઇ તો માયાવી નગરી,જેને જડે એને હીરા જડે અને ના જડે એને ખાવાનાય ઘટે! રાતે કોઇ ઇમારતમાંથી મુંબઇનો નજારો નિહાળો તો એની રોશની આંખો આંજી દે,પણ એ રોશનીની ભીતરમાં એવા અંધારા પણ છે જ્યાં રાતે દીવો સળગાવવા તેલ પણ નથી મળતું. સિંદેશ્વર પાસવાન,એમની પત્ની અને ૧૦ વર્ષનો દિકરો રાહુલ. ત્રણ જણાનું કુટુંબ મુંબઇમાં વસવાટ કરે છે.

બાપ ચોકીદારની નોકરી કરે છે. મહિને માંડ-માંડ નવેક હજાર કમાઇ છે,એમાંથી કુટુંબનો બે ટાઇમનો જમણવાર કરવામાંય તાગડધિન્ના કરવા પડે છે. દરરોજ રીતસરનું વેતરું જ કરવું પડે અને તોયે બધું જ ઘટે. વધે તો જીંદગી વધે,આ દશા જોવા માટે જ સ્તો!

સિંદેશ્વરની પત્ની નિશાળમાં છોકરાનું મધ્યભોજન બનાવે અને એમાંથી જે બે-પાંચ રૂપિયા મળે એનાથી ઘર ચલાવવામાં સહાય કરે.દિકરો રાહુલ પણ એ જ નિશાળમાં ભણવા જાય. પૈસો બચાવવાની તો વાત જ નહી કરવાની. ભલાં કેમ કરીને બચે જ્યાં સરખાં વસ્ત્ર ઢાકવાના કે વધુ બે કોળિયા ખાવાના પણ ઘટતા હોય?

ગરીબીમાં પણ જો બિમારી ભળે તો?તમે અનુભવ નહી કર્યો હોય તો કલ્પના નહી આવે પણ જો આવું થાય તો માણસ અંદરથી આખેઆખો ખોખલો થઇ જાય. આ પાસવાન કુટુંબમાં પણ આવું જ થયું અર્થાત્ ચાલી રહ્યું છે. દિકરા રાહુલને જન્મજાતથી જ હ્રદયમાં છિદ્ર છે!

રાહુલ જન્મથી જ એકદમ નબળો છે.એ દસ મિનિટ ચાલે છે તો એવી રીતના બેસી પડે છે જાણે પંદર કિલોમીટર દોડીને આવ્યો છે!એના શરીરને જરાય તાણ અપાતું નથી. અમ થાય તો એ ફસકાઇ પડે છે,દર્દથી પીડાય ઉઠે છે. એ કદી બાળપણની શાન જેવી મહોલ્લાની રમતો રમ્યો નથી. મતલબ,બિમારી એના બાળપણને ગળી ગઇ છે. હ્રદયની બિમારીને લીધે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ નીચલા સ્તરે રહે છે.બાળક અચાનક અમુક સમયે ઠંડીથી પીડાય ઉઠે છે.

રાહુલના જન્મના થોડા મહિના પછી જાણવા મળ્યું કે,તે ટેટ્રાલોજી ઓફ ફેલોટ-લાર્જ વી.એસ.ડીથી પીડાય રહ્યો છે. જન્મજાત તેના હ્રદયમાં છિદ્ર છે.

સિંદેશ્વરે ૧૦ વર્ષથી રાહુલના ઓપરેશન માટે રકમ બચાવવાની કોશિશ કરી જેથી તે પોતાના પુત્રનો ઇલાજ કરાવી શકે. પણ એમાં તેમને સરિયામ નિષ્ફળતા મળી છે! ગરીબ માણસ કશું ભેગું નથી કરી શકતો જ્યારે એક સાંધો ત્યાં તેર ટૂટેની પરિસ્થીતી વિકરાળ રીતે વકરી ચૂકી હોય!

ડોક્ટરએ ઓપરેશન માટે ૨ લાખ રૂપિયાની કિંમત કહી છે જે આ ફેમિલી માટે સપનાં સમાન છે. ડોક્ટરોએ કહ્યું છે કે,બાળકનો જીવ બચાવવો હોય તો હવે તો દસ વર્ષ થયા છે. સર્જરી ટૂંક સમયમાં જ થવી જોઇએ.

એના માટે મુંબઇની ઝેરબાઇ વાડિયા હોસ્પિટલના હ્રદયના સર્જન ડોક્ટરના સિગ્નેચર યુક્ત એક પરિપત્રમાં સિંદેશ્વર દ્વારા લોકો પાસેથી દાનની માંગણી કરવામાં આવી છે. સોશિયલ મિડીયા ફરતા બધા ફેક ન્યુઝની જેમ આ ન્યુઝ ખોટા નથી. બલ્કે જરૂરીયતની ઇચ્છા કરતા પ્રાર્થીના સાચા સમાચાર છે. મુંબઇની ઝેરબાઇ વાડિયા હોસ્પિટલમાં ઓપરેશન અને આઇ.સી.યુનો આટલો ખર્ચ થાય તેમ છે.

મા-બાપ હારી થાકીને આ છેલ્લી ધા નાખે છે. જોઇએ છે દુનિયા સાંભળે છે કે નહી!તમે અહીં તસ્વીરમાં કાર્ડિયોક સર્જનની સાઇન સહિતનો પત્ર જોઇ શકો છો. જેથી ડેટ સહિત બધો ખ્યાલ આવશે. દાન વિશેની વિતગ પણ અહીં આપવામાં આવી છે.

આર્ટીકલ વધુ લોકોને શેર કરજો જેથી કદાચ કોઇ મદદ કરવા પ્રેરાય તો એક જીંદગી બચી શકે!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

Leave a Comment