દવા ઓ થી દૂર રહેવા માંગો છો તો કરો આ 10 ઘરેલુ નુસખા

શહેરી જીવન અને વ્યસ્ત જીવન શૈલી જોતાં નાની નાની તકલીફો ને પહોંચી વળવા આપણી પાસે ટાઇમ નથી હોતો. આવા માં આપણે દરેક વાત પર દવા લેવાની શરૂ કરી દઈએ છીએ. આ દવા ઓ થોડા સમય માટે રાહત આપે છે. આ 10 ઘરેલુ નુસખા તમને દવા થી દૂર રાખશે.

સૂકી ખાંસી માટે આદું અને ગોળ

Image Source

જો તમને ગળા માં ખારાશ કે સૂકી ખાંસી થઈ હોય તો તમે આદું ની સાથે ગોળ અને ઘી મિક્સ કરી ને લઈ શકો છો. ગોળ અને ઘી ની જગ્યા એ મધ નો ઉપયોગ પણ કરી શકાય છે. તેના થી તમને આરામ મળશે.

દમ માટે તુલસી અને વાસા

Image Source

દમ ના રોગી ને તુલસી ના 10 પત્તા ની સાથે વાસા ને 250 ml પાણી માં મિક્સ કરી ને કાઢો બનાવો. લગભગ 21 દિવસ સુધી આ કાઢો પીવાથી આરામ મળે છે.

ભૂખ ન લગતી હોય તો દ્રાક્ષ અને ખાંડ

Image Source

ભૂખ ન લગતી હોય તો સૂકી દ્રાક્ષ ના બીજ નિકાળી ને તેને હરડ અને ખાંડ સાથે વાટી ને તેની ચટણી બનાવી લેવી. તેને 5-6 gm ની માત્રા માં લઈ ને મધ જોડે ચાટવું.

મોસમી ખાંસી માટે સિંધવ મીઠું

સિંધવ મીઠા ની એક સૌ ડલી ને ગેસ પર ગરમ કરી લો. જ્યારે તે ગરમ થવા લાગે ત્યારે અડધા કપ પાણી માં ડૂબાળી ને કાઢી લો. અને આ પાણી ને એક જ વાર માં પી જાઓ. આવું પાણી ઊંઘતા સમયે પીવાથી ખાંસી માં રાહત મળે છે. મીઠા ની આ ડલી ને સુકાવી ને મૂકી દો.

શરીર ના દુખાવા માં કપૂર અને સરસવ નું તેલ

Image Source

10 gm કપૂર,200 gm સરસવ નું તેલ બંને ને એક બોટલ માં ભરી મજબૂત ઢાંકણ લગાવી દો. આ બોટલ તડકા માં મૂકી દો. જ્યારે બંને વસ્તુ મળી ને એક રસ થઈ જાય ત્યારે આ તેલ ની માલિશ થી નસો નો દુખાવો,પીઠ અને કમર નો દુખાવો, માશપેશીઓ નો દર્દ મટી જાય છે.

બેસી ગયેલા ગળા માટે મૂળેઠી નું ચૂર્ણ

Image Source

મૂળેઠી ના ચૂર્ણ ને પાન ના પત્તા માં મૂકી ને ખાવાથી બેસેલું ગળું સારું થઈ જાય છે. અથવા તો મૂળેઠી ના ચૂર્ણ ને મોઢા માં રાખી ને ચાવવાથી પણ રાહત થાય છે. અને તે જ રીતે મોઢા માં રાખી ને સૂઈ જાવ. સવાર સુધી ગળું સાફ થઈ જશે. ગળા ના સોજાવા અને દુખાવા માં રાહત મળે છે.

ફાટેલા હાથ કે પગ માટે સરસવ કે જૈતૂન નું તેલ

Image Source

નાભી માં રોજ માં સરસવ નું તેલ લગાવાથી હોઠ નથી ફાટતાં. અને ફાટેલા હોઠ મુલાયમ અને સુંદર થઈ જાય છે. સાથે જ આંખો માં આવતી ખંજવાળ પણ દૂર થાય છે.

શરદી, ખાંસી, અને તાવ માટે તુલસી

તુલસી ના 21 પત્તા ને વાટી લો. 10 થી 30 gm ગાળ્યા દહી સાથે રોજ ખાલી પેટે ખાવાથી રાહત થાય છે. જો તમને દહી ન ફાવતું હોય તો મધ લઈ શકો છો. બાળકો ને વાટેલી તુલસી માં થોડું મધ ઉમેરી ને આપી શકો છો. દૂધ સાથે ભૂલી ને પણ ના લેતા. ઔષધિ સવારે ખાલી પેટે લેવી. ત્યારબાદ અડધા કલાક પછી નાસ્તો લઈ શકો છો.

મોઢા અને ગળા માટે વરિયાળી અને મીશ્રી

Image Source

ભોજન પછી વરિયાળી ને ચાવવાથી મોઢા ની અનેક બીમારીઑ દૂર થાય છે. બેસેલી અવાજ સારી થઈ જાય છે. અને અવાજ મધુર થઈ જાય છે.

સાંધા ના દુખાવા માટે બથુઆ નો રસ

બથુઆ ના તાજા પત્તા નો રસ 15 gm પ્રતિદિન પીવાથી ગઠિયા દૂર થાય છે. આ રસ માં મીઠું કે ખાંડ ન ઉમેરવું. રોજ સવારે ખાલી પેટે લેવું. આ લીધા બાદ તેના પહેલા અને પછી ના 2-4 કલાક સુધી કઈ પણ ખાવું કે પીવું નહીં. ત્રણ મહિના સુધી લેવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment