સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો જુદા જુદા હોય છે, તેમને આ રીતે ઓળખો.

Image Source

છાતીમાં દુખાવો એ હંમેશા હાર્ટ એટેકની શરૂઆતની અને ખૂબ સામાન્ય લક્ષ્ણોમાંથી એક માનવામાં આવે છે. જ્યારે નિષ્ણાતોના મંતવ્ય તેનાથી સંપૂર્ણ રીતે જુદા છે. તેમનું માનવું છે કે હાર્ટ એટેકના લક્ષણો ને ઓળખવા સરળ પણ નથી અને દર વખતે થતા છાતીમાં દુઃખાવા પણ તેની ઓળખ આપી શકતા નથી. નિષ્ણાતોનું માનવું છે કે તમારી ઉંમર, જીવનશૈલી ની સાથે તમારા લિંગ પર પણ હાર્ટ એટેકના લક્ષણો આધારિત  છે.

Image Source

સ્પષ્ટ શબ્દોમાં કેહવામાં આવે તો નિષ્ણાંતો માને છે કે હાર્ટ એટેક પેહલા સ્ત્રીઓ અને પુરુષોના શરીરમાં જુદા જુદા સંકેત અથવા લક્ષણો જોવા મળે છે જેને નજર અંદાજ કરવી એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.

Image Source

સૌથી પહેલા વાત કરીએ હાર્ટ એટેકના સમાન્ય લક્ષણોની જેમાં શામેલ છે, છાતીમાં હળવો દુખાવો થવો અથવા તમને અસ્વસ્થતા નો અનુભવ થવો. આ ઉપરાંત ખંભા અને ગળામાં વધારે દુખાવો થવો, ઉલ્ટી થવી, શ્વાસ ફૂલવો, પરસેવો આવવો, બેભાન થઈ જવું પણ હાર્ટ એટેકના કેટલાક સામાન્ય લક્ષણો છે.

સામાન્ય લક્ષણોને સમજ્યા પછી ચાલો હવે વાત કરીએ સ્ત્રીઓમાં જોવા મળતા હાર્ટ એટેકના કેટલાક સામાન્ય લક્ષણો. ઉંઘ ન આવવી અથવા ઉંઘ સાથે જોડાયેલી બીજી સમસ્યા, છાતીના વચ્ચેના ભાગમાં દબાણ, પીઠના ઉપરનો ભાગ, ગળા અથવા ખંભામા દુખાવો થવો, અસામાન્ય રૂપે થાકનો અનુભવ…આ બધા હાર્ટ એટેકના કેટલાક એવા લક્ષણો છે જેનો સબંધ સ્ત્રીઓ સાથે છે.

Image Source

પુરુષોની વાત કરીએ તો શરીરના ઉપરના ભાગમાં દુખાવાનો અનુભવ થવો. ડાબા ખભા, જડબા અથવા પેટમાં હળવો દુખાવો થવો, ઠંડો પરસેવો આવવો, શ્વાસ લેવામાં સમસ્યા અનુભવ કરવી. આ બધા પુરુષો સાથે સંબંધિત લક્ષણો છે જેને નજર અંદાજ કરી શકાતા નથી.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment