હદય રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, તેથી તમારા હદયનું ધ્યાન કાળજીપૂર્વક રાખો

Image Source

તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત દેખાવું એ કોઈ વાતની ગેરંટી બિલકુલ નથી કે તમને હદય સંબંધિત કોઈ બીમારી થશે નહિ. હદય રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે. તેથી હદયનું ધ્યાન રાખો. કેમ અને કેવી રીતે, તે જાણો આ લેખમાં વિસ્તાર પૂર્વક

તાજેતરમાં જ ટીવી કલાકાર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. પછી હદયની ચર્ચા થવા લાગી. એક સમય હતો જ્યારે હદય રોગને ઉંમર સાથે સાંકળીને જોવામાં આવતું હતું, પરંતુ હવે કોઈપણ વ્યક્તિનું હદય બીમાર થઈ શકે છે. બાળકોથી લઈને યુવાનો સુધી દરેક તેની ટોચ પર છે. ઇન્ડીયન હાર્ટ એસોસિયેશન મુજબ, ભારતમાં 50 ટકા એવા કેસ હોય છે જેમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા પુરુષોની ઉંમર 50 વર્ષથી ઓછી હોય છે. તેમજ 25 ટકા કેસમાં તો 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે.

હકીકતમાં, યુવાન અને મધ્યમ વયના લોકો હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગનો પારિવારિક ઇતિહાસ અને તણાવપૂર્ણ જીવનશૈલી હોવા છતાં નિયમિત તપાસ કરાવતા નથી.  જીમમાં જઈને તેઓ તણાવ દૂર કરવા અને કસરતી બોડી મેળવવા માટે આ પ્રકારના યોગા અપનાવે છે. સાથેજ બોડી બિલ્ડિંગ ને પ્રોત્સાહન આપનારા તે તમામ પાવડર અને ખોરાક પણ નિયમિત રૂપે સેવન કરવા લાગે છે, જે કદાચ તેના શરીર માટે યોગ્ય નથી.

તેને વધારે જોખમ

સામાન્ય રીતે મેદસ્વીતા અને અનિયમિત જીવનશૈલીને હદય રોગના સૌથી મોટા કારણ રૂપે જોવાય છે, જે સાચું પણ છે.પરંતુ ઘણા લોકો જે તેના ફિટનેસ પ્રત્યે સભાન હોય છે, નિયમિત કસરત કરે છે, તેવા વ્યક્તિમાં પણ તેનું જોખમ જોવા મળ્યું છે. જે લોકોના પરિવારમાં હદય રોગના કેસનો ઇતિહાસ સર્જ્યો હોય, જેઓ મુસાફરી વધારે કરે છે, જેને ડાયાબિટીસ, બ્લડપ્રેશર છે, વજન વાળું કામ અને વધારે કસરત કરે છે, તે વ્યક્તિને હદય રોગ અને હાર્ટ એટેક નું વધારે જોખમ છે. સ્વસ્થ હદય માટે શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ હોવું પણ જરૂરી છે.

ભય કેવી રીતે ઊભો થાય છે?

20 વર્ષથી વધુ ઉંમરના યુવાનોમાં, ખોરાકની બેદરકારીને કારણે, હૃદયની ધમનીઓમાં કેટલાક બ્લોકેજ બનવા લાગે છે, જે આમ તો તત્કાળ જોખમી નથી. પરંતુ જો ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ આવી હોય, અથવા અચાનક આઘાતજનક ઘટના અથવા ચેપ થઇ જાય, તો પછી આ બ્લોકેઝની નજીક ક્લોટનું નિર્માણ થઈ શકે છે, જે અવરોધમાં વધારો કરી અને હાર્ટ એટેકમાં ફેરવાય છે.

ક્ષમતા કરતા વધારે કસરત ન કરવી

અતિ દરેક વસ્તુ માટે ખરાબ છે અને આ બાબત જીમ અને કસરત માટે પણ લાગુ પડે છે. ઘણીવાર યુવાનો ફિલ્મી સ્ટાર જેવી બોડી મેળવવાના ચક્કરમાં વધારે પડતી કસરત પર ભાર મૂકે છે. વધારે પડતી કસરત કે ભારે સામાન ઊંચકવા થી ધમનીઓ ઉપર દબાણ પડે છે. તેની ગંભીર પરિસ્થિતિમાં હાર્ટ એટેક થવાનુ ભારે જોખમ રહે છે. તેથી શરીરની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને જ કસરત અને જીમ કરો. જો તમારા ડૉક્ટર વધુ કસરત ન કરવાની ભલામણ કરે, તો તેને અવગણશો નહીં.

જીવનમાં વધારે તણાવ ન લો

આજના સમયની ઉથલપાથલ માં વધારે માનસિક દબાણ વધી રહ્યું છે. કોવિડ મહામારી પછી આ પરિસ્થિતિ વધુ બગડી છે. આવી સ્થિતિમાં સતત કસરત પછી પણ વધારે તણાવ બ્લડપ્રેશર પર અસર કરી શકે છે, જે હૃદય પર દબાણ કરે છે. તેથી તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને સંતુલિત કરો. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી, શાંત વાતાવરણમાં સમય ગાળવા માટે સમય કાઢો, મિત્રો અને સગા-સંબંધીઓ ના સંપર્ક માં રહો. તણાવને હાવી ન થવા દો. જો હજુ પણ તમે કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ખચકાટ વગર મનોવૈજ્ઞાનિકની અથવા મનોચિકિત્સકની સલાહ લો, પરંતુ માનસિક સ્વાસ્થ્યને અવગણશો નહીં.

ખોરાક ઉપર વિશેષ ધ્યાન આપો

આ સમયે પૌષ્ટિક આહારને બદલે જંક ફૂડનું વધુ સેવન કરવામાં આવી રહ્યું છે. તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે અને તેની સીધી અસર હૃદય પર પડે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ, તંદુરસ્ત ખોરાક લેવાનો પ્રયત્ન કરો.

તરત જ ધૂમ્રપાનથી દૂર રહો- ધૂમ્રપાન કરનારાઓને હૃદયરોગ થવાની શક્યતા વધુ હોય છે. ધૂમ્રપાન કરવાથી હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં ગંઠાઇ જવાની શક્યતા વધારે છે. લોહીનું હૃદય સુધી સંચાર ન થઈ શકવુ એ હાર્ટ એટેક નું કારણ બની શકે છે.

વર્કઆઉટ પહેલા ચેકઅપ કરવો

જીમમાં જવું એ જ ફિટનેસનું પહેલું પગલું નથી. સૌ પ્રથમ વ્યક્તિએ પોતાનું નોર્મલ ચેકઅપ કરાવવું જોઈએ. શરીર કઈ સ્થિતિમાં છે, કેટલી અને કયા સમયે કસરત યોગ્ય છે, કયા આનુવંશિક રોગનું જોખમ છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કસરત અને ડાયેટનો નિયમ બનાવો. આ માટે ડોક્ટર અને ડાયેટિશિયનની મદદ લો. જો હૃદયરોગની સમસ્યા આનુવંશિક હોય તો ફિટ રહેવાના નિયમો અગાઉથી નક્કી કરો. આ ઉપરાંત જો બ્લડ પ્રેશર વગેરેની સમસ્યા હોય તો આહારમા ફેરફાર અને કસરત થોડી હળવી કરી શકાય છે, નહિતર હૃદયરોગનું જોખમ પણ વધી શકે છે.

કામની વચ્ચે વચ્ચે આરામ લો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી જાય છે. ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2016 માં લાંબા સમય સુધી કામ કરવાથી 7,45,000 લોકો સ્ટ્રોક અને હૃદય રોગથી મૃત્યુ પામ્યા હતા. સતત બેસવાથી અને કામના તણાવને કારણે હૃદયને અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં કામ કરો, પરંતુ વચ્ચે વચ્ચે બ્રેક લો અને હરતા ફરતા રહો.

તેથી સાવચેત કરવામાં આવે છે કે વધારે મીઠું, ખાંડ, મેંદામાંથી બનાવેલ ખોરાક વગેરે ન લો. સ્વાસ્થ્યવર્ધક ભોજન લો, ડોક્ટર પાસે તપાસ કરાવ્યા પછી જિમ ટ્રેનરની સલાહથી કસરત પસંદ કરો અને તણાવમુક્ત રહીને પૂરતી ઊંઘ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment