માટલાં નું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે જાણો તેને કેવી રીતે રાખવું..

માટી માંથી બનેલ માટલાં નું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. પણ તેને કેવી રીતે રાખવું જોઈએ તેની કાળજી લેવી.

ગરમી ની ઋતુ માં જો માટલાં નું પાણી પીવામાં આવે તો તે ખૂબ સારું ગણાય છે. આજ કાલ લોકો ફ્રીજ નું ઠંડુ પાણી પીવે છે . પણ ફ્રીજ નું પાણી પીવાથી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. સૌથી પહેલા તો ઠંડુ પાણી પીવા થી તમારા આંતરડા ને નુકશાન પહોચે છે, તેની સાથે જ તેના થી શરદી અને ખાંસી પણ થાય છે. આવા સમય માં તમે જો માટલાં નું ઠંડુ પાણી પીવો તો તમારી ઈચ્છા પણ પૂરી થાય છે અને તમને કોઈ નુકશાન થતું નથી.

Image Source

જ્યારે તમે માટલું ખરીદો તો ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. તેને કેવી રીતે રાખવું તે પણ જાણવું જોઈએ. ચાલો તમને જણાવી દઈએ કે તેને કેવી રીતે રાખવું જોઈએ.

માટલું ખરીદતા પહેલા રાખો આ વાતો નું ધ્યાન

Image Source

માટી થી બનેલ માટલાં માં કયાય પણ તિરાડ ન હોય તેનું ધ્યાન રાખવું. જો તેમા તિરાડ હશે તો તેમાંથી પાણી નીકળી જશે.

માટલાં ની સપાટી ને પણ ધ્યાન થી જુઓ જો તેનો આકાર બરાબર નથી તો તે ઢળી પડશે.

આજ કાલ બજાર માં ટેપ લગાવેલ માટલાં પણ મળે છે. આવા માટલાં દેખાવ માં આકર્ષિત દેખાય છે. પણ તે ખૂબ જ જલ્દી ખરાબ થઈ જાય છે. આ ટેપ ને મજબૂતી સાથે જોડાણ માટે તેમા અંદર થી સીમેંટ પણ પૂરવામાં આવે છે.

માટલાં ને કેવી રીતે રાખવું.

Image Source

જો તમે ઈચ્છાતા હોવ કે માટલાં માંથી ઠંડુ પાણી મળે તો તમે માટલાં ને છાંયડા માં મૂકો.

માટલાં ને ક્યારે પણ ડાઇરેક્ટ જમીન પર ન મુક્તા તેની નીચે પહેલા સ્ટેન્ડ મૂકો ત્યારબાદ તેની પર માટલું મૂકો જેનાથી તેનું બેલેન્સ પણ રહેશે અને પાણી પણ ઠંડુ રહેશે.

માટલાંને હમેશા માટી ના વાસણ થી ઢાંકી ને રાખવું.

માટલાં ના પાણી ને કોટન ના કપડાં થી ઢાંકી ને રાખી શકાય. જેનાથી પાણી પણ સાફ રહેશે અને ઠંડુ પણ રહેશે.

માટલાં માં રહેલ પાણી ને રોજ બદલવું. જો તમે રોજ પાણી નાથી બદલી શકતા તો તમે અઠવાડિયા માં એક વર પાણી બદલી શકો છો.

હેલ્થ બેનિફિટ્સ

Image Source

ગરમી ની ઋતુ માં માટલાં નું પાણી પીવાથી થાક નથી લાગતો. આ પાણી નું સેવન કરવા થી માથા ના દુખાવા માં રાહત મળે છે.

માટલાં નું પાણી પીવા નો બીજો એક ફાયદો એવો છે કે તેના ક્ષારીય ગુણ વિધ્યમાંન બનાવે છે. આવું પાણી પીવા થી એસિડિટિ ને અંકુશ માં રાખી શકાય છે.પેટ ના રોગો માંથી મુક્તિ મળે છે.

માટી મા શોષવાનો ગુણ હોય છે. તે બધા જેરિલા તત્વો ને શોષી લે છે. અને આપણ ને ચોખ્ખું, અને healthy પાણી આપે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment