સુગંધિત જાયફળના સ્વાસ્થ્યપ્રદ ઉપયોગો અને તેના અગણિત ફાયદા 

Image Source

જાયફળ પાચનતંત્રની ઘણી સમસ્યાઓ જેવી કે અપચો, ઝાડા,કબજિયાત અને ગેસ જેવી તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તમે તેનો ચપટી પાવડર તમારા ભોજનમાં સમાવેશ કરો અથવા તો જાયફળના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

ભારતને મસાલા ની ભૂમિ કહેવામાં આવે છે. અહીં તમને દરેક રસોડામાં દરેક મસાલા મળશે. આ બધા મસાલા માત્ર ભોજનનો સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણા લાભકારી છે. આ બધા મસાલા માંથી એક મસાલો જાયફળ છે. તેની મીઠી સુગંધ માટે જાણીતો આ મસાલો ખરેખર સદાબહાર ઝાડ નું એક બીજ છે જેનું મૂળ ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. જેને મરિસ્ટીકા ફ્રેગરેન્સ ના રૂપમાં ઓળખવામાં આવે છે. જાયફળ એક મસાલા કરતાં વધુ ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારે છે. તેમાં ઉચ્ચ પ્રકારના પોષણ મૂલ્ય જોવા મળે છે. તે ઘણી બીમારીઓ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

તો ચાલો આજે અમે તમને આના વિશે જણાવીશું.

તણાવ દૂર કરો

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે જાયફળ નું તેલ તણાવ સામે લડવા માટે મદદરૂપ થઈ શકે છે . કારણ કે તે ઉત્તેજક અને શામક બંનેનું કામ કરે છે. તે બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. જે તણાવ સામે લડવામાં મદદરૂપ થાય છે. જાયફળ ના તેલનો ઉપયોગ ચાઈનીઝ દવાઓમાં સોજા અને માંસપેશીઓ નો દુખાવો ઓછો કરવા માટે કરવામાં આવે છે.

દર્દમાં મળશે રાહત

જાયફળના તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે આ ગુણ માત્ર સાંધા ના દુખાવા માં રાહત આપતું નથી પરંતુ માંસપેશીઓના દુખાવાને પણ દૂર કરી શકે છે.

ખીલ થયા હોય તેમાં ઉપયોગી 

વારંવાર ખીલ થઇ અને પાકી જતાં હોય તો મુલતાની માટી સાથે જાયફળનો પાવડર ભેળવી મોં પર લગાવવાથી ખીલ મટે છે. જાયફળ થી ચહેરાની ત્વચા પરના ડાઘ દૂર થઈ જાય છે.અને ત્વચા ચમકતી અને સુંદર બની શકે છે.

નાના બાળકોમાં કફ અને ઝાડા માં ઉપયોગી 

નાના બાળકોને કફ જમા થવાથી કે અપચાને કારણે ઝાડા થતા હોય ત્યારે ગાયના દૂધમાં જાયફળનાં ફળના ૪ થી ૬ ઘસરકા પીવડાવા, અને જો બાળક મોટું હોય તો તે મુજબ જાયફળ પિવડાવવાથી ફાયદો થઈ શકે છે.

સારી ઊંઘ મળશે

જો તમને ઘણા સમયથી ઊંઘ બરાબર આવતી નથી તો તેવામાં જાયફળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે તે તમારી નર્વસ સિસ્ટમ ને શાંતિ આપે છે. અને તે શરીરના સ્ટ્રેસને પણ ઓછો કરે છે. એવામાં જો તમે જાયફળ ને પોતાના ડાયટમાં ઉમેરો છો તો તમને એક સારી ઊંઘ મળવા માટે મદદરૂપ થશે.

પાચનતંત્ર સારું બનાવી શકે છે 

જાયફળ પાચનતંત્રની ઘણી સમસ્યાઓ જેવી કે અપચો કે ડાયરિયા કબજિયાત અને ગેસ જેવી તકલીફો દૂર કરવા માટે સહાયક છે. તમે તેનો ચપટી પાવડર પોતાના ભોજનમાં સમાવેશ કરો અથવા તો જાયફળના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. જાયફળના મસાલામાં ઉપસ્થિત એસેન્શિયલ ઓઇલ પાચન ના તરલ પદાર્થ ના સ્ત્રાવ ને ઉત્તેજિત કરે છે જેનાથી તમારું શરીર સ્વસ્થ રહે છે.

કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરી શકે છે 

જાયફળનું નિયમિત સેવન લોહીમાં લિપિડ અને લીપોપ્રોટીન ઘટાડવા માટે જાણીતું છે.સરળ શબ્દોમાં કહીએ તો જાયફળ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.જો કે ધ્યાન રાખો  કે તેનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ.

આ લેખના ઉપાય એક સામાન્ય જાણકારી માટે છે. આ ઉપાય અને જાણકારી કોઈ ડોક્ટર અથવા મેડિકલ પ્રોફેસરની સલાહ નથી. કોઈપણ બીમારીના લક્ષણ હોય તો ડોક્ટરની સલાહ જરૂરથી લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *