આરોગ્ય સાથે સમાધાન ન કરવું જોઈએ, જાણો પેકેટ વાળુ દૂધ, ટેટ્રા પેક કે કાચા દૂધમાંથી ક્યું યોગ્ય હોય છે.

Image Source

દૂધનું સેવન ફાયદાકારક છે. પરંતુ ક્યું દૂધ તમારા માટે સૌથી યોગ્ય છે. બજારમાં મળતું પ્લાસ્ટિક પેકેટ વાળું દૂધ કે ઘરે આવતું કાચું દૂધ. કે પછી ટેટ્રા પેક દૂધ? ચાલો જાણીએ…..

દૂધ આપણા શરીરની અંદર ઘણા પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરે છે. હાડકાથી લઈને દાંત સુધી અને શરીરના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ કયા પ્રકારનું દૂધ વધારે ફાયદાકારક છે, તે જાણવું ખૂબ જરૂરી છે.

ભારતીય બજારમાં દૂધ ત્રણ પ્રકારના મળે છે. પ્રથમ સ્થાનીય ડેરી દ્વારા. આ ડેરી પ્રાણીઓનું દૂધ સીધું ઘર સુધી પહોંચાડે છે, તેને લોકો વધારે ફાયદાકારક માને છે. બીજું હોય છે પ્લાસ્ટિક પેકેટમાં આવતું દૂધ જે સરળતાથી આસપાસની દુકાનોમાં મળી જાય છે. ત્રીજું હોય છે ટેટ્રા પેકમાં મળી આવતું દૂધ. આ દૂધને બનાવનારા નિર્માતા સૌથી વધારે સુરક્ષિત અને ફાયદાકારક માને છે. ચાલો જાણીએ કે કયું દૂધ સૌથી વધારે યોગ્ય હોય છે.

Image Source

કાચું દૂધ:

આ દૂધનો ઉપયોગ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે કરવામાં આવે છે. આ દૂધને સ્થાનીય ડેરીમાં પશુઓ દ્વારા મેળવવામાં આવે છે. ત્યારબાદ આ દૂધને આપણા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. કાચુ દૂધ પણ બે પ્રકારનું હોય છે, કાર્બનિક અને અકાર્બનિક.

Image Source

કાર્બનિક કાચું દૂધ:

કાર્બનિક દૂધને સૌથી શુદ્ધ પણ કહી શકાય છે. એવું એટલા માટે કારણ કે આ દૂધમાં કોઈપણ પ્રકારની ભેળસેળ હોતી નથી. સામાન્ય રીતે ડેરીના માલિક પશુઓ પાસેથી વધારે દૂધ મેળવવા માટે તેને ઇન્જેક્શન આપે છે. પરંતુ કાર્બનિક દૂધમાં આ પ્રકારની ભેળસેળ પણ થતી નથી.

Image Source

અકાર્બનિક દૂધ:

આ દૂધને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતું નથી, કારણ કે આ ડેરીના માલિક ઘણીવાર પશુઓ પાસેથી દૂધ મેળવવા માટે ફક્ત તેને ઇન્જેક્શન જ આપતા નથી પરંતુ તેના ઘાસચારામાં પણ ભેળસેળ કરે છે. આ ઉપરાંત ઘણી ડેરીઓના માલિક ઘાસચારાનો ખર્ચો બચાવવા માટે પશુઓને ખુલ્લામાં છોડી દે છે, ત્યારબાદ આ પશુઓ કચરો પણ ખાઈ લે છે. તેનું દૂધ પ્રદૂષિત થઈ જાય છે. તેને અકાર્બનિક દૂધ કહેવાય છે.

Image Source

શા માટે કાચું દૂધ જોખમી છે:

કાચા દૂધનું ઉત્પાદન સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોથી શહેરી વિસ્તારો સુધી કરવામાં આવે છે. આ દરમિયાન, એવી કેટલીક બાબતો છે જે તેને પ્રશ્ન બનાવે છે. ઉદાહરણ તરીકે શું પશુઓનું દૂધ કાઢતી વખતે સાફ સફાઇનું ધ્યાન રાખવામાં આવ્યું હતું, દૂધ કાઢવા માટે પશુઓને કોઈ દવા કે ઇન્જેક્શન તો આપવામાં ન આવ્યું હતું, ઘર સુધી દૂધ પહોંચાડતા વાસણોની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહીં. જોકે, એવું પણ નથી કે કાચા દૂધમાં પોષક તત્વો હોતા નથી. ફક્ત આવી અમુક બાબતોની લીધે તેની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન લાગી શકે છે અને તે નુકસાનકારક પણ બની શકે છે.

Image Source

પેકેટ વાળું દૂધ:

આ પાશ્ચરાઇઝ્ડ અને એકરૂપ દૂધ છે. એટલે કે આ દૂધને તૈયાર કરવા માટે સૌ પ્રથમ ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરવામાં આવે છે જેથી તેની અંદરના બેક્ટેરિયા અને અશુદ્ધિઓ સંપૂર્ણપણે દૂર થઈ જાય. તે ત્રણ પ્રકારના હોય છે. ટોન, ડબલ ટોન અને સંપૂર્ણ ક્રીમ દૂધ.

Image Source

ત્રણેય દૂધમાં તફાવત:

સંપૂર્ણ ક્રીમ દૂધને રાંધવામાં આવતું નથી, પરંતુ આ દૂધ પણ પાશ્ચરાઇઝ્ડ અને હોમોજેનાઇઝ્ડ હોય છે. આ ઉપરાંત, ટોન દૂધ અને ડબલ ટોન દૂધ સંપૂર્ણ ક્રીમ દૂધ કરતાં થોડું પાતળું હોય છે. આ ત્રણ પ્રકારના દૂધમાં પોષક તત્વોની માત્રા જુદી જુદી હોય છે. તે શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ સરળતાથી જોવા મળે છે.

Image Source

ટેટ્રા પેક દૂધ:

ટેટ્રા પેક દૂધને સૌથી વધારે સુરક્ષિત અને પોષક તત્વોથી ભરપૂર પણ માનવામાં આવે છે. આ દૂધને કા તો અલ્ટ્રા ઉચ્ચ તાપમાન પર ગરમ કરી શકાય છે, કે પછી તેને ઉચ્ચ તાપમાને ઓછા સમય સુધી રાખી શકાય છે. તેને ફક્ત થોડી સેકેન્ડ માટે વધારે ગરમ કરી શકાય છે અને પછી તરત ઠંડુ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડનારા સૂક્ષ્મજીવ દૂધ માંથી નષ્ટ થઈ જાય છે. આ દૂધને ટેટ્રા પેકમાં પેક કરવામાં આવે છે.

Image Source

છ સ્તરનું ટેટ્રા પેક:

ટેટ્રા પેક 6 સ્તરોનું છે. એટલે કે,આ દૂધને સુરક્ષિત રાખવા માટે 6 સ્તરોમાં પેક કરવામાં આવે છે. આ દૂધ કાચા દૂધ અને પેકેટ વાળા દૂધ કરતા વધુ લાંબા સમય સુધી ચાલે છે.

Image Source

આ બાબતો જાણીને દૂધની પસંદગી કરો:

તમને મોટા ભાગના સંશોધનો અને આંકડા ટેટ્રા પેકની તરફેણમાં જ જોવા મળશે. કારણ કે તેને પેક કરવાની અને સુરક્ષિત રાખવાની વિધિ સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે બીજા દૂધ ફાયદાકારક નથી.

જ્યારે કાચા દૂધ વિશે ઘણા સવાલો છે જેનો કોઈ સચોટ જવાબ નથી. તેના કારણે ફક્ત કાચા દૂધની શુદ્ધતા પર જ નહીં, પરંતુ તેની ગુણવત્તા પર પણ વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે.

આ ઉપરાંત જો પેકેટના દૂધની વાત કરીએ, તો તેના ઉપર ઘણા સંશોધનો થયા છે જે જણાવે છે કે તે નુકશાનકારક હોઈ શકે છે. ખરેખર, જે પ્લાસ્ટિકના પેકેટમાં દૂધ રાખવામાં આવે છે, તે પ્લાસ્ટિકમાં BPA હોય છે, જે નુકસાનકારક હોઈ શકે છે. સંશોધન સૂચવે છે કે જ્યારે પણ આ પ્લાસ્ટીક સૂર્યના કિરણોની સામે આવે છે તો તેનાથી દૂધમાં BPA શામેલ થઇ શકે છે.

કયુ દૂધ શ્રેષ્ઠ છે:

જો તમે સાચા અર્થમાં તમારા સ્વાસ્થ્ય અને તમારા પરિવારના સ્વાસ્થ્ય સાથે રમવા માંગતા નથી તો તમારા માટે ટેટ્રા પેક દૂધ સૌથી યોગ્ય રહેશે. તેના ઘણા કારણો છે, જેમાંથી એક છે કે જે રીતે તેને તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં બીજી કોઈપણ પ્રકારની ભેળસેળ હોતી નથી. સાથે તે આરોગ્યપ્રદ અને લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે પણ સુરક્ષિત છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment